• Gujarati News
  • National
  • Sikh Farmers Said Movement And Religion Are Not Separate, Nihang Will Stand On Singhu To Protect Us And Our Religion

અમૃતસરથી ગ્રાઉન્ડ રિપોર્ટ:શીખ ખેડૂતો બોલ્યા, આંદોલન અને ધર્મ અલગ નથી, નિહંગ આપણી અને આપણા ધર્મની સુરક્ષા માટે સિંઘુ પર અડગ રહેશે

2 મહિનો પહેલા

પંજાબના મોટાભાગના ખેડૂતોને સિંઘુ સરહદ પર દલિત લખબીર સિંહની ક્રૂર હત્યાનો સહેજ પણ પસ્તાવો નથી. તેમનું માનવું છે કે આંદોલન અને ધર્મ અલગ નથી, બંને સાથે જ ચાલશે. વિરોધ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે નિહંગ સિંઘુ સરહદ પર જ અડગ રહેશે કારણ કે તેઓ ખેડૂતો અને શીખ ધર્મની સુરક્ષા માટે છે.

અમૃતસરમાં રેલ રોકો આંદોલન પર પાટા રોકીને ઉભા રહેલા ખેડૂતોએ દાવો કર્યો કે પૂરી કોમનું નિહંગોને ખૂલ્લુ સમર્થન છે. જો ફરી આવું થશે તો કાયદાની ચિંતા કર્યા વગર સિંધુ બોર્ડર પર થયું તેવું ફરી થશે.

સિંઘુ સરહદ પર 14 ઓક્ટોબરની વહેલી સવારે એક યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી અને તેના મૃતદેહને પોલીસ બેરિકેડથી લટકાવી દેવામાં આવ્યો હતો. આ યુવક પંજાબના તરનતારનનો રહેવાસી એક દલિત હતો. તેની હત્યા બાદથી જ ખેડૂતોના આંદોલનમાં ધાર્મિક નિહંગોની હાજરી અંગે પ્રશ્નો ઉભા થયા છે.

આ જ મુદ્દે ભાસ્કરે અમૃતસરમાં ખેડૂતોના રેલ રોકો આંદોલનમાં સામેલ થવા પહોંચેલા ખેડૂતો સાથે ખેડૂત આંદોલનમાં વધી રહેલા ધાર્મિક પ્રભાવ પર સીધા સવાલો કર્યા. તો ચાલો જાણીએ ખેડૂતોએ તે સવાલોના શું ઉત્તરો આપ્યા...

જ્યારે સરકાર ન્યાય નથી આપતી ત્યારે જાતે ન્યાય મેળવવો પડે છે

ખેડૂત નેતા કુલબીર સિંહ લોપોકેનો આરોપ છે કે પોલીસ દયા હિનતાના કેસોમાં કાર્યવાહી નથી કરતી તેથી નિહંગોએ આ પગલું ભરવું પડ્યું
ખેડૂત નેતા કુલબીર સિંહ લોપોકેનો આરોપ છે કે પોલીસ દયા હિનતાના કેસોમાં કાર્યવાહી નથી કરતી તેથી નિહંગોએ આ પગલું ભરવું પડ્યું

અમે અમૃતસરના ખેડૂત નેતા કુલબીર સિંહ લોપોકેને અમે પૂછ્યું કે નિહંગોએ કાયદો હાથમાં કેમ લીધો? આ અંગે તેમણે કહ્યું હતું કે 2015થી દયા હિનતાના અનેક બનાવો બન્યા છે અને પોલીસ દયા હિનતાના કિસ્સાઓમાં કાર્યવાહી કરતી નથી.

