તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર નોલેજ સિરીઝ:નાસ લેવો એ કોરોનામાં છેલ્લો વિકલ્પ નથી, વરાળથી છાતીમાં રાહત મળે છે પણ સંક્રમણ ખતમ નથી થતું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ધીમે ધીમે ઊંડા શ્વાસ લો અને છોડો, તેનાથી બ્રિથિંગ જરૂર સુધરશે
  • સામાન્ય વ્યક્તિ માટે અડધો કલાકની કસરત સારી, પરંતુ તમારા આરોગ્ય પ્રમાણે પસંદ કરો
  • સંક્રમિત હોવ તો ડૉક્ટરની સલાહ પ્રમાણે બ્રીથિંગ એક્સરસાઈઝ કરો

શ્રી બાલાજી એક્શન મેડિકલ ઈન્સ્ટિટ્યૂટના ઈન્ટરનલ મેડિસિન ડિપાર્ટમેન્ટના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. અરવિંદ અગ્રવાલ જણાવે છે કે, કોરોનાકાળમાં શ્વાસ પર એવું સંકટ આવ્યું છે કે, લોકોમાં શ્વાસ સરળતાથી કેવી રીતે લઈએ તેની જિજ્ઞાસા વધી ગઈ છે. કેવી રીતે શ્વાસોચ્છવાસ સુધારવો અને તેના માટે કઈ કસરત જરૂરી છે. આવા સવાલો મુદ્દે ભાસ્કરના પવન કુમારે નિષ્ણાતો સાથે વાત કરી. જાણો તેમના સૂચનો...

ડૉ. અરવિંદ અગ્રવાલ, ઈન્ટરનલ મેડિસિન, શ્રી બાલાજી એક્શન મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ
ડૉ. અરવિંદ અગ્રવાલ, ઈન્ટરનલ મેડિસિન, શ્રી બાલાજી એક્શન મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ

પ્રશ્નઃ હાલ અનેક ફિટ લોકો પણ ગંભીર સંક્રમણનો શિકાર થઈ રહ્યા છે. શારીરિક ફિટનેસ બિમારીથી બચવામાં કેટલી કારગર છે?
જવાબઃ કોવિડ સંક્રમણ કોઈને પણ થઈ શકે. જોકે, સંક્રમણ પછી રોગની ગંભીરતા કેટલાક અંશે વ્યક્તિના માનસિક આરોગ્ય પર પણ નિર્ભર રહે છે. કોરોના સંક્રમણ ફક્ત શ્વસન તંત્ર જ નહીં, પરંતુ સંપૂર્ણ આરોગ્ય પર અસર કરે છે. એટલે તેની ગંભીરતાનું આકલન પહેલેથી કરવું યોગ્ય નથી. આમ છતાં, માનસિક આરોગ્ય સારું રાખવાથી ઘણાં રોગો સામે લડવામાં મદદ મળે છે.

પ્રશ્નઃજિમ બંધ છે. દોડવું, સાઈકલિંગ થઈ નથી શકતું. શું ઘરે સામાન્ય કસરત ફિટ રહેવા પૂરતી છે?
જવાબઃ સંક્રમણના આ દોરમાં ઘર પર રહેવું અને કસરત કરવી બંને જરૂરી છે. આ માટે યોગ, સ્ટ્રચેંગ જેવા અનેક વિકલ્પ મોજુદ છે, જે ઘરે નાની જગ્યામાં પણ થઈ શકે છે. આ સાથે બ્રીથિંગ એક્સરસાઈઝ પણ કરો. 2-3મિનિટ સુધી ધીમે ધીમે ઊંડા શ્વાસ લો અને છોડો. તેનાથી ફેફસાંને લાભ થશે અને તણાવમાં પણ ઘણી રાહત મળશે.

