તમિલનાડુ:તિરૂપુર જીલ્લામાં ‘સ્માર્ટ ડસ્ટબિન’ મૂકવામાં આવી, કચરો ભરાઈ જતા સફાઈકર્મીને જાણકારી આપશે

તિરૂપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમિલનાડુના તિરૂપુર જીલ્લામાં પ્રથમવાર  IoT(ઇન્ટરનેટ ઓફ થિંગ્સ)  આધારિત ડસ્ટબિન મૂકવામાં આવી છે. આ કચરાપેટીની સ્પેશિયલ વાત એ છે કે, તેમાં સેન્સર્સ મુકેલા છે આથી તે આખી ભરાય જાય ત્યારે  કલેક્શન વાહનને સૂચના આપી દેશે અને તે લોકો આવીને કચરો લઇ જશે. આમ કરવાથી રસ્તા પર છે કચરાપેટી છલકાયેલી દેખાય છે તે નહિ થાય. તિરૂપુર જીલ્લા અધિકારીએ આ કચરાપેટીના કામનો વીડિયો પણ ટ્વીટ કર્યો છે. 

ડસ્ટબિનમાં સેન્સર તેમાં કેટલો કચરો ભર્યો છે તેની જાણ નગરપાલિકા કર્મચારીઓને આપી દે છે. આ ટેક્નોલોજીથી તેમાં કચરાણો ઓવરફ્લો અને ગંદકી પણ નહિ થાય. 

અન્ય સમાચારો પણ છે...