તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • So Far The Farmer Was Bound In The Perimeter Of The Market, We Are Liberating Him: Tomar

ઇન્ટરવ્યૂ:અત્યાર સુધી ખેડૂત બજારના પરિઘમાં બંધાયેલો હતો, અમે તેને આઝાદ કરાવી રહ્યા છીએ: તોમર

નવી દિલ્હી10 મહિનો પહેલાલેખક: ધર્મેન્દ્રસિંહ ભદૌરિયા
  • કૉપી લિંક
કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી નરેન્દ્રસિંહ તોમરની ફાઇલ તસવીર. - Divya Bhaskar
કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી નરેન્દ્રસિંહ તોમરની ફાઇલ તસવીર.
  • દરેક ખેડૂતને સમગ્ર દેશના ઉપજ દરની જાણ થાય એવી પદ્ધતિ બનાવી રહ્યાં છીએ: નરેન્દ્ર તોમર

લોકસભામાં કૃષિ સુધારા અંગેના બે મહત્ત્વના ખરડા કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) ખરડો, 2020 અને કૃષિ (સશક્તીકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર ખરડો, 2020 પસાર થઇ ગયા. તેના વિરોધમાં પંજાબ, હરિયાણા સહિત દેશના ઘણા ભાગોમાં દેખાવો પણ થયા. પ્રસંસ્કરણ મંત્રાલયનું દાયિત્વ પણ કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી નરેન્દ્રસિંહ તોમરને મળ્યું. તોમર સાથે ખરડા અંગે ભાસ્કરે વિશેષ વાત કરી. વાતચીતના મુખ્ય અંશ.

સવાલ: ખરડો અમલમાં આવતાં 2 બજાર થઇ જશે. બજાર અને ઓપન માર્કેટ. ખેડૂત કોના પર ભરોસો કરશે?
તોમર:
જેટલા વિકલ્પ ખુલ્લા હશે તેટલી જ પ્રતિસ્પર્ધા વધશે. તેનાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળશે. ખેડૂત બજારના પરિઘમાં બંધાયેલો હતો. આ ખરડો તેને આઝાદી અપાવનારો છે. બજારના પરિઘની બહાર જે વેપાર થશે તેના પર ટેક્સ નહીં આપવો પડે. આ પ્રકારની ડિમાન્ડ અને ભલામણો કૃષિ ક્ષેત્રે કામ કરતા વિજ્ઞાનીઓ, નિષ્ણાતો સતત કરી રહ્યા છે.

સવાલ: હવે કંપનીઓ ખેડૂતો પાસેથી પોતાના ધાર્યા દરે ખરીદી શકશે?
તોમર:
અત્યારે બજારમાં 40-50 વેપારી હોય છે. તે લોકો જ હરાજીમાં દર નક્કી કરે છે. ખેડૂતોને દેશભરમાં કયા દર ચાલે છે તેનો ખ્યાલ આવે તેવી પદ્ધતિ બનાવી રહ્યાં છે. આ એસએમએસ પણ હોઈ શકે છે.

સવાલ: સરકાર સહયોગી પક્ષોને જ સમજાવવામાં કેમ નિષ્ફળ ગઈ?
તોમર:
આ રાજ્ય વિરોધ છે. પોતાના સ્વાર્થ માટે. લોકશાહીમાં વિરોધનો અધિકાર છે તે વિરોધ કરી રહ્યાં છે.

સવાલ: સ્ટોક લિમિટ નહીં હોવાથી કંપનીઓ સંગ્રહ કરવા લાગશે?
તોમર:
સરકાર ખરીદી પછી પણ મોટી ઉપજ વેપારી જ ખરીદે છે. હવે પ્રોસેસર સીધા જ ખેડૂત પાસેથી ખરીદી શકશે. સંગ્રાહખોરી સરકારી નિયંત્રણમાં વધુ થાય છે.

સવાલ: આશંકા વ્યક્ત કરાય છે કે બજારો આપોઆપ ખતમ થઇ જશે.
તોમર:
આ ખરડો ખેડૂતને બજારની બહાર ઉપજ વેચવાની આઝાદી આપે છે. બજારો ખતમ નહીં થાય પણ રાજ્યો બજારોમાં બરાબર સુવિધાઓ પૂરી પાડે, જેથી તેમને રેવન્યૂ પણ મળતી રહે.

સવાલ: બિહાર, કેરળમાં બજારો નથી. ત્યાં ખેડૂતોની દશા શું યોગ્ય હશે?
તોમર:
ત્યાં બજાર નથી તો બજાર ટેક્સ પણ નથી. સીધી ખેડૂતો પાસેથી ખરીદી થઇ રહી છે.

સવાલ: ખરડામાં લઘુત્તમ ટેકાના ભાવનો ઉલ્લેખ કેમ નથી?
તોમર:
ખરડો મુક્ત વ્યાપાર ખોલી રહ્યો છે. અમે સ્વામીનાથન સમિતિની ભલામણોને અનુરૂપ ખેડૂતને જે ખર્ચ આવે છે તેના પર 50 ટકા નફો ઉમેરીને ટેકાના ભાવ જાહેર કરી રહ્યા છીએ.

સવાલ: શું સરકાર ખેતર પર પાકની ટેકાના ભાવે ખરીદી કરશે?
તોમર:
વિકેન્દ્રિત કેન્દ્ર બનાવાશે, જેથી ખેડૂતનો સમય, ખર્ચ બચે.

સવાલ: બજારમાં સારા ભાવ મળતા હોત તો ખેડૂત એમએસપીની માગ કેમ કરત?
તોમર:
દેશમાં 86 ટકા નાના ખેડૂત છે. તેઓ ઉપજ બજાર સુધી લાવે તો વધુ અંતરના કારણે તેમને ભાડું વધારે થાય. અમારો ઉદ્દેશ છે કે નાના ખેડૂત કોઇ દાયરામાં આવે, તેમને પાકનું યોગ્ય મૂલ્ય મળે.

સવાલ: સરકાર ટેકાના ભાવ ફરજિયાત કેમ નથી કરી દેતી?
તોમર:
ટેકાના ભાવ એટલા માટે ફરજિયાત ન થઇ શકે કે તે વેપારી અને ખેડૂત વચ્ચેનો કરાર છે. ખેડૂત અને પ્રોસેસર મળીને પાકના ભાવ નક્કી કરશે.

સવાલ: સ્ટોક લિમિટ ખતમ થયા બાદ બજારમાંથી નાના વેપારી ખતમ થશે?
તોમર:
નાના વેપારીઓ માટે રસ્તા ખૂલશે. તેઓ લાઇસન્સ, ઇન્સ્પેક્ટર રાજથી મુક્ત થઇ જશે.

સવાલ: વિપક્ષે કહ્યું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બિનજરૂરી કેસો વધશે.
તોમર:
ખેડૂતોના હાલ જે વિવાદો છે તે માટે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? હવે એસડીએમ કોર્ટ 30 દિવસમાં ચુકાદા આપશે.

સવાલ: રાજ્યોનું નુકસાન કેવી રીતે સરભર થશે?
તોમર:
રાજ્ય બજારોમાં આવક વધારવા યોગ્ય પ્રતિસ્પર્ધા અને સુવિધાજનક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે તો બજારોની આવક જળવાઇ રહેશે.

સવાલ: કહેવાય છે કે અમેરિકા, યુરોપમાં આ મોડલ નિષ્ફળ ગયું છે.
તોમર:
નિષ્ફળ મોડલ નથી અપનાવાયું. આ મોડલ આજની સ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...