• Gujarati News
  • National
  • Witness Says Sinner Was Taken To Room Number 50; Fingers Were Broken, Head Was Beaten With Bracelets And Killed

ગુરુ ગ્રંથ સાહિબના અપમાનની ઘટના:સાક્ષીએ કહ્યું- પાપીને 50 નંબરની રૂમમાં લઈ જવાયો;આંગળીઓ તોડી નંખાઈ, માથા પર કડાં મારી-મારીને હત્યા કરી દેવાઈ

અમૃતસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવક અંદર ઘૂસી ગયો, ત્યા ઉપસ્થ� - Divya Bhaskar
યુવક અંદર ઘૂસી ગયો, ત્યા ઉપસ્થ�
  • આ સમયે ટીવી પર પ્રસારણ ચાલી રહ્યું હતું. લોકોએ ટીવી પર આ ઘટના જોઈ તો મોટી સંખ્યામાં ત્યાં પહોંચવા લાગેલા

સ્વર્ણ મંદિરમાં શનિવારે એક યુવકે ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ આ યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ યુવક ઉત્તર પ્રદેશનો હતો પણ તેની ઓળખ થઈ શકી નથી.તે જ્યારે દરબાર સાહિબમાં પહોંચ્યો તો તેના માથા પર રૂમાલ બાંધી રાખેલો હતો. આ ઘટના સમયે બાબા બલજિંદર સિંહ ત્યાં ઉપસ્થિત હતા.

તેમણે જણાવ્યું કે આરોપી યુવક સચખંડ સાહિબની પાસે લાગેલી પિતળની ગ્રિલ કુદીને શ્રી ગ્રંથ સાહિબની તાબ્યા (શ્રી ગુરુ ગ્રંથ સાહિબનું પ્રકાશ સ્થાન)માં પહોંચી ગયો હતો. તે ઝડપભેર અંદર ઘૂસી ગયો અને શ્રીસાહિબ (કિરપાણ) ઉઠાવી લીધા. આ જોઈને સેવાદાર તાત્કાલિક સક્રિય થઈ ગયા અને યુવકને પકડી લીધો. લોકોએ તેને માર મરવાનું શરૂ કર્યું. જેમના હાથમાં જે આવ્યું તેના વડે તેને મારવા લાગ્યા.

બલજિંદર સિંહના મતે યુવકને પકડીને 50 નંબરની રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે તે જાણતો નથી કે તે ક્યાંથી આવ્યો છે. ત્યારબાદ તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી. તેની આંગળીઓ તોડી નાંખવામાં આવી અને માથા પર કડા મારવામાં આવ્યા.

લોહીથી લથપથ યુવકે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા. ત્યારબાદ ત્યાંથી તેનો મૃતદેહ હટાવી દેવામાં આવ્યો. બલજિંદર સિંહે કહ્યું કે પાપીને અહીં ગુનો કર્યો હતો, તેને અહીં જ સજા આપવામાં આવી. તેની ઓળખ એટલા માટે થઈ નથી કારણ કે તેની પાસે કોઈ જ દસ્તાવેજ કે કાગળ મળ્યા નથી.

દરબાર સાહિબમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચ્યા
બાબા બલજિંદર સિંહના મતે દરબાર સાહિબમાં જે સમયે સમગ્ર ઘટના સર્જાઈ ત્યારે ત્યાં રહરાસ (સાંજના સમયે કરવામાં આવતા શ્રી ગુરુ ગ્રંથ સાહિબનો પાઠ) ચાલી રહ્યો હતો. તેનું પ્રસારણ ટીવી પર ચાલી રહ્યું હતું. લોકોએ ટીવી પર આ ઘટના જોઈ તો મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચવા લાગ્યા હતા. લોકો તે યુવકનો મૃતદેહ માગી રહ્યા હતાય જોકે મૃતદેહ ત્યાંથી હટાવી દેવામાં આવ્યો હતો, જેથી તે ત્યાં જોવા ન મળતા લોકો ભડકી ઉઠ્યા હતા.

DCPએ કહ્યું- સીસીટીવીની તપાસ થશે
DCP અમૃતસર, પરમિંદર સિંહ ભંડાલે કહ્યું કે 25 વર્ષનો યુવક દરબાર સાહિબમાં આવ્યો હતો. ત્યા તે પિતળની રેલિંગ કુદીને શ્રીસાહિબ ઉઠાવીને ભાગવા લાગ્યો હતો, ત્યારે તેને પકડી લેવામાં આવ્યો હતો. માર મારવાથી તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. દરબાર સાહિબના તમામ CCTV કેમેરા તપાસવામાં આવી રહ્યા છે. યુવક સાથે કોણ હતું અને તે ક્યાથી આવ્યો હતો આ તમામ બાબતની તપાસ થઈ રહી છે.