તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Simla High Court Judge Told Theology Krishna Shiva, Dushyant Also Had Inter caste Marriage

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનસાથી પસંદ કરવાનો હક:સિમલા હાઈકોર્ટ જજને બ્રહ્મજ્ઞાન- કહ્યું કૃષ્ણ-શિવ, દુષ્યંતે પણ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા

સિમલા3 દિવસ પહેલા
  • કૉપી લિંક

આંતરજ્ઞાતીય લગ્નોના વિરોધને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે અજ્ઞાનતા સાથે સરખાવ્યો છે. જુદી જુદી જ્ઞાતિના લગ્ન કરવા ઈચ્છુક યુવક-યુવતીના કેસમાં ટિપ્પણી કરતા હાઈકોર્ટે કહ્યું કે, આ પ્રકારનો વિરોધ અધ્યાત્મિક અને ધાર્મિક અજ્ઞાનતાનું પરિણામ છે. જાતિવાદ અને તેના આધારે ભેદભાવના વિચાર ધર્મવિરુદ્ધ છે.

જસ્ટિસ વિવેક સિંહ ઠાકુરે ભગવદગીતાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ગીતામાં કહેવાયું છે કે, જે માણસ ઈશ્વરે બનાવેલા લોકોમાં ભેદભાવ કરે છે, તેને ક્યારેય ભગવાનના આશીર્વાદ નથી મળતા. ભારતીય સમાજમાં પ્રાચીન કાળથી જીવનસાથી પસંદ કરવાનો હક છે. સત્યવતી-શાંતનુ, દુષ્યંત-શકુંતલા આંતરજ્ઞાતીય લગ્નના જાણીતા ઉદાહરણ છે. સતીએ તેના પિતારાજા દક્ષ પ્રજાપતિની ઈચ્છા વિરુદ્ધ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા હતા. ભગવાન કૃષ્ણે પણ રુકમણિનું હરણ કરીને લગ્ન કર્યા હતા. અર્જુન-સુભદ્રા પણ આવું જ ઉદાહરણ છે.

નોંધનીય છે કે, આ કેસમાં યુવકે આરોપ લગાવ્યો હતો કે, તે જે યુવતી સાથે લગ્ન કરવા ઈચ્છે છે, તેને યુવતીના સ્વજનોએ બંધક બનાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો