તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Social Organizations In Indore Collected Rs 18 Crore In 25 Days, Procured Ambulances And Medical Equipment; Corona Patients Free Service

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારી વચ્ચે ઉમદા ઉદાહરણ:ઇન્દોરમાં 25 દિવસમાં જ 18 કરોડ ફંડ ભેગુ કરાયું, એમ્બ્યુલન્સ અને મેડિકલ સાધનો ખરીદી કોરોનાના દર્દીઓની મફત સેવા આપી

ઇન્દોર12 દિવસ પહેલાલેખક: હરિનારાયણ શર્મા અને ગૌરવ શર્મા
  • કૉપી લિંક
  • કોરોનાના દર્દીની મફતમાં સારવાર કરવામાં આવી રહી

રેમડેસિવિરની કાળા બજારી અને હોસ્પિટલોમાં બેડ, દવાઓ માટે વધુ રૂપિયાની લૂંટ ચલાવાતી હોવાના અહેવાલો વચ્ચે ઇન્દોરે કોરોનાકાળમાં સેવાનો દાખલો બેસાડ્યો છે. કોરોનાની બીજી લહેરના 25 દિવસમાં વિવિધ સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોએ રૂ. 18 કરોડથી વધુ રકમ સંક્રમણ સામે લડવામાં ખર્ચ કર્યો છે. આ સિલસિલો સતત ચાલુ છે.

આ રકમ દ્વારા ઓક્સિજન કન્સ્ટ્રક્ટર મશીનો ખરીદવામાં આવ્યા છે, જે લોકોને વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. સેવા વાહનો, એમ્બ્યુલન્સ એકત્રીત કરવામાં આવી છે. તબીબી સાધનોની બેંકો બનાવવામાં આવી છે, જ્યાંથી જરૂર પડવા પર લોકોને ઘરે જ મફત સેવા આપવામાં આવી રહી છે. ઓક્સિજન સિલિન્ડર, માસ્ક, સેનિટાઇઝર અને દવાઓ સહાયની સંપૂર્ણ ચેન બની ગઈ છે. નીચા દરે સીટી સ્કેન સહિતના તમામ ટેસ્ટ કરવવા અને જરૂરિયાતમંદોને ભોજન ઉપલબ્ધ કરાવવા જેવી બધી સેવાઓ ઈન્દોર પોતાની રીતે જ ચલાવી રહ્યું છે.

ઓક્સિજન પ્લાન્ટ માટે અડધા કલાકમાં એકત્રિત કર્યા સવા કરોડ
કલેક્ટર મનીષ સિંહ સાથે મોટી સંસ્થાઓની બેઠકમાં ઓક્સિજન પ્લાન્ટ માટે અડધા કલાકમાં જ 1.25 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા હતા. બીજા દિવસે આ રકમ 2.5 કરોડ પર પહોંચી ગઈ. તેના દ્વારા કોવિડ સેન્ટરમાં બે પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે.

મહાવીર જયંતિ પર્વની રકમ મેડિકલ સાધનો પર ખર્ચવામાં આવી
ઈન્દોરમાં મહાવીર જયંતિની શોભાયાત્રા અને સ્વામી વાત્સલ્યની રકમ પણ સેવા માટે રાખવામાં આવી હતી. બંને સમાજ 10-10 ઓક્સિજન કન્સ્ન્ટ્રેટર મશીનો અને અન્ય આવશ્યક મેડિકલ સાધનોની ખરીદી કરશે. દિગંબર જૈન સમાજ 200બેડની હોસ્ટેલ કોવિડ કેર સેન્ટરને આપવા માટે તૈયાર છે, જેનો ખર્ચ પણ સમાજ જ ઉઠાવશે.

અગ્રવાલ સમાજે ઓક્સિજન બેંક જ બનાવી દીધી
ઓક્સિજનના અભાવ વચ્ચે અગ્રવાલ સમાજ 251 ઓક્સિજન કન્સ્ન્ટ્રેટર મશીનો ખરીદી રહ્યા છે. તેનું બુકિંગ કરાવી દેવામાં આવ્યું છે. આ જ અઠવાડિયામાં આ મશીનો આવવાનું શરૂ થશે. તેને લોકોને મફતમાં આપવામાં આવશે.

કેર સેન્ટર માટે સંસ્થાઓએ 7.5 કરોડ રૂપિયા એકત્ર કર્યા
રાધાસ્વામી સત્સંગ વ્યાસ ખાતે સ્થપાયેલા હંગામી કોવિડ કેર સેન્ટર માટે 30 સંસ્થાઓ અને 270 લોકોએ 7.5 કરોડ રૂપિયા આપ્યા હતા. તેમાંથી માત્ર 4 દિવસમાં 4 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલોમાં બેડનું લાઈવ અપડેટ આપતા યુવાનોનું ગ્રૂપ
હાલના દિવસોમાં બેડને લઈને હોસ્પિટલમાં ઘણી મારમારી ચાલી રહી છે. તેને ધ્યાનમાં રાખીને વિવિધ સંસ્થાઓ અને યુવા જૂથોએ પહેલ કરી છે. થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર અડધો ડઝનથી વધુ ગ્રુપ હોસ્પિટલોમાં બેડનું લાઈવ અપડેટ કરી રહ્યા છે. કોઈ હોસ્પિટલમાં બેડ ખાલી થતાંની સાથે જ તેની માહિતી લોકોને આપવામાં આવે છે, આથી લોકોને ઘણી રાહત મળી છે. આ ઉપરાંત 1,075 કોલ સેન્ટર્સ પણ ચાલી રહ્યા છે.

IIM ઇન્દોર પ્લાઝ્મા ડોનેટ માટે એક વેબસાઇટ ચલાવી રહ્યું છે, જેમાં ડોનરની જાણકારી શેર કરવામાં આવી રહી છે. ગુરુજી સેવા ટ્રસ્ટ, મહાવીર મેડિકલ ઇક્વિપમેન્ટ બેન્ક, પૂર્ણ અભ્યુદય સંગઠન, નીલવર્ણા પાર્શ્વનાથ કંચનબાગ ટ્રસ્ટ, શ્વેતામ્બર જૈન મહાસંઘ, ક્રેડાઇ, નરેડકો, ઈન્દોર કેમિસ્ટ એસોસિએશન, વૈશ્ય મહાસંમેલન, જિલ્લા મહેશ્વરી સમાજ સહિતની 30 થી વધુ સામાજિક, રાજકીય અને વ્યવસાયિક સંસ્થાઓ સેવામાં રોકાયેલા છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો