તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ વર્ષે નબળું ચોમાસું:ગુજરાત અને રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતાઃ સામાન્યથી 60% ઓછા વરસાદનું અનુમાન, જ્યારે જૂનમાં 10% વધુ વરસ્યાં વાદળો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • ગુજરાત, રાજસ્થાન, ઓડિશા, કેરળ અને પૂર્વાત્તર ભારતમાં આગળ પણ વરસાદ ઓછો રહેવાની શક્યતા
  • સ્કાઈમેટે અગાઉ 13 એપ્રિલ 2021ના રોજ હવામાનની આગાહી જાહેર કરી હતી

હવામાનની આગાહી કરતી પ્રાઈવેટ કંપની સ્કાઈમેટે કહ્યું છે કે આ વર્ષે વરસાદનો આંકડો સામાન્યથી 60 ટકા ઓછો રહેશે. સ્કાઈમેટે આ પહેલાં 13 એપ્રિલ 2021ના રોજ હવામાનની આગાહી જાહેર કરી હતી. એ સમયે દેશમાં સામાન્ય વરસાદની વાત કહેવામાં આવી હતી, જોકે અપડેટેડ અનુમાન મુજબ, આ વર્ષે વરસાદ સામાન્યથી 60 ટકા ઓછી રહેવાની શક્યતા છે. હવામાનની ભૌગોલિક અસરની વાત કરવામાં આવે તો ગુજરાત, રાજસ્થાન, ઓડિશા, કેરળ અને પૂર્વાત્તર ભારતમાં આગળ પણ વરસાદ ઓછો રહેવાની શક્યતા છે. ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતા છે. જોકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારમાં વરસાદનો આંકડો સામાન્ય કે એનાથી વધુ રહ્યો છે. આ કારણે દેશના કેન્દ્રીય ભાગમાં પાક નબળો રહેવાની શક્યતા પણ છે.

ઓગસ્ટ-સપ્ટેમ્બર માટે વરસાદનું અનુમાન
સ્કાઈમેટે જૂન માટે 106 ટકા અને જુલાઈ માટે 97 ટકા વરસાદની આગાહી કરી હતી. એની સરખામણીએ જૂન અને જુલાઈમાં LPAના 110 ટકા અને 93 ટકા વરસાદ થયો. હાલની સ્થિતિને જોતાં સ્કાઈમેટે મોન્સૂનના અગાઉના અનુમાનમાં ફેરફાર કરીને તેને LPAના 94 ટકા કર્યું છે. મંથલી બેસિસ પર હવે મોન્સૂનની આગાહી આ રીતે છેઃ

  • ઓગસ્ટમાં LPA(258.2 MM)ની સરખામણીએ 80% વરસાદ પડી શકે છે. આ મહિને 80 ટકા શક્યતા ઓછા વરસાદની છે, જ્યારે 20 ટકા શક્યતા સામાન્ય વરસાદની છે.
  • સપ્ટેમ્બરમાં LPA(170.2 MM)ની સરખામણીએ 100% વરસાદ થઈ શકે છે. આ મહિને 60 ટકા શક્યતા સામાન્ય વરસાદની છે, 20 ટકા શક્યતા સામાન્યથી વધુ વરસાદની છે અને 20 ટકા શક્યતા સામાન્યથી ઓછા વરસાદની છે.

આ વર્ષે સમયે આવ્યું હતું મોન્સૂન
આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનની શરૂઆત સમયે થઈ હતી. ટેક્નિકલ રીતે લાંબા સમયમાં વરસાદનું સરેરાશ અનુમાન એટલે કે LPAના 110%, પરંતુ જૂનના અંતમાં સારો વરસાદ થયો હતો જ્યારે 11 જુલાઈ સુધી વરસાદ નબળો રહ્યો. આ કારણે જુલાઈમાં LPA 93 ટકા રહ્યો, એટલે કે સામાન્યથી ઓછો વરસાદ થયો.

જુલાઈ અને ઓગસ્ટમાં બ્રેક મોન્સૂન ફેઝ
મોન્સૂનમાં પ્રથમ બ્રેક જુલાઈમાં જોવા મળ્યો અને ઓગસ્ટના પ્રથમ પંદર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનમાં બીજો બ્રેક મોન્સૂન ફેઝ આવ્યો. નબળા વરસાદને કારણે સમગ્ર ભારતમાં સીઝનલ વરસાદની અછત ઓગસ્ટના બીજા પંદર દિવસ સુધીમાં 9 ટકા પર આવી ગઈ. સામાન્યથી ઓછા મોન્સૂનની સામાન્યથી નીચેની સ્થિતિમાં અત્યારસુધીમાં કોઈ સુધારો થયો નથી.

હિન્દ મહાસાગરના IODની અસર પડે છે
સ્કાઈમેટના MD જતીન સિંહના જણાવ્યા અનુસાર, મોન્સૂન નબળું પડવાનું કારણ હિન્દ મહાસાગરમાં IODના લાંબા 5 ફેઝ અને જુલાઈ-ઓગસ્ટમાં એમાં ફેરફાર હોઈ શકે છે. પશ્ચિમી હિન્દ મહાસાગરની સપાટીનું તાપમાન પૂર્વ હિન્દ મહાસાગરની સરખામણીમાં ઓછું અને વધુ રહે છે. ેને હિન્દ મહાસાગર દ્વિધ્રુવ એટલે કે Indian Ocean Dipole(IOD) કહે છે. જોકે સપ્ટેમ્બરમાં IOD બનવાના કોઈ સ્પષ્ટ સંકેત નથી

શું છે સ્કાઈમેટ અને કઈ રીતે કામ કરે છે
સ્કાઈમેટ હવામાનની આગાહી કરનારી અને કૃષિ રિસ્ક સોલ્યુશન આપનારી ભારતની એકમાત્ર ખાનગી કંપની છે. એની શરૂઆત 2003માં થઈ હતી. સ્કાઈમેટ પોતાનું ન્યૂમેરિક વેધર પ્રોડક્શન મોડલ રન કરે છે. વીજળીનો સપ્લાઈ કરનારી કંપનીઓ, ઘણા મીડિયો ગ્રુપ, ખેડૂતો સાથે જોડાયેલી સર્વિસ, કીટનાશક અને ફર્ટિલાઈઝર બનાવનારી અને લોજિસ્ટિક્સ ઓપરેટરોને આ કંપની હવામાનનું પૂર્વાઅનુમાન ઉપલબ્ધ કરાવે છે. સ્કાઈમેટ રિમોટ સેન્સિંગ અને UAVનું પણ સંચાલન કરે છે.