તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી ધનંજય મુંડે વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવતા એક મહિલાએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં રેપની ફરિયાદ દાખલ કરી છે. પીડિતા એક સિંગર છે અને આ ફરિયાદ તેઓએ 11 જાન્યુઆરીએ નોંધાવી છે. સિંગરની ફરિયાદમાં તેઓએ કહ્યું કે થોડાં દિવસ પહેલા મુંબઈ પોલીસના કમિશનર પરમબીર સિંહને પત્ર લખીને આ વાતની ફરિયાદ કરી હતી, પરંતુ ત્યાંથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે જો આરોપી મંત્રી વિરૂદ્ધ કાર્યવાહી નહીં થાય તો તેના જીવને જોખમ છે. પીડિતાએ ફરિયાદની કોપી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
સિંગરે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, 'મેં બળાત્કારની ફરિયાદ મંત્રી ધનંજય મુંડે વિરૂદ્ધ મુંબઈ પોલીસમાં કરી છે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.'
સિંગરની ફરિયાદ
I have lodged complaint of Rape @MumbaiPolice @CPMumbaiPolice against #DhananjayMunde no action till now @PawarSpeaks @supriya_sule @UdhavThackeray . Oshiwara police station is not even accepting my written complaint @Dev_Fadnavis my life is in threat please help @narendramodi pic.twitter.com/mf4ZlHxd6A
— renu sharma (@renusharma018) January 11, 2021
ધનંજય મુંડેની ચોખવટઃ મને બદનામ કરીને બ્લેકમેલ કરવામાં આવે છે
મહિલાના આ આરોપ પર ધનંજય મુંડેએ મંગળવારે સ્પષ્ટતા આપતા આ આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. મુંડેએ કહ્યું કે મને બદનામ કરીને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે. જો કે મુંડેએ માન્યું કે વર્ષ 2003માં તેના સંબંધ આરોપ લગાવનારી મહિલાની બહેન સાથે હતા.
મુંડેએ માન્યુ- 2003માં તેના એક મહિલા સાથે સંબંધ હતા
મુંડેએ ફેસબુક પર લખેલી એક પોસ્ટમાં કહ્યું કે તેના આ સંબંધથી એક પુત્ર અને પુત્રી છે. બંનેને તેને પોતાનું નામ પણ આપ્યું છે. મારી પત્ની, મિત્રો અને સંબંધીઓને આ અંગેની જાણકારી છે. આ બાળકો મારી સાથે જ રહે છે. મારા પરિવારે આ બાળકોનો પોતાના પરિવારના સભ્યની જેમ સ્વીકાર કર્યો છે. કરૂણા શર્મા નામની મહિલાની સારસંભાળ રાખવાની જવાબદારી પણ મેં ઉઠાવી છે. મુંબઈમાં ઘર લેવામાં મેં તેમની મદદ કરી છે, વીમા પોલિસી અને તેમના ભાઈને બિઝનેસમાં પણ મદદ કરી છે.
મહિલા અને તેમની બહેન કરી રહી છે બ્લેકમેલઃ મુંડે
2019થી કરૂણા શર્મા અને તેની બહેન રેણુ શર્માએ મને બ્લેકમેલ કરીને પૈસાની માગી રહી છે. મને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. તેના ભાઈ બૃજેશ શર્મા પણ આ કામમાં સામેલ હતા. આ સંબંધમાં મેં 12 નવેમ્બર 2020નાં રોજ પોલીસ ફરિયાદ પણ કરી હતી. તેમના તરફથી સતત સોશિયલ મીડિયામાં મારા વિરૂદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો હતો, જે બાદ મેં આવી હરકતને રોકવા માટે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ અરજી હજુ પણ પેન્ડિંગ છે. મુંડેએ અંતે કહ્યું કે, 'આ સમગ્ર મામલો બ્લેકમેઈલિંગ, જૂઠાણાં ફેલાવવાનો અને બદનામ કરવા માટે કરવામાં આવ્યો છે, તેથી મહેરબાની કરીને આ આરોપો પર વિશ્વાસ ન કરવામાં આવે.'
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.