તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Since 2009 There Has Been A Sense Of Catastrophe In Tapovan, Not Chetya ... And Destruction

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહાડનું ધૈર્ય કેમ તૂટ્યું?:2009થી તપોવનમાં તબાહીનો ખ્યાલ હતો, ચેત્યા નહીં... અને વિનાશ થયો

નવી દિલ્હી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
તસવીર ચમોલીની તપોવન સુરંગની છે. 25થી 35 લોકો ફસાયા હોવાની આશંકા છે. આઈટીબીપીએ અત્યાર સુધીમાં કુલ 27 લોકોને રેસ્ક્યૂ કર્યા છે. 18 મૃતદેહ મળ્યા છે, 202 લાપતા છે. - Divya Bhaskar
તસવીર ચમોલીની તપોવન સુરંગની છે. 25થી 35 લોકો ફસાયા હોવાની આશંકા છે. આઈટીબીપીએ અત્યાર સુધીમાં કુલ 27 લોકોને રેસ્ક્યૂ કર્યા છે. 18 મૃતદેહ મળ્યા છે, 202 લાપતા છે.
 • 11 વર્ષ પહેલાં પણ ખોદકામને કારણે પથ્થરોને નુકસાન થયું હતું
 • ગંગા શુદ્ધીકરણ મંત્રાલયે સુપ્રીમકોર્ટમાં બંધ નહીં બનાવવા કહ્યું હતું, પર્યાવરણ મંત્રાલય માન્યું નહીં, નિર્માણ ચાલુ રહ્યું

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે આવેલા વિનાશને રોકી શકાય તેમ હતો. તપોવન વીજ પ્રોજેક્ટ અંગે 2016માં ગંગા શુદ્ધીકરણ મંત્રાલયે સુપ્રીમકોર્ટમાં વાંધો રજૂ કર્યો હતો. મંત્રાલયે કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી ઉત્તરાખંડમાં નવા બંધ અને પાવર પ્રોજેક્ટને ખતરનાક ગણાવ્યા હતા. પર્યાવરણ મંત્રાલયે તેનો વિરોધ કર્યો અને સોગંદનામું આપવા કહ્યું. પરંતુ દસ્તાવેજમાં જોખમ હોવાનું જણાવ્યા છતાં સોગંદનામું દાખલ થયું નહીં. પરિણામે બંધનું નિર્માણ ચાલુ રહ્યું. 2009માં સુરંગ માટે બોરિંગ દરમિયાન અલકનંદાના કિનારે જમીનની અંદર પાણી રોકતા પથ્થરો તૂટી ગયા હતા ત્યારે પર્યાવરણવિદોએ ચેતવણી ઉચ્ચારી હતી પણ પર્યાવરણ મંત્રાલયે તેને ફગાવી દીધી હતી.

સોગંદનામાના મુખ્ય મુદ્દા

 • ભાાગીરથી નદી 81% અને અલકનંદા નદીને 65% નુકસાન થયું છે.
 • 1980 બાદ માર્ગો અને વીજળી પ્રોજેક્ટ માટે 8.08 લાખ હેક્ટર વનભૂમિને નુકસાન થયું. ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી અને પિથૌરાગઢ જિલ્લામાં વધારે નુકસાન થયું. તે 2013ની ત્રાસદીમાં પણ સૌથી વધુ પ્રભાવિત થયા હતા.
 • ગંગાના ઉપરના ક્ષેત્રનો હિસ્સો ભૂસ્ખલનવાળો છે. સુરંગ માટે કરાતા વિસ્ફોટોએ વિસ્તારને વધુ નાજુક બનાવી દીધા છે.

ગામના લોકો પાંદડા તોડી શકતા નથી અને પાવર પ્રોજેક્ટ લગાવાઈ રહ્યા છે
નંદાદેવી બાયોસ્ફિયર છે. ગામના લોકોને ત્યાં પાંદડા તોડવાનો પણ અધિકાર નથી છતાં પાવર પ્રોજેક્ટ લગાવાઈ રહ્યો છે.
- ડૉ. અનિલ જોશી, પર્યાવરણવિદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો