તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Single Dose To 76% Of The Population, Vaccinating 4.91 Crore People In 7 Months In The State; 67% In Villages, 32% In Cities Got The Vaccine

ગુજરાત રસીમાં મોખરે:76% વસતિને સિંગલ ડોઝ, રાજ્યમાં 7 મહિનામાં 4.91 કરોડને રસી; ગામડાંમાં 67%, શહેરોમાં 32% વેક્સિનેશન

નવી દિલ્હી, અમદાવાદ16 દિવસ પહેલા

કુલ વસતિના પ્રમાણમાં અત્યારસુધી થયેલા રસીકરણમાં ગુજરાત દેશનાં અન્ય રાજ્યો કરતાં સૌથી આગળ છે. ગુજરાતમાં રસી મેળવવાને લાયક કુલ વસતિના 76 ટકા લોકો સિંગલ ડોઝ મેળવી ચૂક્યા છે. રાજ્યમાં 27 ટકા વસતિએ બન્ને ડોઝ મેળવી લીધા છે. ગુજરાત પછી બીજા ક્રમે કેરળ છે, જ્યાં કુલ વસતિના 73ને સિંગલ તો 27 ટકાને બન્ને ડોઝ મળ્યા છે.

તાજા આંકડાઓ મુજબ, દેશનાં વિવિધ રાજ્યોમાં સરકારી હોસ્પિટલની તુલનામાં ખાનગી હોસ્પિટલોમાં તદ્દન ઓછું રસીકરણ થયું છે. ખાનગી હોસ્પિટલો માટે દેશમાં બનેલી વેક્સિનનો 25 ટકા ક્વોટા નિર્ધારિત કરાયો છે, પણ એવાં ઘણાં રાજ્યો છે, જ્યાં ખાનગી હોસ્પિટલોમાં 2 ટકાથી પણ ઓછા લોકોએ રસી લીધી છે. અન્ય રાજ્યો કરતાં મહારાષ્ટ્રમાં ખાનગી હોસ્પિટલોમાં સૌથી વધુ 14 ટકા રસીકરણ થયું છે, જ્યારે ઝારખંડમાં સૌથી ઓછું 1.6 ટકા રસીકરણ થયું છે. આંકડાઓ મુજબ, રાજસ્થાનમાં શહેરોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ 87.9 ટકા રસીકરણ થયું છે. ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં 32.6 ટકા તો શહેરોમાં 67.4 ટકા રસીકરણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...