તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મધ્ય પાકિસ્તાનમાં ચક્રવાત જેવી પ્રવૃત્તિ થવાના કારણે ઉત્તર ભારતના ઘણા વિસ્તારમાં આવનારા એક-બે દિવસ ઠંડી અને પવનનું જોર વધશે. હિમાચલ અને કાશ્મીરમાં ત્રણ દિવસ બરફવર્ષા સાથે હળવો વરસાદ થશે. અહીં ઘણા વિસ્તારમાં પારો સતત શૂન્યથી નીચે રહ્યો છે. પહાડી વિસ્તારમાં ઠંડા પવનથી દિલ્હી, રાજસ્થાન અને પંજાબમા શીતલહેર થશે. મધ્યપ્રદેશમાં પણ આગામી ત્રણ દિવસ ઠંડી વધે તેવા અણસાર છે. બિહારમાં તડકો પડવાથી લોકોને ઠંડીથી રાહત મળી છે.
હિમાચલઃઆજે બરફવર્ષા અને વરસાદના અણસાર
હિમાચલ પુરી રીતે શીતલહેરના સકંજામાં આવી ગયો છે. અહીંના સાત મોટા શહેરનું ન્યૂનતમ તાપમાન ફ્રીજિંગ પોઈન્ટ કરતા નીચે ચાલ્યું ગયું છે. રવિવારે મોડી સાંજે શિમલામાં હળવો વરસાદ પણ થયો. હવામાન વિભાગે હમીરપુર, બિલાસપુર, ઉના સહિત મંડી, કાંગડા, સિરમૌર અને સોલન જિલ્લાના મેદાની ભાગમાં 29,30 અને 31 ડિસેમ્બરે ધુમ્મસ સાથે શીતલહેર થવાનું અથવા યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ વખતે મેદાનમાં પહાડો કરતા વધુ ઠંડી પડી રહી છે. રવિવારે સાત શહેરનું ન્યૂનતમ તાપમાન માઈનસમાં રેકોર્ડ થયું છે. કેલોન્ગ માઈનસ 11.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું. કલ્પામાં પારો માઈનસ 3.4 મંડીમાં માઈનસ 2, ભુંતરમાં માઈનસ 1.6, સુંદરનગરમાં માઈનસ 1.2 સોલનમાં માઈનસ 0.5, મનાલીમાં માઈનસ 0.6 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું છે.
કાશ્મીરઃ ઘાટીમાં આગામી ત્રણ દિવસમાં હળવો વરસાદ અને બરફવર્ષા કાશ્મીરમાં રવિવારે શીતલહેર વધી ગઈ છે, જેનાથી ઘાટીમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી ઘણા ડિગ્રી સેલ્સિયસ નીચે ચાલી ગયું છે. ઉત્તર કાશ્મીરમાં ગુલમર્ગમાં તાપમાન શૂન્યથી 7.2 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું છે, જ્યારે ગત રાતે તાપમાન શૂન્યથી 6.5 ડિગ્રી સેલ્સિયસ નીચે રહ્યું હતું. ઘાટીમાં ગુલમર્ગ સૌથી ઠંડુ સ્થાન રહ્યું. હવામાન વિભાગનું અનુમાન છે કે ઘાટીમાં આગામી ત્રણ દિવસોમાં હળવો વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે.
રાજસ્થાનમાં 28, 29 અને 31ના રોજ કોલ્ડ ડેનું ઓરેન્જ એલર્ટ રાજસ્થાનના પહાડી વિસ્તારનો ઠંડો પવન મેદાની વિસ્તાર તરફ ફુંકાતા રાજસ્થાનમાં આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર વધશે. શીતલહેર થવાથી પારો ગગડશે. હવામાન વિભાગનું અનુમાન છે કે 30 ડિસેમ્બર સુધી ઘણા શહેરોમાં દિવસ-રાત પારામાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. ગત રાતે લગભગ ઘણા શહેરોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યો. માઉન્ટ આબૂ બે ડિગ્રી સાથે સૌથી ઠંડું રહ્યું. હવામાન વિભાગે અમુક સ્થળ પર આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે.
