તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઠંડીથી હાલમાં તો કોઈ રાહત દેખાતી નથી. રવિવારથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, ત્યારબાદ પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. શનિવારે અમૃતસરમાં ગાઢ ધુમ્મસને કારણે 6 ફ્લાઇટ્સ મોડી પડી હતી જ્યારે બે કેન્સલ કરવી પડી હતી
હવામાન વિભાગે 29 ડિસેમ્બરથી આ રાજ્યોમાં કોલ્ડવેવ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હાડ થીજાવતી ઠંડી વચ્ચે રાજસ્થાનના 6 શહેરોમાં તાપમાન 5 ડિગ્રી નીચે આવી ગયુ છે, જ્યારે, પટના સહિત સમગ્ર બિહારમાં પારો 10 ડિગ્રી પર આવી ગયો છે. આ ઉપરાંત હિમાચલના કિન્નૌર, લાહૌલ-સ્પીતી અને ચંબાના પર્વતોમાં હિમવર્ષા થઈ શકે છે.
રાજસ્થાનમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે
રાજ્યમાં ફરી ઠંડીની અસર વર્તાઇ રહી છે. તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટ્યા બાદ શનિવારે રાત્રે રાજસ્થાનના છ શહેરોમાં તાપમાન પાંચ ડિગ્રી નીચે રેકોર્ડ થયું હતુ. વાદળછાયા વાતાવરણને કારણે દિવસનું તાપમાન પણ 18 થી 20 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. બીજી તરફ રાજસ્થાનમાં ગઈકાલે રાત્રે ફતેહપુરમાં 1.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતુ. જયપુરમાં તાપમાનનો પારો 8.4 ડિગ્રી નોંધાયું હતુ. હવામાન વિભાગે રાત્રીના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી જેટલો ઘટાડો થવાની આગાહી કરી છે.
હરિયાણામાં વરસાદની સંભાવના, પડશે કડકડતી ઠંડી
રાજ્યમાં ઠંડી ફરી એકવાર તેની અસર બતાવી શકે છે. રવિવારે હરિયાણામાં વરસાદ પડાવની સંભાવના છે. વાદળછાયું બન્યા પછી, વરસાદની સિસ્ટમ અહીં સક્રિય થઈ છે. આને કારણે હરિયાણામાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે. રવિવાર અને સોમવારે હળવા વરસાદની શક્યતા છે.
બિહારમાં ગયા સૌથી વધુ ઠંડુ
પટના સહિત સમગ્ર બિહારમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે ગગડ્યો છે. લોકોને હાલમાં ઠંડીથી રાહત મળે તેવી કોઈ સંભાવના જણાઈ રહી નથી. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે પર્વતો પર થઈ રહેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોપર જોવા મળી રહી છે. શનિવારે ગયા બિહારનો સૌથી ઠંડો જિલ્લો રહ્યો હતો. પટનાનું લઘુતમ તાપમાન 8.2 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતા 1.2 ડિગ્રી ઓછું હતું.
ઝારખંડમાં નહીં જોવા મળે ઠંડીની ભારે અસર
રાંચી સહિત ઝારખંડના મોટાભાગના જિલ્લામાં તાપમાન 27 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી લાઘટમ તાપમાન 10 થી 11 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. જ્યારે, મહત્તમ તાપમાન 25 થી 26 ડિગ્રી વચ્ચે રહેવાની શકયતા છે. શનિવારે, રાંચીમાં મહત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું, અને લઘુત્તમ તાપમાન 9.7 નોંધાયું હતું. 24 કલાકની અંદર રાંચીમાં તાપમાનમાં વધારો નોંધાયો છે.
વર્ષના અંતમાં ધુમ્મસથી છવાયેલા પંજાબમાં આજે વરસાદની સંભાવના
હવામાન વિભાગ અનુસાર પંજાબમાં વરસાદ પડી શકે છે. નવા વર્ષ સુધી ધુમ્મસ પણ ચવાયેલું રહેશે. પઠાણકોટ, ગુરદાસપુર, રોપડના ઉત્તરીય વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. શનિવારે સાંજે પંજાબના મોટાભાગના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું.
હિમાચલના કેલાંગમાં માઇનસ 11 ડિગ્રી તાપમાન
શનિવારે હિમાચલમાં લાહૌલ સ્પીતીમાં બરફવર્ષા થઈ હતી. આને કારણે અહીં પર્યટકોનો ધસારો જોવા મળ્યો હતો, જેના કારણે અટલ ટનલના ઉત્તર પોર્ટલ પર જામ થઈ ગયો હતો. હિમાચલમાં હિમવર્ષા અને વરસાદ પડી શકે છે. હિમાચલમાં માઇનસ 11.10 સાથે કેલાંગ સૌથી ઠંડું રહ્યું હતું.
અરુણાચલમાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા.
અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાન માઈનસ 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. અહીં પ્રતિ કલાક 80 થી 90 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસો રાજ્યના પર્વતીય વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ રહી છે.
15 હજાર ફૂટની ઉંચાઇએ યાક દ્વારા માલસામાન પરિવહન
એલએસી પરના આપણાં સૈનિકો એવી જગ્યાઓ પર તૈનાત છે, જ્યાં રસ્તાઓ દ્વારા પહોંચવું શક્ય નથી. તેથી આપણે 15,500 ફીટની ઉંચાઇએ જરૂરી સંસાધનોને પહોંચાડવા માટે યાકનો ઉપયોગ કરીએ છીએ જેના દ્વારા, 90 કિલો વજન સીધીનો માલ-સમાન પહોંચાડી શકીએ છીએ.
ચંદીગઢમાં ઝરમર વરસાદ થઈ શકે છે, તાપમાનમાં થશે ઘટાડો
ચંદીગઢમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને રવિવાર બપોર પછી હળવો ઝરમર ઝરમર વરસાદ પડી શકે છે. સોમવારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ત્યારબાદ તાપમાન ઘટશે, અને ઠંડી પણ વધશે. ધુમ્મસ પણ છવાઈ શકે છે. ચંદીગઢમાં શનિવારે લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાયું હતું.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.