• Gujarati News
  • National
  • Said My Daughter Is A College Student, Not Running A Bar; I Will Ask The Congress For An Answer In The Court

ગેરકાયદે બાર ચલાવવાના આરોપ પર ભડક્યાં કેન્દ્રીય મંત્રી:કહ્યું- મારી દીકરી કોલેજ સ્ટૂડન્ટ છે,બાર નથી ચલાવતી; કોંગ્રેસ પાસે તો કોર્ટમાં જવાબ માગીશ

નવી દિલ્હી2 મહિનો પહેલા

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દીકરી પર ગેરકાયદે બાર ચલાવવાના આરોપને લઈને ચોખવટ કરી છે. શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી તેમને કહ્યું કે આ ખોટું છે અને તે માટે તેઓ કોંગ્રેસ પાસેથી તો કોર્ટમાં જવાબ માગીશ.

તેમને કહ્યું કે તેમની દીકરી કોલેજ સ્ટૂડન્ટ છે, તે કોઈ બાર નથી ચલાવતી. કોંગ્રેસ મને અને મારી દીકરીને બદનામ કરી રહી છે.

સ્મૃતિએ કહ્યું- કોંગ્રેસ પ્રવક્તાએ પુત્રીને અપમાનિત કરી
અમેઠી સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસના પ્રવક્તાઓએ તેમની દીકરીને અપમાનિત કરી છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ પેપર દેખાડીને કહ્યું કે મારી દીકરી બાર ચલાવે છે. આ બધું કોંગ્રેસ નેતૃત્વના આદેશ પર થઈ રહ્યું છે.

RTIના આધારે લગાવી રહ્યાં છે આરોપ
સ્મૃતિએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે મારી દીકરીને શો કોઝ નોટિસ મોકલવામાં આવે. હું પૂછું છું કે જે પેપર તેઓ દેખાડી રહ્યાં હતા તેમાં શું મારી પુત્રીનું નામ છે? કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે તેઓ RTIના આધારે મારી પુત્રી પર આરોપ લગાડી રહ્યાં છે. શું RTIના તે આવેદનમાં મારી દીકરીનું નામ છે? શું તેના જવાબમાં મારી દીકરીનું નામ છે?

ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસ પ્રવક્તાએ હસતા હસતા કહ્યું, 'હું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરૂદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરું છું. હાં, હું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરૂદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરું છું અને કરતી રહીશ. હું કોંગ્રેસના નેતાઓ પાસેથી કોર્ટમાં જવાબ માગીશ.'

કોંગ્રેસે જોઇશ ઈરાની પર ગેરકાયદે બાર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સ્મૃતિ ઈરાનીની દીકરી જોઇશ ઈરાની ગોવામાં સિલી સોલ્સ કેફે એન્ડ બાર નામથી જે રેસ્ટોરાં ચલાવે છે, તેનું લાયસન્સ ગેરકાયદે છે. તેના માલિકોએ શરાબ માટેનું લાયસન્સ જેના નામે રિન્યૂ કરવાવ્યું, તેમનું 13 મહિના પહેલાં જ મોત થઈ ગયું છે. આ મુદ્દે વકીલ એરેઝ રોડ્રિગ્ઝે ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...