પ્રશ્નઃ કોઈ વ્યક્તિએ ફિટ રહેવા કેટલો સમય કસરત કરવી તેનો માપદંડ શું છે?
જવાબઃ દરેક વ્યક્તિ આરોગ્ય, ઉંમર, શારીરિક ક્ષમતા અને તેમને જે કોઈ રોગ હોય તે પ્રમાણે કસરત પસંદ કરી શકે. જો કોઈને સ્થૂળતા છે, તો અચાનક ભારે કસરત તેમના માટે યોગ્ય નથી. એક સામાન્ય વયસ્ત દિવસમાં ઓછામાં ઓછી અડધો-પોણો કલાક કસરત કરી શકે. વૃદ્ધો માટે પણ યોગ, આસન, સ્ટ્રેચિંગ લાભદાયી છે.

પ્રશ્નઃ સોશિયલ મીડિયા પર કહેવાય છે કે, જો એક મિનિટ શ્વાસ રોકી શકો તો કોરોના થવાનો ખતરો ઓછો છે. તે સાચું છે?
જવાબઃ ભ્રામક માહિતીથી બચો. ફક્ત નિષ્ણાતોની સલાહ લો. બ્રીથિંગ એક્સરસાઈઝ શ્વસનતંત્ર માટે લાભદાયી છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ તેને ફક્ત શ્વાસ રોકવાની ક્ષમતા સાથે જોડવું ઠીક નથી.

પ્રશ્નઃ શું નાસ લેવાથી બ્રીથિંગ સુધારવામાં અને સંક્રમણ ઘટાડવામાં લાભ મળે?
જવાબઃ ફેફસાંની અનેક સમસ્યાઓમાં નાસ લેવાનું કહેવાય છે. બંધ નાક અને કફમાં આરામ મળે છે. દિવસમાં બે-ત્રણ વાર નાસ લેવાથી કોરોનાના અનેક દર્દીઓને ફાયદો થયો છે, પરંતુ તે અંતિમ વિકલ્પ નથી. તેનાથી થોડો સમય રાહત મળે છે, પરંતુ સંક્રમણમાંથી મુક્તિ નથી મળતી.

પ્રશ્નઃ જો કોઈ વ્યક્તિ એક મિનિટ સુધી શ્વાસ ન રોકી શકે કે હળવી કસરત કરવામાં શ્વાસ ફૂલવા લાગે છે કે તો શું બ્રીધિંગ સુધારવાની કોઈ વિશેષ પ્રક્રિયા છે?
જવાબઃ સૌથી પહેલા એ સમજો કે જો કોઈ વ્યક્તિને હળવી કસરતમાં જ શ્વાસ ફૂલવા લાગે તો બની શકે કે તે મેદસ્વીતાનો શિકાર હોય કે પછી હૃદયરોગના ભણકારા હોય. એટલા માટે સૌથી પહેલા તેના વધારાના ટેસ્ટ કરાવો. બીજી વાત, બ્રીધિંગ એક્સરસાઈઝ ચોક્કસપણે ફાયદાકારક હોય છે. તેની સંપૂર્ણ સ્વાસ્થ્ય પર અનુકૂળ અસર થઈ શકે છે. કપાલ ભાતિ, અનુલોમ-વિલોમ બ્રીધિંગ પેટર્ન સુધારવામાં મદદરૂપ હોય છે પણ જો શ્વાસની કોઈ તકલીફની સમસ્યા રહેતી હોય તો તપાસ કરાવો. એકંદરે આ વ્યાયામને મદદથી દૃષ્ટિથી જુઓ, તેને સીધી રીતે સમાધાન ન માની લેશો. સાથે જ આપણે એવી કોઈ પણ ભ્રમિત કરતી માહિતીથી બચવું જોઈએ, જે વાતની નિષ્ણાતો પુષ્ટિ ન કરતા હોય.

