તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 9 હજારને પાર કરી ગઈ છે. ત્યારે નાગાલેન્ડમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેની સાથે ભારતમાં કુલ 26 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાઇરસ ફેલાઈ ચૂક્યો છે. આ દરમિયાન તમિલનાડુના ઇરોડામાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. એકબાજુ દિલ્હીમાં પોલીસનો એક એએસઆઈ પોઝિટિવ આવ્યો છે. સંક્રમિત કર્મચારીની ઉંમર 56 વર્ષ છે અને 8 એપ્રિલથીએ ડ્યૂટી પર આવ્યો હતો. આ સાથે જ દિલ્હી પોલીસમાં કોરોના સંક્રમિત કર્મચારીઓની સંખ્યા 3 થઈ ગઈ છે.
આજે દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા 9,205 થઈ ગઈ છે. રવિવારે 340 કેસ સામે આવ્યા છે. તે પૈકી મહારાષ્ટ્રમાંથી 148, રાજસ્થાનમાંથી 96, મધ્ય પ્રદેશમાંથી 52, ગુજરાતમાંથી 25 અને કર્ણાટકમાંથી 11 દર્દીના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. કુલ મૃત્યુઆંક 305 થયો છે. આ આંકડા covid19india.org વેબસાઈટ અને રાજ્ય સરકારો તરફથી રજૂ કરવામાં આવેલી માહિતી પ્રમાણે છે. બીજી બાજુ આરોગ્ય મંત્રાલયના મતે રવિવારે સવારે 8 વાગે દેશમાં 8,356 લોકો સંક્રમિત હતા. આ પૈકી 7,367 દર્દીનો ઈલાજ થઈ રહ્યો છે અને 715 લોકોને સારું થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
બીજી બાજુ કોરોના વાઈરસ હવે બાળકોનો પણ જીવ લઈ રહ્યો છે. જયપુરમાં રવિવારે ઈદગાહ વિસ્તારમાં 13 વર્ષની એક બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેને ટાઈફોડની ફરિયાદ કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બાળકી તેની નાનીને ત્યા રહેતી હતી અને તબિયત બગડતા દાખલ કરવામાં આવી હતી. આ બાળકીને 8 એપ્રિલના રોજ જયપુર શિફ્ટ કરવામાં આવી હતી. શનિવારે ઈલાજ સમયે તેનું જેકેલોન હોસ્પિટલમાં મૃત્યુ થયુ હતું. ગત રવિવારે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજરાતમાં જામનગરમાં કોરોના પીડિત 14 મહિનાની બાળકનું મોત થયુ હતું.
લઘુમતી પંચે WHOના અહેવાલને ટાંકી વાંધો ઉઠાવ્યો
લઘુમતી પંચનું કહેવુ છે કે મરકજ કેસને અલગથી બતાવવાથી દેશભરમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પંચે WHOના એ રિપોર્ટને ઉલ્લેખ કર્યો છે કે જેમા કહેવામાં આવ્યુ હતું કે કોરોના સંક્રમણને વિશ્વભરમાં રાજકીય એજન્ડો બનાવવામાં ન આવે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કુલ સંક્રમિતોમાં 712 મરકજમાંથી આવેલા જમાતી છે.
મહારાષ્ટ્ર, સંક્રમિત-1909: રવિવારે 148 કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તે પૈકી મુંબઈમાં 113, મીરા ભયંદરમાં 7, પુણેમાં 4, નવી મુંબઈ, થાણે તથા વસઈ વિરારમાં 2-2 જ્યારે રાયગઢ, અમરાવતી, ભિવંડી અને પિંપડી-ચિંચવડમાં 1-1 દર્દી મળ્યા છે. રાજ્યમાં શનિવારે 187 દર્દીના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.
મધ્ય પ્રદેશ, સંક્રમિત-581: અહી રવિવારે ઈન્દોરમાં સંક્રમણના 52 નવા કેસ સામે આવ્યા છે. આ પૈકી ઈન્દોરમાં 49 અને ભોપાલમાં 3 દર્દી મળ્યા હતા. આ સાથે શહેરમાં કોરોનાના દર્દીની સંખ્યા 298 થઈ ગઈ છે. રાજ્યમાં શનિવારે સંક્રમણના 78 કેસ આવ્યા હતા. સૌથી વધારે 46 દર્દી ઈંદોરમાં મળ્યા હતા. ભોપાલમાં 15 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજધાનીમાં શનિવારે એક IAS અધિકારી અને તેમના દિકરામાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યુ હતું.
