તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Simultaneous Cremation Of 12 Bodies In Ahmednagar, Pile Of Deadbody Vans, Crematorium In Shock

મહારાષ્ટ્રના સૌથી ડરામણા દૃશ્યો:અહેમદનગરમાં એક સાથે 12 મૃતદેહને અગ્નદાહ, ડેડબોડી વૅનના થપ્પા, સ્મશાનકર્મી આઘાતમાં

2 મહિનો પહેલા

કોરોનાની બીજી લહેરમાં મહારાષ્ટ્રની સ્થિતિ દિવસે દિવસે વિકટ થઈ રહી છે. અહેમદનગર જિલ્લામાંથી સામે આવેલા વીડિયો પરથી અહીંની ભયાનકતા સમજી શકાય છે. ગુરુવારે અહેમદનગરના અમરધામ સ્મશાન ગૃહમાં 42 મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. અહીં અગ્નિસંસ્કાર માટે બે ઈલેક્ટ્રિક સગડી અને બે સાદા ખાટલા છે. આમ છતાંય સ્મશાન ગૃહ પર અંતિમસંસ્કાર માટે કલાકોનું વેઈટિંગ ચાલી રહ્યું છે. લાંબુ વેઈટિંગ ન રહે તે માટે અહીં એક સાથે 12-12 મૃતકના અગ્નિસંસ્કાર કરવાની ફરજ પડી હતી. આ તમામ મૃતકોને જમીન પર જ લાકડાં ગોઠવી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. રાતના અંધારામાં એક સાથે 12-12 ચિતાઓ સળગતા ડરામણા દૃશ્યો સર્જાયા હતા. જિલ્લા સરકારી હૉસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. જેને કારણે ડેડબોડી વૅનમાં એક સાથે ચાર-પાંચ મૃતદેહ ભરવા પડી રહ્યા છે. મહત્ત્વનું છે કે, ગુરુવારે એક જ દિવસમાં અહેમદનગરમાં કોરોનાના 2233 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...