તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Sixty Percent Of The Country's Economy Will Catch Momentum Today, Only Activities Will Start In The Green Zone

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનમાં રાહત:દેશની 60 ટકા અર્થવ્યવસ્થા આજથી ગતિ પકડશે, માત્ર ગ્રીન ઝોનમાં ગતિવિધિઓ શરૂ થશે

નવી દિલ્હી7 મહિનો પહેલા
ફાઇલ તસવીર

કોરોનામુક્ત જિલ્લામાં સોમવારથી મર્યાદિત ગતિવિધિઓ શરૂ થઇ જશે. 25 માર્ચથી શરૂ થયેલા લૉકડાઉનના 25 દિવસ બાદ આવું પ્રથમ વાર થશે જ્યારે લોકો કામ પર નીકળશે. બીજી બાજુ કેન્દ્ર સરકારે ઇ-કોમર્સ કંપનીઓને તમામ સામાન ઓનલાઇન વેચવાની છૂટ પાછી ખેંચી કહ્યું કે કંપનીઓ માત્ર જરૂરી ચીજ-વસ્તુઓ જ ડિલિવર કરી શકશે.

કોને-કોને છૂટ મળી?
કાર્ગો/બહુજરૂરી સેવાઓ

 • હવાઇ, રેલવે, માર્ગ અને સમુદ્રી માર્ગે કાર્ગો પરિવહન
 • બે ડ્રાઇવર અને એક હેલ્પર સાથે માલવાહક વાહન
 • મેન્યુફેક્ચરિંગ, હોલસેલ, રિટેલ, દુકાનો/ગાડીઓથી સપ્લાય.
 • હાઇવે પર ઢાબા અને ટ્રક રિપેરિંગની ગેરેજ
 • ખૂબ જ જરૂરી સેવાઓ માટે સ્ટાફ અને મજૂરોને આવવા-જવાનું.
 • ફોર વ્હીલરમાં ડ્રાઇવર અને પાછળની સીટે એક વ્યક્તિને મંજૂરી.
 • ટુવ્હીલર પર માત્ર એક વ્યક્તિ.
 • કાર્યસ્થળે જનારા કર્મચારી.

કૃષિ સેવાઓ

 • ખેતરોમાં કામ કરી શકાશે. કૃષિ સાથે સંબંધિત ઉત્પાદનની વ્યવસ્થા સાથે જોડાયેલી એજન્સીઓ.
 • મશીનરીની દુકાનો, કસ્ટમ હાયરિંગ સેન્ટર, ખાતર અને બીયા સાથે સંકળાયેલી સેવાઓ.
 • માછલી પાલન, મરઘાપાલન અને વેચાણ.

જનઉપયોગી સેવાઓ

 • ઓનલાઇન શિક્ષણ સેવાઓ, ટીચિંગ, ટ્રેનિંગ, કોચિંગ, ‘મનરેગા’ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.

નાણાકીય/સામાજિક સેવાઓ

 • આરબીઆઇ અને તેના નિયંત્રણ હેઠળની ફાઇનાન્શિયલ માર્કેટ અને કંપનીઓ, બેન્કો, એટીએમ, બેન્કિંગ ઓપરેશન માટેના આઇટી વેન્ડર
 • સેબી અને કેપિટલ અને ડેટ માર્કેટ સેવાઓ, ઇરડા અને ઇન્સ્યોરન્સ કંપનીઓ
 • બાળ, દિવ્યાંગ અને વૃદ્ધાશ્રમ, સંપ્રેક્ષણ ગૃહ અને આફ્ટર કેર હોમ
 • સોશિયલ સિક્યોરિટી પેન્શન, ઇપીએફઓ દ્વ્રારા પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની ચુકવણી.
 • વૈશ્વિક નાણાકીય સેવા ફર્મ નોમુરા મુજબ 20 એપ્રિલથી ભારતમાં 60% અર્થવ્યસ્થા કામ કરવા લાગશે. જોકે તેમાં 22% પહેલેથી જ કાર્યરત છે.
 • પહેલેથી જ ચાલી રહેલા સેક્ટરોનું યોગદાન 22.4%: મેન્યુફેક્ચરિંગ (મર્યાદિત) -5.30%, સ્ટોરેજ -0.10%, ટેલિકોમ અને બ્રોડકાસ્ટિંગ-2.90%, યુટિલિટીઝ-2.70%, નાણાકીય સેવાઓ -5.40%, તંત્ર-સુરક્ષા સેવાઓ-6.10%
 • આજથી શરૂ થનારા સેક્ટરોનું યોગદાન 37.2%: મિનરલ્સ-2.30%, લોજિસ્ટિક-1.20%, આઇટી સેવાઓ -4.40%, ગ્રામીણ ઉત્પાદન- 6.70%, બાંધકામ (ગ્રામીણ અને મર્યાદિત શહેરો)- 5.70%

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો