તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Simultaneous CBI Raids At 40 Locations In UP, Rajasthan, Bengal; There Are Several Accused Close To Akhilesh Yadav

અખિલેશના ડ્રીમ પ્રોજેક્ટમાં કૌભાંડ:ગોમતી રિવરફ્રન્ટ કૌભાંડમાં યુપી, રાજસ્થાન, બંગાળમાં એકસાથે 40 સ્થળે CBIના દરોડા; એમાં અખિલેશની નજીકના અનેક આરોપીઓ

લખનઉ23 દિવસ પહેલા
  • શુક્રવારે પણ CBIએ આ મામલે 190 લોકો સામે FIR દાખલ કરી હતી

પશ્ચિમ બંગાળ બાદ હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની નજર ઉત્તરપ્રદેશ પર છે. રિવરફ્રન્ટ કૌભાંડ કેસમાં સોમવારે CBIએ એન્ટી-કરપ્શન વિંગે એકસાથે યુપી, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં 40 સ્થળ પર દરોડા પાડ્યા છે. શુક્રવારે પણ CBIએ આ મામલે 190 લોકો સામે FIR દાખલ કરી હતી.

રિવરફ્રન્ટ કૌભાંડ કેસમાં અખિલેશ યાદવના અનેક નજીકના નેતાઓને આરોપી બનાવવામાં આવ્યા છે.
રિવરફ્રન્ટ કૌભાંડ કેસમાં અખિલેશ યાદવના અનેક નજીકના નેતાઓને આરોપી બનાવવામાં આવ્યા છે.

તેમાં સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવના અનેક નજીકના નેતાઓને આરોપી બનાવવામાં આવ્યા છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં રિવરફ્રન્ટ કૌભાંડના આ મામલો વેગવંતો થઈ શકે છે. CBI લખનઉની એન્ટી-કરપ્શન વિંગે ઉત્તરપ્રદેશના નોઇડા, ગાઝિયાબાદ, બુલંદશહેર, રાયબરેલી, સીતાપુર, ઇટાવા, આગ્રામાં દરોડા પડ્યા છે. આગામી વર્ષે યુપીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એવામાં CBIની આ કાર્યવાહી રાજકીય પ્રેરિતની રીતે જોવામાં આવી રહી છે.

શું છે મામલો?

લખનઉમાં સપા સરકારે ગોમતી રિવરફ્રન્ટ તૈયાર કરાવ્યો હતો.
લખનઉમાં સપા સરકારે ગોમતી રિવરફ્રન્ટ તૈયાર કરાવ્યો હતો.

લખનઉમાં ગોમતી રિવરફ્રન્ટ માટે સપા સરકારે 1513 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. એમાંથી 1437 કરોડ રૂપિયા જારી કરાયા બાદ પણ 60% કામ જ થયું છે. 95% બજેટ જારી કરાયા બાદ પણ 40%નું કામ હજી અધૂરું જ રહ્યું. જ્યારે ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથની સરકાર આવી તો એની ન્યાયિક તપાસ શરૂ કરાવી હતી. આરોપ છે કે ડિફોલ્ટર કંપનીને કોન્ટ્રેક્ટ આપવા માટે ટેન્ડરની શરતોમાં પણ બદલાવ કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રોજેકટમાં લગભગ 800 ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં, જેનો અધિકાર ચીફ એન્જિનિયરને આપવામાં આવ્યો હતો. મે 2017માં નિવૃત્ત જજ આલોક કુમાર સિંહની અધ્યક્ષતામાં કરાવવામાં આવેલી ન્યાયિક તપાસમાં અનેક ખામીઓ સામે આવી હતી. ત્યાર બાદ રિપોર્ટના આધારે યોગી સરકારે CBI તપાસની ભલામણ કરી હતી.

રિવરફ્રન્ટ કૌભાંડ કેસમાં સોમવારે CBIએ દરોડા પાડ્યા છે.
રિવરફ્રન્ટ કૌભાંડ કેસમાં સોમવારે CBIએ દરોડા પાડ્યા છે.

8 લોકો સામે કેસ પણ નોંધાઈ ચૂક્યા છે
કૌભાંડ મામલે 19 જૂને 2017માં ગૌતમપલ્લી પોલીસ મથકે 8 લોકો સામે ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ નવેમ્બર 2017માં પણ EWOએ પણ તપાસ શરૂ કરી દીધી હતી. ડિસેમ્બર 2017માં કેસની તપાસ CBIના હાથમાં આવી હતી અને તેણે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ડિસેમ્બર 2017માં જ IITની ટેક્નિકલ તપાસ કરવામાં આવી. ત્યાર બાદ CBI તપાસના આધારે આ મામલે EDએ પણ કેસ દાખલ કર્યો હતો.

આ લોકો સામે લાગ્યા છે આરોપ
ગોમતી રિવરફ્રન્ટના નિર્માણ કાર્ય સાથે જોડાયેલા ઇજનેર પર દગાબાજ કંપનીઓને કામ આપવું, વિદેશથી મોંઘો સમાન ખરીદવા, ચેનલાઇઝેશનનાં કામમાં ગોટાળો કરવો, નેતાઓ અને અધિકારીઓના વિદેશ પ્રવાસમાં વધારાના ખર્ચા કરવા સહિત નાણાકીય લેવડ-દેવડમાં કૌભાંડ આચરવાના આરોપ લાગ્યા છે. આ ઉપરાંત નકશા મુજબ કામ ન કરવાના આરોપ પણ છે. આ મામલે 8 ઇજનેર સામે પોલીસ, CBI અને ED કેસ દાખલ કરીને તપાસ કરી રહ્યું છે. એમાં તત્કાલીન ચીફ ઇજનેર ગોલેશ ચંદ્ર ગર્ગ, એસએન શર્મા, કાજીમ અલી, શિવમંગલ સિંહ, કમલહવાર સિંહ, રૂપ સિંહ યાદવ, સુરેન્દ્ર યાદવ સામેલ છે. આ બધા જ સિંચાઇ વિભાગના ઇજનેર છે, જેમની સામે તપાસ કરવામાં આવી રહી છે.

બંગાળ ચૂંટણી પહેલાં CBIએ ત્યાંના કેસોની તપસ ઝડપી કરી હતી
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં CBIએ એકસાથે અનેક કૌભાંડ મામલે કાર્યવાહી તેજ બનાવી હતી. CBIએ શારદા ચીટ ફંડ કૌભાંડ, નારદા સ્ટિંગ કેસ, કોલસાકૌભાંડની તપાસ સબંધિત CBIએ TMCના અનેક નેતાઓ પર સકંજો કસ્યો હતો. જોકે હવે CBIની તપાસ આ કેસોમાં નબળી પડી ગઈ છે.