તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Double The Price Of Cooking Oil, Now The Price Of Cosmetic Products, Ice Cream Including Soap Will Also Go Up

કોરોનાથી સપ્લાઇને અસર, ભાવ વધ્યા:ખાવાના તેલના ભાવ બેગણા, હવે કોસ્મેટિક પ્રોડક્ટ્સ, સાબુ સહિત આઇસસ્ક્રીમના ભાવ પણ વધશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોયા તેલ અને સન ફ્લાવર ઓઇલના ભાવ વધવાથી જ ભારતમાં પામ ઓઇલની ખરીદી વધી ગઈ

પામ ઓઈલ(ખાવાનું તેલ)ના ભાવ ગત વર્ષથી અત્યારસુધીમાં ઝડપથી વધી રહ્યા છે. કોરોનાની પ્રથમ લહેરથી બીજી લહેરની વચ્ચે એનો ભાવ 120 ટકા વધ્યો છે. ભાવ વધવાથી સામાન્ય માણસનો ખર્ચ પણ વધ્યો છે. એની પાછળનું કારણ એ છે કે ચોકલેટ, પેસ્ટ્રી, સાબુ, લિપસ્ટિક અને બાયોફ્યુલ જેવી પ્રોડક્ટ તૈયાર કરનારી કંપનીઓનો પ્રોડક્શન ખર્ચ વધી જશે. પરિણામે, આ પ્રોડક્ટ્સના ભાવ પણ વધશે.

કોરોનાને કારણે સપ્લાઇ પર ખરાબ અસર
રેસ્ટોરાં પણ મોંઘી થશે. પામ ઓઈલનો ઉપયોગ એશિયાઈ દેશોમાં સૌથી વધુ થાય છે. કોમોડિટી એક્સપર્ટ અજય કેડિયાના જણાવ્યા મુજબ, પામ ઓઈલની કિંમત એ કારણે વધી રહી છે, કારણ કે કોરોનાને પગલે ઉત્પાદક દેશોમાંથી એના સપ્લાઈ પર ખરાબ અસર પડી છે. આ સિવાય રમઝાન અને લોકડાઉનને કારણે મલેશિયા અને ઈન્ડોનેશિયા જેવા અગ્રણી દેશોમાં એનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે કોરોનાને કારણે ભારતમાં આંશિક લોકડાઉન છે, જોકે રેસ્ટોરાં હોમ ડિલિવરી કરી રહી છે. અહીં પામ ઓઈલનો વપરાશ છે, એને કારણે ભાવ લોકડાઉનની સરખામણીએ વધી ગયો છે. એવામાં સમગ્ર વર્ષ દરમિયાન ડિમાન્ડમાં સુધારો આવ્યો છે, જોકે 4-5 વર્ષથી ટ્રેન્ડમાં હાલ પણ ઉપયોગ ઓછો છે.

ખરાબ સીઝને પણ વધારી તેલની કિંમત
વિશ્વમાં ખાવામાં આવતા તેલની કિંમત ખરાબ સીઝન અને ચીનનો પાક ખરીદવાની હોડથી પણ વધી છે. પામ ઓઈલના વિકલ્પ તરીકે સોયા તેલ અને સન ફ્લાવર ઓઈલને માનવામાં આવે છે. તેના ભાવ સમગ્ર વર્ષમાં બે ગણા થયા છે. પરિણામ એ રહ્યું કે પ્રીમિયમ ઓઈલ એટલે કે સરસિયાનું તેલ મોંઘું થયું.

અજય કેડિયાના જણાવ્યા મુજબ, જ્યારે ઓઈલના ભાવ હાલના સમયે વધી રહ્યા છે, તો આગળ પણ એ વધશે, કારણ કે આ પ્રકારનો ટ્રેન્ડ આપણે ગત વર્ષે જોઈ ચૂક્યા છે કે ડિમાન્ડ ઘટવાથી ભાવ ઘટ્યા હોય, જોકે ડિમાન્ડ વધવાની સાથે ભાવમાં તેજી જોવા મળી હતી.

પોમ ઓઈલની ખરીદી એપ્રિલમાં 82 ટકા વધી
સોયા તેલ અને સન ફ્લાવર ઓઈલના ભાવ વધવાથી જ ભારતમાં પામ ઓઈલની ખરીદી વધી ગઈ. કેડિયાના જણાવ્યા મુજબ, સોયા અને સન ફ્લાવરની સરખામણીમાં પામ ઓઈલ સસ્તું હોય છે, આ કારણે તેની ડિમાન્ડ વધુ હોય છે. ઈન્ડસ્ટ્રીના જણાવ્યા મુજબ, આ એપ્રિલમાં ભારતે 7 લાખ 1 હજાર 795 ટન પામ ઓઈલ ખરીદ્યું. જ્યારે ગત વર્ષ આ જ સમય ગાળામાં આ આંકડો 3 લાખ 80 હજાર 961 ટન હતું.

સોયા અને સન ફ્લાવર તેલની ખરીદી ઘટી
સોલ્વેન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે ભારત દ્વારા એપ્રિલમાં સોયા તેલની ખરીદી 21 ટકા ઘટી 1 લાખ 44 હજાર 20 ટન કરી દેવામાં આવી. આ જ રીતે સન ફ્લાવર ઓઈલનું ઈમ્પોર્ટ પણ 18 ટકા ઘટી 1 લાખ 84 હજાર 97 ટન રહ્યું. ખાવાનું તેલ ખરીદવાના મામલામાં ભારત વિશ્વમાં બીજા નંબરે છે. ચીન સૌથી આગળ છે.

ભારત મુખ્યત્વે ઈન્ડોનેશિયા અને મલેશિયા પાસેથી પામ ઓઈલ ખરીદે છે, જ્યારે અન્ય તેલ જેવા કે સોયા તેલ, સન ફ્લાવર ઓઈલને આર્જેન્ટીના, બ્રાઝિલ, રશિયા અને યુક્રેન પાસેથી ખરીદે છે. હવે કિંમત વધવાથી ભારતમાં FMCG સેક્ટરની કંપનીઓ આઈસક્રીમ, કોસ્મેટિક, સાબુના ભાવ પણ વધારી શકે છે.

મોંઘી પ્રોડક્ટ્સથી ડિમાન્ડ પર ખરાબ અસર પડી શકે છે
એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, કોરોનાને કારણે ભારતમાં ખાવાના તેલથી બનેલી પ્રોડક્ટ્સની ડિમાન્ડ ઘટી શકે છે. આ સિવાય વધેલા ભાવ પણ ડિમાન્ડ પર ખરાબ પ્રભાવ પાડી શકે છે. એનાથી ભારતીય ગ્રાહકોની ફૂડ હેબિટ પણ બદલાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...