એલુરુના એક્કિરેડ્ડીગુડેમમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાથી 6 લોકોનાં મોત થયાં છે, જ્યારે 13 ઘાયલ થયા છે. મોડી રાતે ગેસ લીકેજને કારણે આ દુર્ઘટના ઘટી હતી. એલુરુ એસપી રાહુલ દેવ શર્માના જણાવ્યા મુજબ, નાઈટ્રિક એસિડ અને મોનોમિથાઈલને કારણે આગ લાગી હતી.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ મૃતકોના પરિવારને 25 લાખ રૂપિયા, ગંભીર ઘાયલોને 5 લાખ અને સામાન્ય ઘાયલ લોકોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
સમાચાર વાંચતાં પહેલાં આ અંગે તમારો મત જરૂર આપો...
હોસ્પિટલ જતા રસ્તામાં ગુમાવ્યો જીવ
આ ઘટના પોરસ ફેક્ટરીમાં બની હતી. એ મસુનુર જિલ્લામાં છે. અહીં યુનિટ નંબર 4માં ગેસ લીક થયો અને આગ આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ. દુર્ઘટનામાં 5 મજૂરનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. એક મજૂરનું મૃત્યુ હોસ્પિટલ લઈ જવા દરમિયાન થયું હતું.
ઘાયલોને વધુ સારવાર માટે વિજયવાડા અને નુજીડુ રિફર કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે 4 મજૂરની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આગના સમાચાર મળતાં જ ફાયર ફાઈટર અને NDRFની ટીમ આગ પર કાબૂ મેળવવા ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાર્મા ફેક્ટરી કેમિકલના ઉપયોગથી દવા બનાવે છે
મૃત્યુ પામનારા 4 મજૂર બિહારના હતા, જ્યારે બાકીના બેની ઓળખ કૃષ્ણા કેમિસ્ટ અને ઓપરેટર કિરણ તરીકે થઈ છે. પોલીસ અન્ય બ્લોક્સમાં પણ મજૂરોની હાજરીની તપાસ કરી રહી છે. પોરસ ફેક્ટરી એક ફાર્મા ફેક્ટરી છે, જ્યાં નાઈટ્રિક એસિડ, મોનોમિથાઈલ અને સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે.
ગુજરાતમાં પણ થોડા દિવસો પહેલાં આવી દુર્ઘટના ઘટી હતી
થોડા દિવસો પહેલાં જ ગુજરાતના ભરૂચમાં પણ એક ફેક્ટરીમાં આવી દુર્ઘટના ઘટી હતી, જેમાં 6 મજૂર જીવતા સળી ગયા હતા. દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં ડિસ્ટિલેશન પ્રોસેસ ચાલી રહી હતી, જેમાં રિએક્ટરમાં વિસ્ફોટ પછી આગ લાગવાથી મજૂરોનાં મૃત્યુ થયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.