TMCના સાંસદ મહુઆ મોઇત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે એક ટી-સ્ટોલ પર ચા બનાવી રહ્યા છે. તેમણે આ વીડિયો પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો હતો. જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે 'ચા બનાવવા માટે આજે હાથ અજમાવ્યો હતો. કોને ખબર હતી કે હું અહીં પહોંચી જઈશ.' સોશિયલ મીડિયા પર લોકો તેમને PMની રેસમાં સામેલ થવા પર વધામણાં આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે 'હવે તમે PM બનશો , તેના માટે તમને શુભેચ્છા.'
વાત એમ છે કે પશ્ચિમ બંગાળમાં હવે પંચાયત ઇલેક્શન થવાના છે. તેવામાં TMC સાંસદ 2023માં શરૂ કરેલી બંગાળ સરકારની યોજના 'દીદિર સુરક્ષા કવચ' માટે પ્રચાર કરી રહ્યા હતા. આ વીડિયો તેમના લોકસભા ક્ષેત્ર કૃષ્ણાનગરનો છે.
સુભાષ ચંદ્ર બોસના પૌત્રએ મજાક કરી
આ વીડિયોમાં જોઈ શકાય છે કે મહુઆ ટી-સ્ટોલ પર એક વાસણમાં ખાંડ નાખે છે, પછી તે ચા ઉકાળવા લાગે છે. પછીથી તેઓ ટી-સ્ટોલના માલિક પાસેથી વાસણ પરત લઈ લે છે. મહુઆ મોઇત્રાનો આ વીડિયો પર ભાજપના પૂર્વ નેતા અને નેતાજી સુભાષચંદ્ર બોસના પૌત્ર ચંદ્ર કુમાર બોસે મજાક કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ જાણે છે કે આ તેમને ક્યાં લઈ આવશે.
તો બીજીબાજુ સોશિયલ મીડિયા પર યૂઝર્સે પણ મહુઆનો આ વીડિયો પર કમેન્ટ કરી હતી. મોટાભાગના લોકોએ તેમને PMની રેસમાં સામેલ થવા પર શુભેચ્છા આપી હતી. એક ટ્વિટર યુઝરે તેમને 'MBA ચાયવાલા' કહ્યા હતા. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે એક નોકરી માટે એક બોક્સ ચેક કર્યું છે, હવે જુમલાઓ પર હાથ અજમાવાશે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.