તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • The Current Situation Is Nothing New For Baba Ramdev, Who Has Gone Through 10 Controversies And Challenges

વિવાદોથી ભરેલો ભૂતકાળ:10 વિવાદ અને પડકારોમાંથી પસાર થયેલા બાબા રામદેવ માટે વર્તમાન સ્થિતિ કોઈ નવી વાત નથી

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે તબીબી ક્ષેત્રમાં આયુર્વેદ અને એલોપેથી પૈકી કોણ બડીયું છે તે સાબિત કરવા માટે આ સેક્ટરના દિગ્ગજો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. સિક્કાની બે બાજુ હોય એવી રીતે આયુર્વેદ અને એલોપથી એ મેડિકલ ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આ સંજોગોમાં આયુર્વેદમાંથી જાણીતા યોગગુરુ રામદેવ છે તો એલોપથી માંથી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) તથા એઈમ્સ જેવી સંસ્થાઓએ મોરચો માંડ્યો છે. રામદેવે એલોપની દવાને લીધે હજારો લોકોના મોત થયા હોવાનો અને એલોપથીની નિષ્ફળતાનો દાવો કર્યો છે. બીજી બાજુ એલોપથી તરફથી રામદેવ સામે અનેક પ્રશ્નો સર્જવામાં આવ્યા છે. આજે આપણે યોગગુરુ બાબા રામદેવે અગાઉ કેવા પડકારોનો સામનો કરેલો અને વિવાદો વચ્ચેથી પસાર થયેલા તે અંગે વાત કરશું.

