તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Six Year Old Raped By Neighbour In Delhi's Trilokpuri, Admitted To Hospital With Severe Injuries

દિલ્હીમાં ફરી હેવાનિયત:6 વર્ષની દલિત બાળકી પર ગેંગરેપ; રડતાં રડતાં ઘરે પહોંચી, ડરીને કહ્યું- 2 લોકોએ બળજબરી કરી; ફ્રોક સાથે બાળકીના હાથ બાંધી દીધા હતા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • ઘટનાનો આરોપી પડોશી પરિણીત છે
  • FIR નોંધતા સમયે પોલીસ પર આનાકાની કરવાનો આરોપ

પૂર્વ દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં બુધવારે રાત્રે 6 વર્ષની દલિત બાળકી પર શખસ દ્વારા ગેંગરેપ કર્યા હોવાની કરુણ ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસે બેમાંથી એક આરોપીની ધરપકડ કરી લીધી છે. પરિવારે પોલીસ પર FIR દાખલ કરવામાં આનાકાની કરવાનો આરોપ લગાવ્યો છે.

જે બાળકી હાલ સમજણી પણ થઈ નથી, તેના પર દુષ્કર્મીઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. દિલ્હીમાં રેપના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, થોડા દિવસ પહેલાં પણ દલિત બાળકી પર રેપની ઘટના સામે આવી હતી. એવામાં દિલ્હી હવે રેપનું પણ કેપિટલ બનતું જાય છે.

બાળકીના એક સંબંધીએ કહ્યું,' તે રડતાં-રડતાં ઘરે આવી હતી, હાથ તેના ફ્રોક સાથે બાંધી દીધા હતા. તેણે કહ્યું, તેને ઈજા પહોંચી છે. પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હતું. ફરીવાર પૂછવા પર બાળકીએ જણાવ્યું કે મારી સાથે બળજબરી થઈ છે. દુષ્કર્મીઓએ પરિવારને કેસ નોંધાવતાં ધમકી આપી હતી.

પોલીસ પર FIR નોંધતા સમયે આનાકાની કરવાનો આરોપ
બાળકીના પરિવારનો આરોપ છે કે દિલ્હી પોલીસ FIR દાખલ કરવામાં આનાકાની કરી રહી હતી. તેમનું કહેવું હતું કે આનાથી પરિવારની બદનામી થઈ જશે. જોકે પોલીસનો દાવો છે કે ઘટના પછી તરત જ FIR દાખલ કરવામાં આવી હતી.

આરોપી પડોશી પરિણીત છે
DCP પ્રિયંકા કશ્યપ પ્રમાણે,'બાળકીનું મોડી રાત્રે મેડિકલ કરવામાં આવ્યું. તેની સ્થિતિ હાલ ઠીક છે. એવામાં તેને હોસ્પિટલમાં દાખલ નથી કરવામાં આવી. તેનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. 34 વર્ષીયના એક પડોશીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પરિણીત છે. '

વિસ્તારમાં ઓછી માત્રામાં દલિતોનાં ઘર
જે વિસ્તારમાં બળાત્કારની ઘટના બની છે ત્યાં દલિતોનાં ઘર ઓછા પ્રમાણમાં છે. મોટા ભાગના લોકો દક્ષિણ ભારતના છે, જે લાંબા સમયથી ત્યાં રહે છે. સ્થાનિક લોકો પ્રમાણે બળાત્કારના આરોપીમાં ધરપકડ કરવામાં આવેલો આરોપી પણ દક્ષિણ ભારતીય જ છે.

બે સપ્તાહમાં આવી બીજી ઘટના
દિલ્હીમાં છેલ્લા સપ્તાહમાં દલિત બાળકી પર રેપની આ બીજી ઘટના છે. આ પહેલાં કેંટના નાંગલ ગામમાં દલિત બાળકી પર રેપ થયેલો. તેના બુધવારે જ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશાનમાં બનાવેલા મંદિરના પૂજારી પર જ રેપનો આરોપ છે. આ ઘટનાના વિરોધમાં એ વિસ્તારમાં હજી પણ પ્રદર્શનો થઈ રહ્યાં છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીડિત પરિવારને 10 લાખ રુપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...