મુંબઈમાં કોરોના બેકાબૂ:શહેરની હોસ્પિટલોમાં 4 દિવસમાં એડમિટ દર્દીઓમાં 15%નો વધારો, 20 હજાર કેસ થયા તો લોકડાઉન લાગૂ કરાશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે મુંબઈમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. શહેરની હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. બૃહમુંબઈ મહાનગરપાલિકા (BMC) તરફથી મળેલી જાણકારી અનુસાર છેલ્લા 4 દિવસો દરમિયાન હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા 15% વધી ગઈ છે.

મુંબઈમાં લગભગ દરેક કોવિડ સેન્ટર્સમાં બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. પ્રાઇવેટ હોસ્પિટલ્સે નોન-કોવિડ વોર્ડ્સને કોરોના વોર્ડમાં પરિવર્તિત કરવાનું શરુ કર્યું છે. BMCએ એક અધિકારીને જણાવ્યું કે ઘણા હોસ્પિટલ્સમાં ICUમાં એડમિટ થનારા દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. દાખલ કરવામાં આવેલા દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઘટવાની જાણકારી મળી છે.

છેલ્લા 4 દિવસમાં કેટલા લોકો હોસ્પિટલોમાં દાખલ થયા
દિવસદાખલ થયેલા દર્દીઓ
સોમવાર574
રવિવાર503
શનિવાર389
શુક્રવાર497

દર દિવસે 20 હજારથી વધુ કેસ મળ્યા, તો લોકડાઉન
મુંબઈમાં સંક્રમણના વધતા જતા જોખમને ધ્યાનમાં રાખીને મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે શહેરમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કોરોના દર્દીઓની સંખ્યા 20,000થી વધુ થાય તો મુંબઈમાં કેન્દ્રના નિયમો અનુસાર લોકડાઉન લગાવવામાં આવશે. મુંબઈના અધિકારીએ કહ્યું કે અમે સ્થિતિ પર સતત નજર રાખેલા છે. નિયમ અનુસાર આવનારા સમયમાં એક્શન લેવામાં આવશે.

કોરોના દર્દીઓની સંખ્યા વધવાની સંભાવનાને જોતા મલાડ કોવિડ સેન્ટરમાં નવા બેડ લગાવવામાં આવ્યા છે
કોરોના દર્દીઓની સંખ્યા વધવાની સંભાવનાને જોતા મલાડ કોવિડ સેન્ટરમાં નવા બેડ લગાવવામાં આવ્યા છે

3,735 દર્દી વર્તમાન સમયમાં હોસ્પિટલમાં એડમિટ
સોમવાર સુધીના આંકડાઓ અનુસાર BMCના સંભાળ હેઠળ આવનારા 30,565 કોવિડ બેડમાંથી 12.2% (3,735) પર દર્દી એડમિટ છે. 2,720 ICUમાંથી 14% ભરેલા છે. પ્રાઈવેટ હોસ્પિટલ્સના 5,192 કોવિડ બેડમાંથી 838 (16%) જનરલ બેડ અને 180 (3%) ICU બેડ પર દર્દી એડમિટ છે. શહેરમાં છેલ્લા બે સપ્તાહમાં કેસોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે અને ગંભીર કેસોમાં વધારો સામાન્યરીતે બીજા અથવા ત્રીજા સપ્તાહ કરતા વધુ જોવા મળી રહ્યા છે.

મુંબઈની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોતા કોવિડ સેન્ટર્સમાં નવા ICU સેન્ટર શરુ કરવામાં આવ્યા છે
મુંબઈની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોતા કોવિડ સેન્ટર્સમાં નવા ICU સેન્ટર શરુ કરવામાં આવ્યા છે

BKCના જંબો સેન્ટરમાં એક દિવસમાં 100 દર્દી એડમિટ
રવિવારે ખોલવામાં આવેલા BKCના જંબો સેન્ટરમાં 100થી વધુ દર્દી દાખલ થયા છે. ડીન ડો. રાકેશ ડેરેએ કહ્યું કે તેમાં પોઝિટિવ લોકોની સાથે-સાથે સંક્રમિત થયેલા એસિમ્પ્ટોમેટિક ઈન્ટરનેશનલ મુસાફરો પણ સામેલ છે. કેન્દ્ર સરકારની એક એજન્સીને ટૂંક જ સમયમાં ત્યાં ICU શરુ કરવાની જવાબદારી આપી છે.

BMC પ્રમાણે હવે શહેરમાં 8,07,602 કોરોના સંક્રમિત છે. મૃતકોની સંખ્યા વધીને 16,379 થઈ છે. 8,082 નવા કેસોમાંથી 7,273 (90%)માં બિમારીના લક્ષણો નહોતા અને માત્ર 574 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 71 દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે.

અન્ય સમાચારો પણ છે...