• Gujarati News
  • National
  • Sitharaman Said Retail Inflation Remained Above 9% For 22 Months During UPA's Rule, We Will Bring It Below 7%

મોંઘવારી પર સંસદમાં નાણામંત્રીનો જવાબ:સીતારમણે કહ્યું- UPAના શાસનકાળ દરમિયાન 22 મહિના રિટેલ મોંઘવારી 9%થી પર રહી, અમે 7%થી નીચે લાવીશું

નવી દિલ્હી6 દિવસ પહેલા

લોકસભામાં સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે મોંઘવારી પર સરકાર તરફથી જવાબ આપ્યો. તેમને કહ્યું કે UPA સરકારના શાસનકાળ દરમિયાન દેશમાં મોંઘવારી 9 વખત ડબલ ડિજિટમાં રહી. 22 મહિના રીટેલ મોંઘવારી 9%થી વધુ રહી. અમે મોંઘવારીને 7%થી નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

GST કલેક્શન છેલ્લા 5 મહિનામાં સતત 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. 8 ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં જૂનમાં ડબલ ડિજિટમાં વધારો થયો. જૂનમાં કોર સેક્ટરમાં વાર્ષિક દરથી 12.7%નો વધારો નોંધાયો. ભારતીય અર્થવ્યવસ્થા ઘણાં જ સકારાત્મક સંકેત દેખાડી રહ્યું છે.

આ વચ્ચે મોંઘવારી પર ચર્ચા માટે સીતારમણના જવાબ વચ્ચે કોંગ્રેસ સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કરી દીધું.

ભારતમાં મંદીની સંભાવના ઝીરો
નાણાં મંત્રીએ કહ્યું, અમેરિકાની GDPમાં બીજા ક્વાર્ટરમાં 0.9%નો ઘટાડો નોંધાયો અને પહેલા ક્વાર્ટરમાં 1.6%નો ઘટાડો નોંધાયો હતો, જેને તેમને અનૌપચારિક મંદીનું નામ આપ્યું. ભારતમાં મંદી કે મુદ્રાસ્ફીતિજનિત મંદીનો સવાલ જ નથી. બ્લૂમબર્ગના સર્વેમાં જણાવાયું છે કે ભારતમાં મંદીની શક્યતા 0 છે.

સરકારનાં પગલાંથી ઓછી થઈ ખાવાના તેલની કિંમત
નાણાં મંત્રીએ કહ્યું કે સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલાં પછી ખાવાના તેલની કિંમતમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે. મહામારી, બીજી લહેર, ઓમિક્રોન, રશિય-યુક્રેન યુદ્ધ છતાં અમે મુદ્રાસ્ફીતિને 7% કે તેનાથી ઓછી દરે કાયમ રાખ્યો. જેને તમારે માનવું પડશે.

જુલાઈ 2022માં બીજું સૌથી વધુ GST કલેક્શન
સીતારમણે કહ્યું કે જુલાઈ 2022માં અમે GST લાગુ થયા બાદથી અત્યાર સુધીનું બીજું ઉચ્ચતમ કલેક્શન પ્રાપ્ત કર્યું છે. જુલાઈમાં GST કલેક્શન જે 1.49 લાખ કરોડ રૂપિયા રહ્યું. આ સતત પાંચમો મહિનો છે જ્યારે કલેક્શન 1.4 લાખ કરોડથી ઉપર રહ્યું.

વિપરીત સ્થિતિમાં પણ ભારતની ઈકોનોમી સારી
નાણાં મંત્રીએ કહ્યું, આપણે એ પણ જોવું જોઈએ કે દુનિયામાં શું થઈ રહ્યું છે અને ભારત દુનિયામાં શું સ્થાન ધરાવે છે. વિશ્વએ આવા મહામારીનો સામનો પહેલાં ક્યારેય નથી કર્યો. મહામારીથી બહાર આવવા માટે દરેક લોકો પોતાના સ્તરે કામ કરી રહ્યું છે, તેથી હું ભારતના લોકોને તેનો શ્રેય આપું છું. વિપરીત સ્થિતિમાં પણ ભારતની ઈકોનોમી સારી છે.

સરકાર તરફથી સતત એવું કહેવામાં આવતું હતું કે નાણાં મંત્રી કોવિડ સંક્રમિત છે અને તેઓ સ્વસ્થ થઈને પરત આવતા જ સરકાર આ અંગે ચર્ચા કરવા માટે તૈયાર છે. નાણાં મંત્રી હવે સ્વસ્થ થઈને સંસદમાં આવી ગયા છે. 18 જુલાઈએ મોનસૂન સત્રની શરૂઆત થઈ હતી.

પ્રાઈઝ રાઈઝ નથી થયા
નાણાં મંત્રીના નિવેદન પહેલાં ભાજપના સાંસદ જયંત સિન્હાએ કહ્યું કે કોઈ પ્રાઈઝ રાઈઝ નથી થયા. તેમને વિપક્ષ પર ગૃહની વેલમાં ડ્રામા કરવાનો આરોપ લગાડતા કહ્યું, 'વિપક્ષ પ્રાઈઝ રાઈઝ થયો છે કે નહીં તે શોધવાના પ્રયાસ કરે છે, પરંતુ તેઓ તેમાં સફળ નથી થઈ રહ્યાં.'

બાળકોને પણ નથી છોડી રહી સરકાર
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું, 'દેશમાં છેલ્લા 14 મહિનાથી મોંઘવારી દર બે આંકડામાં છે, જે 30 વર્ષમાં સૌથી વધુ છે. કન્ઝયૂમર ફુડ પ્રાઈઝ ઈન્ડેક્સ આકાશ આંબી રહ્યો છે. ચોખા,દહીં, પનીર અને પેન્સિલ તેમજ શાર્પનર જેવી વસ્તુઓ પર GST વધારી દેવાયો છે. ત્યાં સુધી કે સરકાર બાળકોને પણ નથી છોડી રહી.'ૉ

જૂનમાં ભારતની રિટેલ મોંઘવારી 7.01% રહી
ગત મહિનાની શરૂઆતમાં જાહેર થયેલા સરકારી આંકડા મુજબ, જૂનમાં ભારતની રિટેલ મોંઘવારી 7.01% હતી. એક વર્ષ પહેલાં સમાન સમયગાળામાં આ 6.26% હતી. આ સતત છઠ્ઠો મહિનો હતો જ્યારે મોંઘવારી કેન્દ્રીય બેંકના 2%-6%ના ટોલરેસ બેન્ડથી ઉપર હતી.

7.75% રહ્યો ખાદ્ય મોંઘવારી દર
ખાદ્ય મોંઘવારી દર જૂનમાં 7.75% રહ્યો જે મે મહિનામાં 7.97% હતી. એપ્રિલમાં આ 8.38% હતી. શાકભાજીમાં મોંઘવારી જૂનમાં ઘટીને 17.37% થઈ જે મેમાં 18.26% હતી. ફ્યૂલ અને લાઈટની મોંઘવારી જૂનમાં વધીને 10.39% થઈ જે મેમાં 9.54% હતી.

મોંઘવારી કઈ રીતે પ્રભાવિત કરે છે?
મોંઘવારીનો સીધો સંબંધ પર્ચેઝિંગ પાવરથી છે. ઉદાહરણ માટે જો મોંઘવારી દર 7% છે તો ખર્ચ કરેલા 100 રૂપિયાનું મૂલ્ય માત્ર 93 રૂપિયા હશે. તેથી મોંઘવારીને જોતા જ રોકાણ કરવું જોઈએ નહીંતર તમારા પૈસાની વેલ્યૂ ઘટી જશે.

અન્ય સમાચારો પણ છે...