તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Smriti Irani Tweet On Pawri Ho Rahi Hai Girl Know Who Is Dananeer Mobeen Know Everything

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

#Pawri Video વાઈરલ:ભારતમાં વાયરલ થયો પાકિસ્તાની છોકરીનો વીડિયો , થઈ ગઈ રાતો રાત ફેમસ; સ્મૃતિ ઈરાનીએ કહ્યું- આના કરતાં Desi Tommy સારી

11 દિવસ પહેલા

ભારતમાં અત્યારે એક પાકિસ્તાની છોકરીનો #Pawri વીડિયો ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયો અત્યારે ખૂબ ચર્ચામાં છે. આ વીડિયો છે એક પાકિસ્તાનની 19 વર્ષની છોકરી દાનાનીર મોબીન ઉર્ફે ગીનાનો. દાનાનીરે ઈનસ્ટાગ્રામ પર 6 ફેબ્રુઆરીએ 'હમારી પાવરી હો રહી હૈ' વીડિયો અપલોડ કર્યો ત્યારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેને સોશિયલ મીડિયા પર આટલો સારો રિસ્પોન્સ મળશે. જોકે હવે આ વિશે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમનો પણ મત રજૂ કર્યો છે.

દાનાનીરનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. તે વીડિયોમાં પાર્ટી શબ્દનો ઉચ્ચારણ પાવરી તરીકે કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર તે ચર્ચાનો વિષય બની ગયો છે અને તેથી #PawriHoRahiHai ટ્રેન્ડ થઈ રહ્યું છે. ભારતમાં આ વીડિયોની લોકપ્રિયતા ત્યારે વધી ગઈ જ્યારે સંગીતકાર યશરાજ મુખાતેએ તેનું એક રિમિક્સ પણ બનાવી દીધું.

કોણ છે દાદાનીર મોબીન?
દાનાનીર કન્ટેન્ટ ક્રિએટર છે અને તેણે પોતાનું રહેવાનું ઠેકાણું ઈસ્લામાબાદ જણાવ્યું છે. ટ્વિટર પર તેના 29.2K ફોલોઅર્સ છે. 20 માર્ચ 2020ના રોજ તેણે ટ્વિટર જોઈન કર્યું છે. નોંધનીય છે કે, પાવરી વાળા તેના વીડિયો પછી જ સોશિયલ મીડિયામાં તેના ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. લોકોને ઈન્ફુઅલન્સર ગણાવતા દાનાનીરે લખ્યું છે કે, લોકોને પ્રેમ, સ્માઈલ અને દયાળુ બનવા માટે પ્રેરણા આપવી તેમનો ઉદ્દેશ છે.

દાનાનીરને મેકઅપ આર્ટ અને ફેશનમાં પણ ઘણો રસ છે. તેની યુ-ટ્યૂબ ચેનલ પેજ પર આ પ્રકારના વીડિયો પણ જોવા મલી રહ્યા છે. આ પેજ પર દાનાનીરના 44.3 સબ્સક્રાઈબર્સ છે. આ ચેનલ પર એવા પણ વીડિયો છે જેનાથી ખ્યાલ આવે કે દાનાનીરને ફરવાનો પણ ઘણો શોખ હશે. તે ઘણી વખત મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે પણ વાત કરે છે. દાનાનીર મલ્ટીટેલેન્ટેડ પર્સનાલિટીથી કુકિંગ સાથે પણ જોડાયેલી છે. તેને રસોઈ કરવી ગમે છે અને તે વિશે બ્લોગ પણ બનાવે છે. સિંગિંગ અને પેઈન્ટિંગના શોખની સાથે તેને કુતરા સાથે પણ ઘણો પ્રેમ છે.

ઈન્સ્ટાગ્રામ પર 6 ફેબ્રુઆરી 2021એ દાનાનીર પાવરીવાળો વીડિયો અપલોડ કરીને રાતોરાત ઈન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. ઈન્સ્ટાગ્રામ પર દાદાનીરના 565K ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાયોમાં લખ્યું છે કે, મને ગીના બોલાવી શકો છો પરંતુ મારું સાચુ નામ યોગ્ય રીતે બોલતા શીખો. ઈન્સ્ટાગ્રામપર દાનાનીરે 6 ફેબ્રુઆરીએ અપલોડ કરેલા વીડિયોને 36 લાખથી વધારે વ્યૂ મળી ચૂક્યા છે.

યશરાજ મુહાતેના વીડિયોને પણ લાખો વ્યૂ મળ્યા
યશરાજ મુહાતેએ દાનાનીરના આ પ્રખ્યાત ડાયલોગનો ઉપયોગ કરીને એક મેશપ બનાવ્યું છે. તેને પણ ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં 4.3 લાખ વ્યૂ મળ્યા છે. જોકે જ્યારે ઘણાં લોકોએ આ રિમિક્સને શેર કર્યો ત્યારે સ્મૃતિ ઈરાનીએ ખુલાસો કર્યો કે, તેમને યશરાજની પહેલાંના મેશપમાંથી એક બે વધારે પસંદ છે.

સ્મૃતિ ઈરાનીએ પાવરી સામે આપ્યો આ જવાબ
આજે સવારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ યશરાજનો એક જૂનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં બિગ બોસ સ્પર્ધક શહનાજ ગિલના ડોયલોગ, 'મેરી કોઈ ફીલિંગ્સ નહીં હૈ? ત્વોડા કુત્તા ટોમી, સાડા કુત્તા કુત્તા'નો ઉપયોગ કરીને એક રીમિક્સ બનાવ્યું હતું.
વીડિયો શેર કરતાં સ્મૃતિ ઈરાનીએ લખ્યું કે, જ્યારે તમે #Pawri કરતાં દેશી ટોમીને વધારે પસંદ કરો છો. સ્મૃતિ ઈરાનીએ લખ્યું છે કે, મને ખબર છે કે, મેં #Pawri માટે થોડું મોડું કરી દીધું છે. પણ તમે #Pawri છોડો શહેનાઝ ગિલની ફીલિંગ્સ વિશે વિચારો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો