• Gujarati News
  • National
  • Asked About The Government's Silence, The Finance Minister Said The Killing Of Farmers Was Highly Reprehensible, Though Every Such Incident Should Be Raised.

અમેરિકામાં લખીમપુર પર રાજકારણ:સરકારના મૌન રહેવાના સવાલ પર નાણાં મંત્રીએ કહ્યું- ખેડૂતોની હત્યા ખૂબ જ નીંદનીય, જોકે આવી પ્રત્યેક ઘટનાને ઉઠાવવી જોઈએ

બોસ્ટન9 દિવસ પહેલા

ઉત્તરપ્રદેશના લખીમપુર મામલા અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રના પુત્ર આશીષની ચર્ચા અમેરિકામાં થઈ રહી છે. વર્લ્ડ બેન્કની બેઠકમાં સામેલ થવા ગયેલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણને આ અંગે સવાલ કરવામાં આવ્યો છે. બોસ્ટનની હાર્વર્ડ કેનેડી સ્કુલમાં એક ચર્ચા દરમિયાન કોઈએ સીતારમણને પૂછ્યું કે વડાપ્રધાન અને વરિષ્ઠ મંત્રી લખીમપુરની ઘટના પર શાં માટે ચૂપ છે અને જ્યારે આ અંગે કોઈ સવાલ કરવામાં આવે છે તો, શાં માટે તેમાંથી બચવાની કોશિશ કરવામાં આવે છે?

આ અંગે નાણાં મંત્રીએ ચોક્કસ જવાબ આપ્યો. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે લખીમપુરની હિંસામાં 4 ખેડૂતોના મૃત્યુ થયા તે ખરેખર નીંદનીય છે, જોકે દેશના બીજા વિસ્તારોમાં આવી ઘટનાઓ થઈ રહી છે. આવી ઘટનાઓને બરાબરીથી ઉઠાવવી જોઈએ, નહિ કે ત્યારે જ જ્યારે તે આપણી માફક હોય. માત્ર એટલે જ આ મુદ્દો ન ઉઠાવવો જોઈએ કે ઉત્તરપ્રદેશમાં BJPની સરકાર છે.

સીતારમણે કહ્યું હું ઈચ્છુ કે તમે બધા લોકો અને ડો.અર્મત્ય સેન જે ભારતને સારી રીતે જાણે છે, તેમણે દર વખતે આ મુદ્દા ઉઠાવવા જોઈએ. મારા કેબિનેટ સહયોગીનો પુત્ર કદાચ મુશ્કેલીમાં છે અને માની લો કે જે પણ કઈ થયું તે તેમણે જ કર્યું, બીજા કોઈએ નહિ, તો પણ કાયદા અંતર્ગત તપાસની પ્રક્રિયા પુરી થશે.

સીતારમણેે આગળ કહ્યું મારી પાર્ટી કે વડાપ્રધાન આ મામલાને લઈને ડિફેન્સિવ નથી પરંતુ ભારતને લઈને ડિફેન્સિવ છે. હું ભારતની વાત કરીશ, હું ગરીબોના ન્યાયની વાત કરીશ. આપણે તથ્યોની વાત કરવી જોઈએ. આ જ મારો જવાબ છે.

કૃષિ કાયદા અંગે દરેક પક્ષ સાથે ચર્ચા કરવામાં આવી,
ખેડૂતોના દેખાવોને લઈને કરવામાં આવેલા સવાલ પર નાણાં મંત્રીએ કહ્યું કે સરકાર જે ત્રણ કૃષિ કાયદાઓ લઈને આવી છે, તેની પર લગભગ એક દશકા સુધી અલગ-અલગ સંસદીય સમિતિઓએ ચર્ચા કરી હતી. BJP જ્યારે 2014માં સત્તામાં આવી તો રાજ્ય સરકાર સહિત તમામ પક્ષો સાથે કૃષિ કાયદાઓ પર વાત કરવામાં આવી હતી. જ્યારે લોકસભામાં બિલ લાવવામાં આવ્યું તો પણ વિસ્તારથી ચર્ચા થઈ અને કૃષિ મંત્રીએ જવાબ આપ્યો હતો પરંતુ આ બિલો રાજ્યસભામાં પહોંચતાની સાથે જ હંગામો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...