• Gujarati News
  • National
  • Social Media Whatsapp News And Updates | Government Defended New Digital Rules Says New Digital Rules Don't Violate Privacy

સોશિયલ મીડિયા ગાઇડલાઇન્સ પર ટક્કર:વ્હોટ્સએપ પર કેન્દ્રના કડક વલણ પછી તજજ્ઞોએ કહ્યું- ખરેખર કંપની 2 પ્રકારના વલણો અપનાવી રહી છે

નવી દિલ્હી8 મહિનો પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આ પ્રકારની કંપનીઓ પોતાને મનફાવે તેમ વલણ અપનાવી રહી છે- ગુપ્તા

વ્હોટ્સએપ અને કેન્દ્ર સરકાર વચ્ચેનો 'ડેટાની અંગતતા' અંગેનો વિવાદ ગરમાયો છે. 'વ્હોટ્સએપ' કેન્દ્ર સરકારના નવા IT નિયમો વિરૂદ્ધ કોર્ટ પહોંચ્યું છે. આમ જોવા જઇએ તો આ વિવાદ ત્રણ મહિના પહેલા જાહેર કરેલા નવા IT નિયમો અંગે ગરમાયો છે.

આમાં એક નિયમ એવું દર્શાવે છે કે વ્હોટ્સએપ અને અન્ય મેસેજિંગ એપ્લિકેશન્સમાં જેટલા પણ મેસેજ આવ્યા હોય તેના ઓરજિનની જાણકારી સ્ટોર કરીને રાખવાની રહેશે. વ્હોટ્સએપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારનું વલણ કોઇપણ વ્યક્તિની અંગત સ્વતંત્રતાને હનન કર્યા સમાન છે, જેના માટે કે દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યું છે.

બીજી બાજુ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટીએ આ અંગે કડક વલણ અપાનાવીને એક પ્રેસ નોટ જાહેર કરી હતી. આ પ્રેસ નોટમાં કેન્દ્રએ વ્હોટ્સએપના આક્ષેપોનો જવાબ આપ્યો હતો. સરકારે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે અમે વ્યક્તિની અંગત સ્વતંત્રનાનું આદર કરીએ છીએ. જ્યારે સરકાર કોઇપણ પ્રકારના ખાસ મેસેજ અંગે જાણવા ઇચ્છે છે, તેમાં કોઇની અંગત સ્વતંત્રતા ખોરવાઇ જતી નથી.

તજજ્ઞોએ કહ્યું વ્હોટ્સએપ બંને તરફી વલણ રાખે છે
સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તાએ કહ્યું હતું કે એક બાજુ વ્હોટ્સએપ યૂઝરની જાણકારીઓને બીજા માધ્યમથી પ્રકાશિત કરતું રહે છે. ત્યારે બીજી બાજુ હવે અંગત અધિકારોની વાતનો ઉલ્લેખ કરે છે. આ પ્રકારનું વલણ નહીં ચલાવવામાં આવે. તેઓએ કહ્યું હતું કે સરકાર, કોર્ટના આદેશ અથવા સક્ષમ અધિકારી દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા જેવા વિશેષ મુદ્દાઓ પર આવી જાણકારીઓ માગી શકે છે. કોઇપણ કંપની જે દેશમાં વેપાર કરે છે એને આ દેશના નિયમોને સ્વીકારવા જ પડશે.

ગુપ્તાએ કહ્યું હતું કે આ પ્રકારની કંપનીઓ પોતાને મનફાવે તેમ વલણ અપનાવી રહી છે. પહેલી વાત તો એ છે કે આપણા દેશમાં ડેટા પ્રોટેક્શન જેવો કાયદો નથી. છેલ્લા કેટલાક વર્ષથી આ અંગે ઘણી વાતાઘાટો કરવામાં આવી રહી છે. બીજી બાજુ કંપનીઓએ ભારતમાં કોઇ નોડલ ઓફિસર અથવા ગ્રીવાંસ ઓફિસર નિયુક્ત કર્યો નથી. તેથી જો કોઇ આવા પ્રશ્ન પર કંપનીના અધિકારી સાથે વાતચીત કરે છે, તો એ કહી દે છે કે અમે તો માત્ર કંપનીના માર્કેટિંગ અધિકારી છીએ. આ 2 પ્રકારની ભૂલો કંપનીને બચવાની તક આપી દે છે.

