તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Siro Survey Found Infection In 50% Of Children In Mumbai, Most Children Between The Ages Of 10 And 14

બાળકોમાં ફેલાયો કોરોના:સીરો સરવેમાં મુંબઈના 50% બાળકોમાં સંક્રમણ મળ્યું, મોટાભાગના બાળકો 10થી 14 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવે છે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ત્રીજી લહેરના જોખમ વચ્ચે મુંબઈથી એક આશ્ચર્યજનક માહિતી સામે આવી છે. અહીં આશરે 50 ટકા બાળકોમાં એન્ટીબોડી મળી છે. આ ખુલાસો સોમવારે આવેલા BMCના ચોથા સીરો સરવેના રિપોર્ટમાં આવ્યો છે.રિપોર્ટ પ્રમાણે જે બાળકોમાં એન્ટીબોડી મળી છે તે ક્યારેક કોરોના સંક્રમિત રહી ચુક્યા છે. નિષ્ણાતોના મતે આ એક રાહતની વાત છે. એન્ટીબોડી બની જવાને લીધે ત્રીજી લહેર દરમિયાન આ બાળકોમાં કોરોના સંક્રમણનું જોખમ ઓછું થઈ ગયું છે. સરવે પ્રમાણે 10થી 14 વર્ષના 53.43 ટકા બાળકો સંક્રમિત થયા છે.

24 વોર્ડના 2,176 બાળકો માટે કરવામાં આવ્યા સેમ્પલ
BMCના આદેશથી મુંબઈમાં 1 એપ્રિલ,2021થી 15 જૂન 2021 વચ્ચે ચોથા સીરો સરવે BYL નાયર હોસ્પિટલ અને કસ્તૂરબા મોલેકૂલર ડાયગ્નોસ્ટિક તરફથી કરવામાં આવ્યા હતા.આ સરવેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના કુલ 2,176 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

મુંબઈના કુલ 24 વોર્ડમાં થયેલા આ સરવે દરમિયાન એ જાણવા મળ્યું હતું કે અગાઉની તુલનામાં બાળકોમાં હવે એન્ટીબોડી વધી છે. સરવે માટે સેમ્પલને 1-4, 5-9, 10-14 અને 15થી 18 વયજૂથમાં વહેચવામાં આવ્યા હતા. સરવેમાં એ બાબત પણ સામે આવી છે કે સૌથી વધારે 10થી 14 વર્ષના 53.43 ટકા બાળકો સંક્રમિત થયા છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે સીરો સરવેમાં કુલ 51.18 ટકા પોઝિટિવ રેટ જોવા મળ્યો છે.

સરવેના મુખ્ય મુદ્દા

  • 50% બાળકોમાં એન્ટીબોડી મળી
  • 51 ટકા પોઝિટિવિટી રેટ મળ્યો
  • 10 થી 14 વર્ષની ઉંમરના બાળકો સૌથી વધારે 53.43 ટકા સંક્રમિત થયા
  • 1 થી 4 વર્ષની ઉંમરના 51.04 ટકા બાળકોમાં એન્ટીબોડીઝ જોવા મળી છે.
  • 5થી 9 વર્ષના બાળકોમાં આ આંકડો 47.33 ટકા હતો.
  • 15થી 18 વર્ષના બાળકોમાં 51.39 ટકા છે.
  • 1થી 18 વર્ષ વચ્ચેના બાળકોમાં 51.18 ટકા સીરો પોઝિટિવિટી મળી છે.
  • ત્રીજી સીરો સરવે દરમિયાન 18 વર્ષથી ઓછી 39.4 ટકા બાળકોમાં એન્ટીબોડીઝ મળી હતી.

સરવેમાં ત્રીજી લહેરના જોખમને જોતા સ્વાસ્થ્ય શિક્ષણ અને કોરોના સંક્રમણથી બચવાના ઉપાય પર ભાર આપવા કહ્યું છે. આ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર ભાર આપ્યો છે.