• Gujarati News
  • National
  • Social Terror Media: 70 Million Followers Of The Most Feared Terrorist Organization IS

ભાસ્કર રિસર્ચ:સોશિયલ ટેરર મીડિયાઃ સૌથી ખૂંખાર આતંકી સંગઠન ISના 7 કરોડ ફોલોઅર્સ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આતંકી જૂથોમાં 40% ભરતી, 55% ફન્ડિંગ સોશિયલ મીડિયા થકી...

નવી દિલ્હી | આતંકી સંગઠનો માટે સોશિયલ મીડિયા હવે સૌથી મોટું હથિયાર બની ચૂક્યું છે. બુકિંગ સેન્ટર ફોર મિડલ ઇસ્ટ પોલિસી અનુસાર, ટિ્વટર પર આઇએસના અંદાજે 70 હજાર એક્ટિવ એકાઉન્ટ્સ છે અને દરેકના ઓછામાં ઓછા 1-1 હજાર ફોલોઅર્સ છે. આ હિસાબથી અંદાજે 7 કરોડ લોકો તો માત્ર IS સાથે જોડાયેલા છે.

ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2022 અનુસાર, દુનિયાભરમાં 2021 દરમિયાન થયેલી આતંકી ઘટનાઓમાં 29% મોત માટે આઇએસ જવાબદાર છે. આઇએસમાં 40% વિદેશી આતંકીઓની સોશિયલ મીડિયા મારફતે ભરતી થઇ છે. 2018માં આવેલા એક રિસર્ચ રિપોર્ટનું માનીએ તો ફેસબુક પર આઇએસનાં 96 દેશોમાં 1,000 એકાઉન્ટ્સ છે.

જ્યારે, તાલિબાન પણ મોબાઇલથી આઇઇડી હુમલાનો વીડિયો બનાવીને ટિ્વટર પર અપલોડ કરીને ભરતી અને ફન્ડિંગનું કામ કરે છે. યુકે ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર યુટ્યૂબ, ફેસબુક, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવાં પ્લેટફોર્મ્સ પર આતંકી સંગઠનો વીડિયો અપલોડ કરીને મર્સીડીઝ જેવી મોટી કંપનીઓની જાહેરાતોથી પણ દર મહિને કરોડો રૂપિયાની તગડી કમાણી કરે છે.

સમગ્ર દુનિયામાં 90% જેટલી આતંકી ગતિવિધિ સોશિયલ મીડિયાની મદદથી ચાલે છે...

  • હાઇફા યુનિવર્સિટીના સંશોધન પ્રમાણે, ઇન્ટરનેટ પર 90% આતંકી ગતિવિધિ સોશિયલ મીડિયાથી થાય છે.
  • હિજબુલ મુજાહિદ્દીને થોડાં વર્ષ પહેલાં કાશ્મીરમાં 50 યુવાનોની ભરતી સોશિયલ મીડિયાથી કરી હતી.
  • ફેબ્રુઆરી 2020માં અમેરિકન કંપની બ્લેકબર્ડના એક કેસ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, સોશિયલ મીડિયા પર આતંકી ગતિવિધિ વધારતી 9,27,908 ટિ્વટ 47 અલગ અલગ ભાષામાં ફેલાવાઇ રહી છે.
  • દુનિયાની અંદાજે 8 અબજ વસતીમાંથી લગભગ 4 અબજ લોકો સોશિયલ મીડિયા પર છે. 30% યુઝર્સ 30 વર્ષથી ઓછી ઉંમરના છે. એટલે જ આતંકી સંગઠનો માટે યુવાનોને ટાર્ગેટ કરવાનો સૌથી સારો વિકલ્પ આ છે.
  • માર્ચ 2019માં ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં ફેસબુક લાઇવસ્ટ્રીમિંગ કરીને 51 લોકોની હત્યા હોય કે 2022માં ઉદયપુરમાં એક દરજીનું માથું કાપીને હત્યા કરવાનો વીડિયો હોય, તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો હતો.
  • ટેરર ફાઇનાન્સર હજ્જાજ ફહદ અલ આજમીએ તો ટિ્વટર પર જ 17 લાખ ફોલોઅર્સથી આતંકી ગતિવિધિ માટે ફંડ આપવાની અપીલ કરી હતી. આમ સાઇબર વર્લ્ડની દેખરેખ માટે દુનિયામાં કોઇ પ્લેટફોર્મ નથી.
અન્ય સમાચારો પણ છે...