ઉત્તર પ્રદેશ, સંક્રમિત-464: રાજ્યમાં કુલ સંક્રમિતોમાં 264 તબલીઘ જમાત સાથે જોડાયેલા છે. 19 નવા કેસ સામે આવ્યા છે. આગ્રામાં વધુ 3 સંક્રમિત મળ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રાજ્યની વધુ 5 મેડિકલ કોલેજોને કોરોના વાઈરસની તપાસ કરવા મંજૂરી આપી છે. હવે રાજ્યમાં 14 સરકારી લેબમાં દરરોજ 2 હજાર નમૂનાની તપાસ કરી શકાશે.
રાજસ્થાન, સંક્રમિત 796: રવિવારે અહીં 96 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમાથી જયપુરમાં 35, બાંસવાડામાં 15, ટોંકમાં 11, બિકાનેર, અને જોધપુરમાં 8-8, હનુમાનગઢમાં 2, જ્યારે ચૂરુ, જૈસલમેર અને સીકર 1-1 દર્દી મળ્યા છે. રાજ્યમાં ગઈકાલે એક દિવસમાં સૌથી વધારે 139 નવા લોકો પોઝિટિવ મળ્યા હતા. જેમાંથી 80 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ગુજરાત, સંક્રમિત-494: આ રવિવારે 25 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પૈકી 23 દર્દી અમદાવાદ અને આણંદમાં 3 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં શનિવારે 90 સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં સૌથી વધારે 251 સંક્રમિત અમદાવાદમાં અને ત્યારબાદ 77 વડોદરામાં છે.
દિલ્હી, સંક્રમિત-1069ઃ નિઝામુદ્દીન મરકજ સાથે સંકડાયેલા તબલીધી જમાતને લીધે દેશમાં કોરોના સંક્રમણના કેસ વધ્યા છે. જોકે હવે કેજરીવાલ સરાકરે હેલ્થ બુલેટીનમાં મરકજ કેટેગરી હટાવી દીધી છે.
ગઈકાલે ક્યાં કેટલાં કેસ સામે આવ્યા હતા?
શનિવારે મહારાષ્ટ્રમાં 187, દિલ્હીમાં 166, રાજસ્થાનમાં 139, ગુજરાતમાં 90 અને મધ્ય પ્રદેશમાં 78 નવા કેસ સામે આવ્યા છે. બીજી બાજુ કર્ણાટકમાં 8, ઝારખંડ અને હરિયાણામાં 3-3 તથા બિહારમાં 4 કેસ સામે આવ્યા છે.
તપાસ માટે પહોંચેલી મેડિકલ ટીમને ઘરમાં બંધક બનાવી લેવાયા
બડગામના શેખપોરામાં એક વ્યક્તિનુ સ્ક્રિનિંગ કરવા પહોંચેલી મેડિકલ ટીમને ઘરમાં બંધક બનાવી લેવામાં આવી હતી. માહિતી મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તો તેની ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે આરોગ્ય કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા.
પટનામાં સંક્રમણના શંકાસ્પદ વ્યક્તિ હોસ્પિટલમાંથી ભાગી ગયો
પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (PMCH)માં એક મોટી લાપરવાહી સામે આવી છે. અહીંથી કોરોના સંક્રમણનો એક શંકાસ્પદ દર્દી ભાગી ગયો હતો. તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તપાસ રિપોર્ટના રાહ જોવામાં આવતી હતી. આ મહિલા દર્દી લાપતા હોવાની લેખિત માહિતી પોલીસને આપવામાં આવી છે.
મહારાષ્ટ્ર, બંગાળ, તેલંગાણા, પંજાબ તથા ઓડિશામાં લોકડાઉન લંબાવાયુ
બીજી બાજુ દેશમાં પાંચ રાજ્યોએ લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ તથા તેલંગાણા સરકારે શનિવારે લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. પંજાબ અને ઓડિશા અગાઉ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એવો શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર દેશભરમાં લોકડાઉનને બે સપ્તાહ માટે લંબાવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મુખ્યમંત્રીઓ સાથે આશરે 4 કલાકની વિડિયો કોન્ફરન્સિંગ કરી હતી. બેઠક બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું, પ્રધાનમંત્રીએ લોકડાઉન લંબાવવાનો યોગ્ય નિર્ણય કર્યો છે.
સરકારે કહ્યું- લોકડાઉન ન કર્યું હોત તો 45 હજાર કેસ હોત
કેન્દ્રીય મંત્રાલયોએ જણાવ્યું હતું કે દેશમાં અત્યાર આશરે 8 હજાર કેસ છે. જો લોકડાઉન ન હોત તો આ સંખ્યા 45 હજાર નજીક હોત. જો સરકારોએ ગંભીરતાથી કાર્ય ન કર્યું હોત તો અત્યાર સુધીમાં 8.2 લાખ કેસ સામે આવી ગયા હોત. માટે લોકડાઉન ખૂબ જ જરૂરી છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.