તેથી જ સોશિયલ મીડિયા કંપનીઓ અવિરત છે

  • 23 ઓગસ્ટ 2013ના રોજ, દિલ્હી હાઈકોર્ટે કે.એન.ગોવિંદાચાર્ય કેસમાં સોશિયલ મીડિયા કંપનીઓને ગ્રીવાંસ અધિકારી તરીકે નિમણૂક કરવાનો આદેશ જાહેર કર્યો હતો, પરંતુ આ કંપનીઓએ તેમના અધિકારીઓને ભારતના વ્યવસાય માટે વિદેશમાં નિયુક્ત કર્યા હતા. હવે 8 વર્ષ પછી, તેના પર કાનૂની સ્પષ્ટતા હોવા છતાં, ડિજિટલ કંપનીઓ કંઇ કરી રહી નથી.
  • 2017માં સુપ્રીમ કોર્ટના 9 ન્યાયાધીશોએ ગોપનીયતાના અધિકારને બંધારણીય અધિકાર તરીકે માન્યતા આપી. તે પછી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ બી.એન.શ્રીકૃષ્ણે પણ પોતાનો અહેવાલ આપ્યો હતો. ત્યારબાદ આ મામલો સંસદીય સમિતિને સોંપવામાં આવ્યો હતો અને મુલતવી રાખવામાં આવ્યો હતો.

કેન્દ્રએ પ્રેસ નોટ દ્વારા વ્હોટ્સએપને જવાબ આપ્યો

  • રવિશંકર પ્રસાદના આઇટી મંત્રાલયે પ્રેસ નોટમાં કહ્યું હતું કે 4(2) નિયમ અંતર્ગત દેશની સંપ્રભુતા અને અખંડિતતાથી સંલગ્ન કોઇપણ બાબત હોય એના મેસેજના ઓરિજિન માંગવુ અંગત અધિકારોનું ઉલ્લંઘન નથી? એવો કોઇપણ પ્રશ્ન જે દેશની સુરક્ષા, પડોશી રાજ્યોથી સંબંધ અથવા પબ્લિક ઓર્ડરથી જોડાયેલી કોઇપણ વિગતો માગી શકાય છે. આના સિવાય રેપ, ચાઇલ્ડ સેક્સુઅલ અબ્યૂઝ જેવા કેસ અંગે પણ જાણકારી માંગવી અંગત અધિકારોના ભંગની શ્રેણીથી બહાર છે.
  • કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે અંગત અધિકારોના રક્ષણ માટે સરકાર પ્રતિબદ્ધ છે, પરંતુ આની સાથે રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદાકીય ઓર્ડરને જાળવી રાખવા પણ સરકારના અધિકારો અને ફરજમાં આવે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોઇપણ પ્રકારની છૂટછાટ પાછળ એક યોગ્ય નિર્ધારિત અને તાર્કિક પ્રતિબંધતા પણ હંમેશા રહેલી હોય છે. સરકારે 4(2) નિયમ દ્વારા જણાવ્યું હતું કે મેસેજના માધ્યમથી જાણકારી ત્યારેજ માંગવામાં આવે છે, જ્યારે તપાસ કરવાના અન્ય રસ્તાઓ બંધ થઇ ગયા હોય.

ત્રણ વર્ષની ચર્ચા પછી કેન્દ્રએ ગાઇડલાઇન બનાવી

  • વર્ષ 2011માં યૂપીએ સરકારના શાસનકાળમાં આઇટી ઇન્ટરમીડિયરી નિયમો બન્યા હતા. આઇટી એક્ટના સેક્શન-87 અંતર્ગત કેન્દ્ર સરકારે 2018માં આ નિયમોમાં ફેરફાર માટે એક ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. લગભગ 3 વર્ષની ચર્ચાઓ પછી 25 ફેબ્રુઆરી 2021ના રોજ આ નિયમોને નોટિફાઇ કરાયા હતા.
  • આને લાગુ કરવા માટે સોશિયલ મીડિયાને 3 મહિનાનો સમયગાળો આપ્યો હતો. ડેડલાઇન 25 મેના રોજ પૂરી થઈ ગઇ હતી. વ્હોટ્સએપે માત્ર એક નિયમને પડકાર્યો હતો, પરંતુ અન્ય બધા નિયમોના પાલન માટે ટ્વિટર, ફેસબુક સહિત બધા મોટા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે કમ્પ્લાયન્સ રિપોર્ટ આપવી જોઇએ.

આગળ શું થશે.........
નિયમોની અવગણના કરવાને કારણે તેઓને પ્રાપ્ત થયેલી ઇન્ટરમીડિએટની સુવિધા કલમ-79 અંતર્ગત જે કાયદાકીય સુરક્ષા મળી છે એ નાબુદ થઈ જશે. જેનાથી આપત્તિજનક કોઇપણ મેસેજ કે કન્ટેન્ટની જવાબદારી જે-તે કંપનીને ઉઠાવવી પડશે.
આઇટી એક્ટ અંતર્ગત આ કંપનીઓએ પોતાના ડેઝિગ્નેટેડ અધિકારીઓની માહિતી પણ સાર્વજનિક કરવી પડશે. આ અંગે દિલ્હી હાઇકોર્ટે કેએન ગોવિંદાચાર્યની અરજીમાં કેન્દ્ર સરકાર અને ડિજિટલ કંપનીઓને નોટિસ ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...