પ્રશ્નઃ જે સંક્રમિત થઈ ચૂક્યા છે તેમણે વ્યાયામ કરવાની જરૂર છે? બ્રીધિંગ સંબંધી કઈ કસરતો કરી શકાય?
જવાબઃ એ વાત પર નિર્ભર કરે છે કે સંક્રમણ બાદ દર્દી કઈ સ્થિતિમાં છે? જો તેના ફેફ્સાં ખરાબ રીતે અસરગ્રસ્ત થયા હોય અને શ્વાસ લેવામાં અવરોધ આવી રહ્યો હોય તો તેને કોઇ પણ પ્રકારની વધારાની સલાહ ન આપી શકાય. જ્યારે ઘણા લોકો એવા છે કે જે સંક્રમિત છે પણ કોઈ રીતે કષ્ટદાયક લક્ષણ ધરાવતા નથી કે પછી સંક્રમિત થયા બાદ સારી રીતે શ્વાસ લેવાની સ્થિતિમાં હોય છે તે સંભવત: બ્રીધિંગની કસરતો કરી શકે છે પણ તે ડૉક્ટરની સલાહ પ્રમાણે જ કરવી. તેને એ રીતે સમજો કે સંક્રમણ બાદ ફેફ્સાંને વધારે નુકસાન થવાનું જોખમ રહે છે. એટલા માટે વધારાની સાવચેતી જરૂરી છે. તેથી જો તમે સંક્રમણ બાદ પણ પોતાની જાતને કસરત કરવાને યોગ્ય સમજો છો તો પણ તમારી સારવાર કરી રહેલા ડૉક્ટરની સલાહ લો. તે સારું માર્ગદર્શન આપશે, કેમ કે તમારી સ્થિતિની તેમની પાસે જાણકારી હશે. દરેક દર્દીની સ્થિતિ અલગ-અલગ હોઈ શકે છે.

પ્રશ્નઃ સંક્રમણ બાદ ગળામાં ખારાશ અનેકવાર થાય છે, આ મુખ્ય લક્ષણ પણ છે. તેના માટે કોગળા કરવાની સાથે ગળાની કસરત પણ કરી શકાય છે?
જવાબઃ સંક્રમણના કોઈ પણ લક્ષણ બાદ ફક્ત ટેસ્ટ, આઈસોલેશન અને ડૉક્ટરની સલાહ જ યોગ્ય છે. સામાન્ય દિવસોમાં જોવાયું છે કે ગળામાં ખારાશ વગેરેમાં આરામ મળે છે અને કોવિડ સંક્રમણ બાદ પણ આવી ગળાની ખારાશનો સામનો થાય છે. એટલા માટે બની શકે કે ડૉક્ટર કોગળા કરવાની સલાહ આપે.

પ્રશ્નઃ કોરોના સંક્રમણમાં નાકમાંથી પાણી વહે, નાક બંધ થઈ જાય અને ગંધ ન આવે તે મુખ્ય લક્ષણ ગણાય છે. નાકના માધ્યમથી બ્રીધિંગ સુધારવા માટે કઈ કસરત કરી શકાય?
જવાબઃ જો વ્યક્તિ સામાન્ય રીતે બેસીને ઊંડા શ્વાસ લે છે તો પણ તે મહદઅંશે તેના ફેફ્સાંની સારી સ્થિતિ સુનિશ્ચિત કરે છે. આપણે શારીરિક વ્યાયામની સાથે સાથે બ્રીધિંગ એક્સરસાઈઝનું પણ મહત્ત્વ સમજવું જોઈએ પરંતુ સાથે જ એ પણ સમજવું પડશે કે કોવિડ સંક્રમણ ફેફ્સાંને અત્યંત વ્યાપક સ્તરે નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. ઘણાં દર્દીઓને એચઆરસીટી સ્કેનની સલાહ અપાય છે કે જેથી તેમના ફેફ્સાંની સ્થિતિ જાણી શકાય. એવામાં તમારા ફેફ્સાંને વધારે કષ્ટ આપવું મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલા માટે સંક્રમણ બાદ પણ જો તમે પોતાને સક્ષમ સમજો છો તો પણ ડૉક્ટરને પૂછીને બ્રીધિંગ એક્સરસાઈઝ કરશો તો સારવારની સાથે સાથે તેના વધારાના હકારાત્મક પરિણામ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...