મધ્યપ્રદેશમાં આજે ઠંડીનું જોર
મધ્યપ્રદેશમાં 22 જગ્યાએ તાપમાન 4થી 10 ડિગ્રી સુધી નોંધાયું છે. હોશંગાબાદમાં સૌથી વધુ 13.2 ડિગ્રી સુધી પારો ગયો. ઈન્દોરમાં 12.5 ડિગ્રી સેલ્સિયસ અને ભોપાલમાં 10.8 ડિગ્રી નોંધાયો.જો કે, ઉમરિયા હાલ પણ સૌથી ઠંડું છે. અહીં રાતનો પારો 4.2 ડિગ્રી સુધી આવી ગયો. મધ્યપ્રદેશમાં 28થી ઠંડી જોર પકડે તેવી સંભાવના છે. મધ્ય પાકિસ્તાન પર સાઈક્લોન થાય તેવી શક્યતા છે.
પંજાબઃ આગામી ચાર દિવસ હાડ થીજવનારી ઠંડીના અણસાર
પંજાબમાં એક વાર ફરી શીતલહેર થવાથી ઠંડી પડવા લાગી છે. છેલ્લા પાંચ દિવસમાં તડકાથી વધેલું તાપમાન રવિવારે થયેલા વરસાદ અને શીતલહેના કારણે ઘટી ગયું છે. સવારે અમૃતસર સૌથી ઠંડું રહ્યું. અહીંનું તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું, સાથે જ અન્ય જિલ્લામાં 18 ડિગ્રી સુધી તાપમાન રેકોર્ડ થયું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ચાર દિવસ ઠંડો પવન અને ધુમ્મસના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થશે.
બિહારઃ તડકો થવાથી થોડીક રાહત, હાલ હવામાનમાં કોઈ ફેરફાર નહીં થાય
બિહારમાં તડકો નીકળવાથી લોકોને ઠંડીથી રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પટનાનું તાપમાન શનિવાર જેવું જ રહ્યું. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવનારા 48 કલાકમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની સંભાવના જોવા મળી રહી નથી. રવિવારે ગયા સૌથી ઠંડું શહેર રહ્યું, જેનું તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. પટનાનું મહત્તમ તાપમાન 22.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 0.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે.
દિલ્હીઃ મોડી રાતે ઝરમર વરસાદ, આજથી શીતલહેર
દિલ્હીનું ન્યૂનતમ તાપમાન 5.7 ડિગ્રી અને એર ક્વોલિટી ઈન્ડેક્સ 378 નોંધાયું. રવિવારે મોડી રાતે દિલ્હીમાં ઘણી જગ્યાએ ઝરમર વરસાદ થયો હતો. સાથે જ સૌથી ઓછી વિઝિબીલિટી 200 મીટરની આસપાસ નોંધાઈ. હવામાન વિભાગનું માનવું છે કે રવિવારે અને સોમવારે પશ્વિમ વિક્ષોભના સક્રિય થવાના કારણે દિલ્હીના તપામાનમાં હળવો વધારો થશો. સાથે જ 28 ડિસેમ્બરથી શીતલહેર થઈ શકે છે. આ દરમિયાન પારો 3 થી 5 ડિગ્રી પર પહોંચી શકે છે.
છત્તીસગઢમાં ઝાકળની બૂંદ
રાજ્યના ઉત્તરના પહાડી વિસ્તારમાં સવારે ઝાકળનું જામવાનું ચાલું છે, તો આ તરફ વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આ વર્ષે રાજધાની રાયપુર સહિત આખા પ્રદેશમાં ફેબ્રુઆરી સુધી સારી ઠંડી પડશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.