કોમનવેલ્થ ગેમ્સનો છેલ્લો દિવસ:બેડમિન્ટન સ્ટાર સિંધુ -લક્ષ્ય સિંગલ્સમાં જીત્યા, સાત્ત્વિક-ચિરાગને ડબલ્સમાં ગોલ્ડ; શરત કમલ TTમાં ચેમ્પિયન; 22 ગોલ્ડ મેડલ સાથે ભારત ચોથા ક્રમે

6 મહિનો પહેલા

કોમનવેલ્થ ગેમ્સના છેલ્લા દિવસે 11માં દિવસે ભારતે બેડમિન્ટનમાં ત્રણ ગોલ્ડ જીત્યા છે. એક ગોલ્ડ ટેબલ ટેનિસમાં મળ્યો છે. તેની સાથે જ ભારતને હવે 22 ગોલ્ડ સહિત 60 મેડલ મળ્યા છે. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે.

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ વિમેન્સ સિંગલ્સમાં અને લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેળવ્યો છે. ત્યારપછી મેન્સ ડબલ્સમાં સાત્ત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પણ ફાઈનલ જીતી લીધી છે. ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય જોડીએ સીન વેન્ડી અને વેન લેનની ઈંગ્લેન્ડની જોડીને 21-15, 21-13થી હરાવ્યું છે.

બીજી બાજુ ટેબલ ટેનિસની મેન્સ સિંગલ્સ ફાઈનલમાં 40 વર્ષના ભારતીય અચંતા શરત કમલે ઈંગ્લેન્ડના લિયામ પિચફોર્ડને 4-1થી હરાવીને ગોલ્ડ જીત્યો છે.

પહેલી ગેમ હાર્યા પછી લક્ષ્યનું જોરદાર કમબેક

20 વર્ષના લક્ષ્યએ ફાઈનલમાં મલેશિયાના જેઈ યંગને ત્રણ ગેમ સુધી ચાલેલી ટક્કરમાં 19-21, 21-9, 21-16થી હરાવ્યો છે. ભારતીય ખેલાડીએ પહેલી ગેમ 19-21થી ગુમાવી દીધી હતી. પરંતુ બીજી મેચમાં તેણે જોરદાર કમબેક કર્યું હતું અને તેને 21-9 જીતીને મેચમાં બરોબરી મેળવી લીધી હતી. ત્રીજી મેચરમાં લક્ષ્યએ 21-16થી જીત મેળવી હતી.

ભારતીય શટલર પીવી સિંધુએ સોમવારે કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં તેનો મુકાબલો કેનેડિયન ખેલાડી મિશેલ લી સામે હતો. સિંધુએ તેને 21-15, 21-13થી હરાવી હતી. કોમનવેલ્થમાં મહિલા સિંગલ્સમાં સિંધુનો આ પહેલો ગોલ્ડ છે. અગાઉ 2018માં સાઇના નેહવાલે કોમનવેલ્થમાં મહિલા સિંગલ્સમાં જીત મેળવી હતી. તેણે પીવી સિંધુને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ટેબલ ટેનિસમાં ભારતને એક બ્રોન્ઝ મળ્યો
ટેબલ ટેનિસના મેન્સ સિંગલ્સ મેચમાં સાથિયાન ગણાનાશેખરને ઈંગ્લેન્ડના ડ્રોન્કહેલને 11-9, 11-3, 11-5, 8-11, 9-11, 10-12, 11-9થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે.

રેંકદેશગોલ્ડસિલ્વરબ્રોન્ઝકુલ
1ઓસ્ટ્રેલિયા675754178
2ઇંગ્લેન્ડ566453173
3કેનેડા26323492
4ભારત22162361
5ન્યૂઝીલેન્ડ20121749
6

સ્કૉટલેન્ડ

13112751
7

નાઇજીરિયા

1291435
8વેલ્સ861428
9દક્ષિણ આફ્રિકા791127
10નોર્થર્ન આયર્લેન્ડ77418

કોમનવેલ્થ સિંગલ્સ 2022માં સિંધુનું પ્રદર્શન કેવું રહ્યું?

  • મહિલા સિંગલ્સમાં સિંધુનો પ્રથમ મુકાબલો માલદીવની ફાતિમા અબ્દુલ રઝાક સામે હતો. સિંધુએ ફાતિમાને 21-4, 21-11ના માર્જીનથી પરાજય આપ્યો હતો.
  • બીજી મેચમાં સિંધુએ યુગાન્ડાની હસીના કુબુગાબેને 21-10, 21-9ના માર્જીનથી હરાવી હતી. આ સાથે તેણે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
  • ત્રીજી મેચમાં સિંધુનો મુકાબલો મલેશિયાની જિન વેઈ ગોહ સામે થયો હતો. આ મેચમાં પણ સિંધુએ 19-21, 21-14, 21-18ના અંતરથી જીત મેળવી હતી.જો કે આ મેચ પણ જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
  • સેમીફાઇનલમાં સિંધુનો મુકાબલો સિંગાપોરની જિયા મીન યેઓ સામે થયો હતો. સિંધુએ આ મેચ 21-19, 21-17ના માર્જીનથી જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...