• Gujarati News
  • National
  • Sisodia Said Kejriwal's Murder Conspiracy Hatched, Manoj Tiwari Hits Out At AAP Leader's Suicide

AAP-BJPની લડાઈ હત્યા-આત્મહત્યા સુધી પહોંચી:સિસોદિયાએ કહ્યું- કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડાયું, મનોજ તિવારીએ AAP નેતાની આત્મહત્યા પર કર્યો ઘેરાવ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

MCD ચૂંટણી વચ્ચે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલુ છે. દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ શુક્રવારે સવારે 10 વાગે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. કહ્યું- બીજેપી અરવિંદ કેજરીવાલને મારવાનું ષડયંત્ર રચી રહી છે.

સિસોદિયાએ બીજેપી નેતા મનોજ તિવારીના ટ્વીટનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે કેજરીવાલ માટે ચિંતા વ્યક્ત કરી હતી. સિસોદિયાએ પૂછ્યું કે તેમને કેવી રીતે ખબર પડી કે હુમલો થવાનો છે. આ ભાષા ધમકીભરી છે અને અમે કેસ દાખલ કરીશું. સિસોદિયાએ AAP કાર્યકરની આત્મહત્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે આના પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ.

સિસોદિયાની પ્રેસ-કોન્ફરન્સની 10 મિનિટમાં મનોજ તિવારીએ પ્રેસ-કોન્ફરન્સ પણ કરી હતી. કહ્યું- તેમને માત્ર કેજરીવાલની ચિંતા હતી. AAP કાર્યકરના મોત પર તેમણે કહ્યું હતું કે આ આત્મહત્યા નથી, હત્યા હતી. આની તપાસ થવી જોઈએ.

AAP-BJPના શાબ્દિક પ્રહારો શરૂ

1. મનોજ તિવારીની એક દિવસ પહેલાંનું ટ્વીટ
તિવારીએ ગુરુવારે ટ્વીટ કર્યું - હું કેજરીવાલની સુરક્ષાને લઈને ચિંતિત છું. ભ્રષ્ટાચાર, દારૂ કૌભાંડ અને જેલમાં મસાજ જેવી બાબતોને લઈને જનતા નારાજ છે. તેમના ધારાસભ્યોને પણ માર મારવામાં આવ્યો છે. દિલ્હીના સીએમ સાથે આવું ન થવું જોઈએ, કોર્ટે તેમને સજા કરવી જોઈએ.

2. સિસોદિયાએ પણ જવાબમાં ટ્વીટ કર્યું
ગુરુવારે તિવારીના ટ્વીટનો જવાબ આપતાં સિસોદિયાએ કહ્યું- ગુજરાત અને MCD ચૂંટણીમાં હારથી ડરી ગયેલી ભાજપ અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહી છે. તેમના સાંસદ મનોજ તિવારી ખુલ્લેઆમ તેમના ગુંડાઓને કેજરીવાલ પર હુમલો કરવા માટે કહી રહ્યા છે અને એના માટે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું છે. અમે તેમની રાજનીતિથી ડરતા નથી. હવે જનતા જ તેમની ગુંડાગીરીનો જવાબ આપશે.

3. આજે બંનેએ 10 મિનિટમાં જ પ્રેસ-કોન્ફરન્સ કરી

મનોજ તિવારીની ધરપકડ થવી જોઈએ - સિસોદિયા
સિસોદિયાએ શુક્રવારે પ્રેસ-કોન્ફરન્સ બોલાવીને કહ્યું કે બીજેપી નેતા મનોજ તિવારીને કેવી રીતે ખબર પડી કે કેજરીવાલ પર હુમલો થવાનો છે. કહ્યું- મનોજ તિવારીએ કેજરીવાલને હત્યાની ધમકી આપી હતી. આમ આદમી પાર્ટી તિવારી વિરુદ્ધ FIR દાખલ કરશે. તેમની ધરપકડ થવી જોઈએ. એક દિવસ પહેલાં પણ સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે ભાજપના લોકો કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે.

AAPએ સંદીપને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો - મનોજ તિવારી
આની 10 મિનિટમાં જ મનોજ તિવારીએ મીડિયાને બોલાવીને પ્રેસ-કોન્ફરન્સ કરી. તેમણે આમ આદમી પાર્ટીના ટ્રેડ વિંગ સેક્રેટરી સંદીપ ભારદ્વાજની આત્મહત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કહ્યું- સંદીપ ભારદ્વાજની હત્યા થઈ છે, આત્મહત્યા નથી. ભારદ્વાજની આત્મહત્યા માટે આમ આદમી પાર્ટીએ ઉશ્કેરણી કરી છે.

તિવારીએ દાવો કર્યો હતો કે AAPએ સંદીપની જગ્યાએ અંજલિ રાયના પુત્રને ટિકિટ આપી છે. મનોજે દાવો કર્યો હતો કે કેજરીવાલે તેમના સાથી નેતા સંદીપને ટિકિટ ન આપીને એ વેચી હતી. અમારી માગ છે કે આ મૃત્યુની તપાસ થવી જોઈએ.

આ તસવીર સંદીપ ભારદ્વાજની છે. ગુરુવારે તેમનો મૃતદેહ રાજૌરી ગાર્ડનમાં તેમના ઘરેથી મળ્યો હતો. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર તેમણે આત્મહત્યા કરી હતી. - ફોટો ટ્વિટર
આ તસવીર સંદીપ ભારદ્વાજની છે. ગુરુવારે તેમનો મૃતદેહ રાજૌરી ગાર્ડનમાં તેમના ઘરેથી મળ્યો હતો. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર તેમણે આત્મહત્યા કરી હતી. - ફોટો ટ્વિટર

કેજરીવાલ પણ એક્ટિવ, એક દિવસ પહેલાં કહ્યું- એક દિવસ માટે મને CBI આપો
ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું હતું કે જો ED-CBI જેવી કેન્દ્રીય એજન્સીઓને એક દિવસ માટે તેમને સોંપવામાં આવે તો ભાજપના અડધા નેતાઓ જેલમાં હશે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે દિલ્હી સરકારે છેલ્લાં 5 વર્ષમાં MCDને એક લાખ કરોડ રૂપિયા આપ્યા છે. બધા ક્યાં ગયા? તેઓ ખૂબ જ લોભી છે.

800 અધિકારી માત્ર AAPનો ભ્રષ્ટાચાર શોધવામાં લાગેલા છે
ભાજપ આપણા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતી રહે છે. મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા. ઘરના ગાદલાઓ પણ ફાડી નાખ્યા, પણ તેમને એક પૈસો મળ્યો નહીં. છેલ્લાં 7 વર્ષમાં AAP નેતાઓ સામે 167 કેસ નોંધાયા હતા, જેમાંથી એકપણ કેસ કોર્ટમાં સાબિત થયો નથી. તપાસ એજન્સીના 800 અધિકારી AAPના માત્ર એક પૈસાની ગેરરીતિને શોધવામાં લાગેલા છે.

અન્ય સમાચારો પણ છે...