 1. કોરોનાની સારવાર માટે કોરોનિલ તૈયાર કરેલી જ્યારે વિશ્વની મોટીમોટી કંપનીઓ વૈજ્ઞાનિકો કોરોનાની વેક્સિન અને દવા બનાવવાનું કામ ટૂંકા ગાળામાં કરી શક્યા ન હતા તે સમયે આ કામ રામદેવે કર્યું હતું. પતંજલિએ કોરોના વાઈરસની દવા બનાવી હોવાની અને ટૂંક સમયમાં બજારમાં રજૂ કરવાની જાહેરાત કરી હતી. પતંજલિએ આ દવાને કોરોનિલ નામ આપ્યું હતું. આયુષ મંત્રાલયે આ દવાના પ્રચાર પર પ્રતિબંધ મુકી દીધો હતો.મંત્રાલયે કહ્યું હતું કે પતંજલિ કંપનીએ જે દાવો કર્યો છે તેની હકીકત અને વૈજ્ઞાનિક અભ્યાસને લઈ મંત્રાલય પાસે કોઈ જ જાણકારી નથી. આ દવાથી કોરોનાની 100 ટકા સારવાર થાય છે તેવો પ્રચાર કરવો તે કાયદાનું ઉલ્લંઘન છે. ​​​​
 2. રાજસ્થાનમાં પતંજલિ બ્રાંડ નામથી સરસવ તેલની પેકિંગ ફેક્ટરી પર દરોડો રાજસ્થાનના અલવરમાં પતંજલિ બ્રાંડના નામથી સરસવ તેલનું પેકિંગ કરનારી એક ઓઈલ મિલને સિઝ કરી દેવામાં આવી છે. મિલમાં પતંજલિના મોટા પ્રમાણમાં પેકિંગ સામગ્રી મળી આવી છે. આરોપ છે કે પતંજલિના નામ પર ભેળસેળ ધરાવતા સરસવ તેલનો સપ્લાઈ કરવામાં આવતો હતો. જ્યારે અલવર જીલ્લાના અધિકારીઓએ ઓઈલ મિલના માલીકની પૂછપરછ કરી તો તેમણે કહ્યું હતું કે બાબા રામદેવની પતંજલિના પેકિંગ માટે તેમની પાસે મંજૂરી છે. ફેક્ટરીના પ્રશાસનને પતંજલિ ઉપરાંત શ્રીશ્રી ઓઈલ બ્રાંડના રેપર પણ મળ્યા છે.​​​​​​​
 3. અમુક જ દવા માટે લાઈસન્સ અગાઉ એવો એક એવો વિવાદ પણ થયો હતો કે જેમાં પતંજલિને હકીકતમાં તાવ, ઉધરસ, શરદીની દવા બનાવવા માટે લાઈસન્સ મળ્યું હતું અને તેણે આ લાઈસન્સ મારફતે બનેલી દવાને કોરોનાના નામથી લોંચ કરી દીધી. આ સંજોગોના બાબાની દવાને લઈ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે.ભારત સરકારનો આદેશ છે કે કોઈ પણ વ્યક્તિ કોરોનાના નામથી દવા બનાવી તેનો પ્રચાર-પ્રસાર કરી શકતું નથી.​​​​​​​
 4. ગેરમાર્ગે દોરે તેવી જાહેરાતના બદલ દંડ થયેલો પતંજલિ આયુર્વેદ પર વિવિધ કેસોમાં દંડ થઈ ચુક્યો છે. GST ઘટાડવા છતાં પતંજલિ પોતાના વોશિંગ પાઉડરના ઉત્પાદનોને વધારે કિંમતથી વેચતી હતી. જેને પગલે રાષ્ટ્રીય નફાખોરી નિયંત્રણ ધારા હેઠળ રૂપિયા 75.10 કરોડનો દંડ થયો હતો.આ અગાઉ વર્ષ 2016માં પતંજલિના પાંચ યુનિટો પર ખોટા પ્રચાર અને ગેરમાર્ગે દોરનારી જાહેરાત આપવા બદલ હરિદ્વારની એક કોર્ટે રૂપિયા 11 લાખનો દંડ ફટકાર્યો હતો. આ યુનિટમાંથી 16 ઓગસ્ટ,2012ના રોજ બેસન, મધ, કાચી ધાણી તથા સરસવ તેલ, જામ અને મીંઠાના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.​​​​​​​
 5. આંબળાના જ્યૂસ પર પ્રતિબંધ પતંજલિના આંબલા જ્યૂસને લઈ પણ ભૂતકાળમાં વિવાદ થયેલો છે. વર્ષ 2017માં આર્મી કેન્ટીન એટલે કે CSDએ પતંજલિના આંબાલનું જ્યુસને ગ્રાહકો માટે બિનઉપયોગી ગણાવી તેના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ આંબલા જ્યુસના સેમ્પલ કોલકાતાની લેબોરેટરીમાં તપાસ કરાવ્યા હતા. ​​​​​​​
 6. પતંજલિના ઉત્પાદનો સામે ફતવો જારી થયેલો ઉત્તર પ્રદેશની દરગાહ આલા હજરતના મરકજ દારુલ ઈફતા-એ-ઈકરામે પતંજલિના ઉત્પાદનો સામે વર્ષ 2016માં ફતવો જારી કર્યો હતો. આ ફતવામાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિના ઉત્પાદનોમાં ગોમૂત્રનું મિશ્રણ કરવામાં આવે છે. એવા તમામ ઉત્પાદન કે જેમા ગૌમૂત્રનું મિશ્રણ કરવામાં આવે છે તેને ખાવા અને ઉપયોગ કરવા તે હરામ છે, પછી તે દવા પણ કેમ ન હોય.​​​​​​​​​​​​​​
 7. પતંજલિ સહિત અનેક કંપનીના મધમાં સુગરની ભેળસેળનો આરોપ પતંજલિ, ડાબર, બૈદ્યનાથ જેવી મોટી કંપનીઓના મધમાં સુગરનું મિશ્રણ કરવામાં આવતુ હોવાનો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટે આરોપ લગાવ્યો હતો.​​​​​​​
 8. શરબત અંગે USFDA તરફથી પ્રશ્નો સર્જાયા પતંજલિના શરબત અંગે અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એજન્સી (USFDA) તરફથી પ્રશ્ન સર્જવામાં આવે છે. વર્ષ 2019માં USFDAના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિ ભારત અને અમેરિકા માટે અલગ-અલગ ક્વોલિટીના શરબત બનાવે છે.USFDAનું કહેવું છે કે તેણે હરિદ્વાર પ્લાન્ટમાં પોતાની તપાસમાં જોયુ હતું કે પ્રોડક્શન ગંદકીના માહોલમાં થઈ રહ્યું હતું.​​​​​​​
 9. મેસેજિંગ એપમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ લિમિટેડે મલ્ટીનેશનલ ઉપરાંત વ્હોટ્સએપને પડકારવાની જાહેરાત કરી હતી. 15 ઓગસ્ટ,2018ના રોજ પતંજલિ આયુર્વેદ લિમિટેડે કિંભો એપ નામની એક મેસેજિંગ એપનું એક ટ્રાયલ વર્જન પ્લે સ્ટોરમાં લોંચ કરવામાં આવ્યું, પણ એક જ દિવસમાં એકને પ્લે સ્ટોરમાંથી હટાવવી પડી હતી. એપ ડાઉનલોડ કર્યાં બાદ યુઝર્સને આ ટેકનોલોજીને લઈ ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હતો. યુઝર્સ તરફથી ફરિયાદ મળ્યા બાદ કિંભો એપને ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવવામાં આવી હતી. ત્યારબાદ કંપની તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે આ એપ લોંચ કરવાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જોકે ત્યારબાદ આ યોજના મોકૂફ રાખવામાં આવી હતી.​​​​​​​
 10. બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવતા વિરોધ વર્ષ 2015માં રામદેવને હરિયાણા સરકારના કેબિનેટ રેન્કની દરખાસ્તને એમ કહીને તેમણે નકારી દીધો હતો કે તેઓ મંત્રીપદની શોધમાં નથી અને બાબા જ બની રહેવા માગે છે. જોકે તેઓ યોગ અને આયુર્વેદને ઉત્તેજન આપવા માટે હરિયાણાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જળવાઈ રહ્યા હતા. હરિયાણાના વિપક્ષ કોંગ્રેસે રામદેવને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા અને કેબનેટનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમને પુત્રજીવક બીજ નામની દવા અંગે પણ ઘેરવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...