વિદ્યાર્થી પ્લેટફોર્મ પરથી નીચે પડ્યો, VIDEO:ટ્રેન પકડતી વખતે પગ લપસી ગયો; આરપીએફ જવાનોએ જીવ બચાવ્યો

11 દિવસ પહેલા

ચાલતી ટ્રેન વચ્ચે 20 સેકન્ડ સુધી એક યુવક ફસાઈ રહ્યો. પિતા સામે જ યુવક પ્લેટફોર્મ પર પડ્યો જે જોઈ પિતાના પણ હોશ ઉડી ગયા. આ દરમિયાન RPF કોન્સ્ટેબલ દોડી આવ્યો અને લોકોને ચેઈન ખેંચવા ઈશારો કર્યો હતો. ટ્રેન રોકાતા જ્યારે યુવકને કાઢવામાં આવ્યો ત્યારે તેને કોઈ ઈજા થઈ નહોતી. ઘટના બુધવારે સવારે 7 વાગ્યે દૌસા રેલવે સ્ટેશનની છે.

20 વર્ષીય અંશ આનંદ પોતાના ઘરેથી કોચિંગ જાવા માટે જયપુર જવા માટે નીકળ્યો હતો. દરમિયાન તે દૌસા રેલવે સ્ટેશનથી અમૃતસર એક્સપ્રેસમાં ચઢવા જઈ રહ્યો હતો કે ત્યારે જ તેનો પગ લપસી જતાં પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગયો હતો. પિતા ભૂપેન્દ્ર પોતાના છોકરાને બચાવવા મદદ માટે બુમો પાડવા લાગ્યા હતા.

અચાનક બનેલી આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં ચકચાર મચી ગઈ. યુવકના પિતાની બુમો સાંભળતા RPF કોન્સ્ટેબલ સુભાષ ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને ચેઈન ખેંચવાનો ઈશારો કર્યો હતો. થોડાક સમય બાદ જ્યારે ટ્રેન રોકાઈ ત્યારે અંશને બહાર કાઢવામાં આવ્યો. સદનસીબે યુવકે નીચે પડતા જ પોતાને સંભાળી લીધો હતો જેથી મોટી દુર્ઘટના ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...