તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Social Media Update | Lord Shiva Depicted With Wine Glass And Phone In Sticker, Case Registered For Hurting Religious Sentiments

ઇન્સ્ટાગ્રામ સામે FIR:ભગવાન શિવને સ્ટિકરમાં વાઇન ગ્લાસ અને ફોન સાથે દર્શાવાયા, હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

11 દિવસ પહેલા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ વિરુદ્ધ મંગળવારે દિલ્હીમાં FIR દાખલ કરવામાં આવી હતી. દિલ્હીના નાગરિક મનીષ સિંહે આ કેસ નોંધ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મુકાયો છે. સિંહે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે ઇન્સ્ટાગ્રામે ભગવાન શિવનું સ્ટિકર અપમાનજનક રીતે દર્શાવ્યું હતું.

ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો કે ઈન્સ્ટાગ્રામમાં SHIV સર્ચ કરવાથી શિવજીના ઘણા સ્ટિકરો જોવા મળે છે, એમાંના એક સ્ટિકરમાં શિવજીને વાઈન ગ્લાસ અને ફોન સાથે દર્શાવવામાં આવ્યા છે.

સ્ટિકર સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું છે, કોઈ યુઝરનું નથી
ફરિયાદી મનીષ સિંહે કહ્યું હતું કે તે ઈન્ટાગ્રામમાં સ્ટોરી અપલોડ કરી રહ્યો હતો ત્યારે તેણે SHIV કી-વર્ડ સર્ચ કર્યો હતો. આ કી-વર્ડમાં સર્ચ કર્યા પછી આપત્તિજનક સ્ટિકર જોવા મળ્યું હતું. મનીષે કહ્યું હતું કે આ સ્ટિકર હિંદુઓની ધાર્મિક ભાવનાઓને આહત કરી રહ્યું છે, જેથી મનીષ સિંહે CEO અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આની પહેલાં પણ ઈન્ટાગ્રામ વિરુદ્ધ આપત્તિજનક સ્ટિકર મુદ્દે ઘણી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.

સરકારે કડક નિયમો બનાવ્યા
કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરીના રોજ નવી ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. એમાં ઉલ્લેખ કરાયો હતો કે જે કોઈપણ વપરાશકર્તા પોતાના અંગત અકાઉન્ટમાં કન્ટેન્ટ અપલોડ કરે છે તો એ અંગે જે-તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જવાબદાર રહેશે. જો ભારતની સુરક્ષા અને અખંડિતતા વિરુદ્ધ કોઈ પોસ્ટ અથવા ટ્વીટ કરાશે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મે એના મુખ્ય ઓરિજિનેટર (જેને પ્રથમ આ પોસ્ટ અપલોડ કરી હોય) અંગે જાણ કરવાની રહેશે.

આપત્તિજનક પોસ્ટ વિરુદ્ધ જો કોઈ વ્યક્તિ કેસ અથવા ફરિયાદ કરે તો એને 36 કલાક પહેલાં ડિલિટ કરવી પડશે. આ તમામ ફરિયાદોનો નિવેડો લાવવા માટે જે-તે સોશિયલ મીડિયાએ ભારતમાં એક અધિકારીની નિયુક્તિ કરવાની રહેશે, જે 24 કલાકની અંદર ફરિયાદો પર ધ્યાન કેન્દ્રિત કરશે અને 15 દિવસની અંદર આ અંગે નિર્ણય જાહેર કરવો પડશે.

ઇન્સ્ટાગ્રામ GIF ક્યાંથી આવે છે?
ઇન્સ્ટાગ્રામ પર મોટાભાગના GIFs અંગત પ્લેટફોર્મ દ્વારા પ્રદાન કરવામાં આવે છે, પરંતુ વ્યક્તિઓ પણ કસ્ટમ GIF બનાવીને અપલોડ કરી શકે છે. તે કરવા માટે, વપરાશકર્તાઓ અથવા બ્રાન્ડ્સે ગિફી બ્રાન્ડ ચેનલ બનાવવી પડશે, તેમની વિગતો સબમિટ કરવી પડશે અને પ્લેટફોર્મ પર તેમના GIFને અપલોડ કરવાના પ્રારંભ માટે ચકાસણી કરવી જોઈએ.

તેથી, જો કોઈ વ્યક્તિ અથવા કોઈ બ્રાન્ડ દ્વારા GIF બનાવવામાં આવી હોય તો, આ સ્ટિકરના સ્રોતને શોધવાનું ઇન્સ્ટાગ્રામ માટે મુશ્કેલ થતુ નથી.

સૌથી ખરાબ ભાષા તરીકે કન્નડ ભાષાનું નામ ગૂગલ સર્ચમાં આવ્યા પછી હોબાળો મચી ગયો હતો. (ફાઈલ તસવીર)
સૌથી ખરાબ ભાષા તરીકે કન્નડ ભાષાનું નામ ગૂગલ સર્ચમાં આવ્યા પછી હોબાળો મચી ગયો હતો. (ફાઈલ તસવીર)

ગત સપ્તાહે પણ ડિજિટલ પ્લેટફોર્મ વિવાદોમાં સપડાયું હતું
ગૂગલ પર જ્યારે ભારતની સૌથી ભદ્દી ભાષા વિશે સર્ચ કરવામાં આવ્યું તો જવાબમાં કન્નડ ભાષાનું નામ બતાવાયું. એ પછી તો કર્ણાટકમાં ધમસાણ મચી ગયું. સામાન્ય જનતા સહિત રાજનેતા પણ ગૂગલ પર માછલાં ધોવા લાગ્યા અને એને ઝડપથી પોતાની ભૂલ સુધારવા અને માફી માગવા કહેવા લાગ્યા હતા.

વાસ્તવમાં, ગૂગલ પર ભારતમાં સૌથી ખરાબ ભાષાના સવાલનો જવાબ જ્યારે કન્નડ એવો મળ્યો ત્યારે કર્ણાટકમાં ગુરુવારે આક્રોશ મચી ગયો હતો. લોકો સોશિયલ મીડિયા પર એના વિશે ચર્ચા કરવા લાગ્યા હતા. આ વાત એટલી વધી કે રાજ્ય સરકારે ગૂગલને કાયદાકીય નોટિસ ફટકારી દેવાશે એવી ચીમકી પણ આપવી પડી.

આખરે ગૂગલે ભૂલ સુધારવી પડી
સૌથી ખરાબ ભાષા તરીકે કન્નડ ભાષાનું નામ ગૂગલ સર્ચમાં આવ્યા પછી હોબાળો મચી ગયો અને તમામ રાજકીય નેતાઓએ આ મામલે ગૂગલની નિંદા કરી. એ પછી ભારતમાં સૌથી ભદ્દી (ugliest) ભાષા કઈ એમ પૂછતાં પોતાના સર્ચ એન્જિન પર આવનારા જવાબમાંથી કન્નડ ભાષા એવો ઉલ્લેખ હટાવી લેવામાં આવ્યો. કંપનીએ લોકો સમક્ષ આ મામલે ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે સર્ચ રિઝલ્ટ્સમાં તેનું મંતવ્ય સામેલ હોતું નથી.

અન્ય સમાચારો પણ છે...