ત્યાર બાદ અમે પૂછ્યું જો પોલીસ કડક કાર્યવાહી નહીં કરે તો પણ શું તમે કાયદો હાથમાં લઈ લેશો? જવાબ મળ્યો: ગુરુગ્રંથ સાહિબ મારા પિતા છે, જો મારા પિતા પર હુમલો થશે તો હું મારા જીવનની પરવા નહીં કરું. હવે શીખોમાં એવી લાગણી છે કે જ્યારે સરકાર ન્યાય આપવા સક્ષમ નથી ત્યારે આપણે જાતે ન્યાય લેવો પડશે. નિહંગોએ જે કર્યું તેની જવાબદારી તેઓએ લીધી, પોતાને કાયદા સમક્ષ રજૂ કરી, તેઓએ ખૂબ આદર કર્યો છે. તમે તેને પાપી ગણી રહ્યા છો, પરંતુ તે અમારા માટે ગર્વની વાત છે.

પસ્તાવો કરવાનો કોઈ સવાલ જ નથી, નિહંગોને મોરચા પર બની રહેવું જોઈએ
અમે કુલબીર સિંહને પૂછ્યું કે સિંધુ બોર્ડર પર ક્રૂરતા થઈ, તેને લઈને તમને થોડો પણ પસ્તાવો છે? તો જવાબ મળ્યો કે પસ્તાવો કરવાનો કોઈ સવાલ જ નથી. આંદોલનમાં પ્રદર્શન કરી રહેલા એક જૂથે અમારા સાથે વાત કરતા કેમેરા પર જણાવ્યું નિહંગોએ એકદમ સારુ કાર્ય કર્યું છે. અમે પૂછ્યું કે આ તો તાલિબાની કરતૂત છે ત્યા પણ ઈસ્લામ વિરુદ્ધ બોલવા પર ગળુ કાપી રાખવામાં આવે છે, પરંતુ અહીંયા તો કાયદાનું શાસન છે, અહી આપણા દેશમાં કોઈને આવી રીતે મારી નાખવું સારુ લાગી રહ્યો છે? જવાબ મળ્યો સમગ્ર પંજાબના લોકો નિહંગોના સમર્થનમાં છે, જે મારા બાપનું અપમાન કરશે તેને તો મારી જ નાખવામાં આવશે આમા કોઈ પણ શંકા ન રહેવી જોઈએ.

ખેડૂત આંદોલનમાં નિહંગોના અડગ રહેવાના સવાલ પર દરેકે એક જ સ્વરમાં જવાબ આપ્યો કે નિહંગોના પરત ફરવાનો કોઈ સવાલ જ નથી. તેમને ત્યા અડગ રહેવું જ જોઈએ, તેઓ અમારી રક્ષા માટે છે.

સેનાને પાછી ખેંચીલો અને અમને RSS સાથે લડાવી દો, પછી જુઓ

અમૃતસરમાં થયેલા ખેડૂતોના પ્રદર્શનમાં પણ નિહંગ સામેલ થયા. તેવા જ નિહંગ દિલબાગ સિંહનો દાવો છે કે નિહંગોને સમગ્ર પંજાબના શિખોનું સમર્થન છે
અમૃતસરમાં થયેલા ખેડૂતોના પ્રદર્શનમાં પણ નિહંગ સામેલ થયા. તેવા જ નિહંગ દિલબાગ સિંહનો દાવો છે કે નિહંગોને સમગ્ર પંજાબના શિખોનું સમર્થન છે

અમૃતસરના ખેડૂત પ્રદર્શનમાં પહોંચેલા નિહંગ શિખ દિલબાગ સિંહે જણાવ્યું કે જે પણ આવું કરશે તેનું ગળું કાપી નાખવામાં આવશે. અમારા પર જેટલો પણ જુલમ કરો અમે સહન કરી લઈશું, પરંતુ ગુરુગ્રંથ સાહિબનું અપમાન સહન કરવામાં નહી આવે. સમગ્ર પંજાબના શિખોના આરોપીઓને નિહંગોને સમર્થન છે. સેનાને પરત લઈ લો, RSSના 100 વ્યક્તિ વિરુદ્ધ 5 શિખોને લડાવો, પછી જુવો કોનામાં દમ છે. ઘી જ્યારે સીધી આંગળીએ ન નીકળે તો આંગળી વાંકી કરવી પડે છે. નિહંગોએ જે કર્યું બિલકુલ બરાબર કર્યું છે. અમને આ બાબતનો પસ્તાવો નથી, અમે આરોપી નિહંગોનું સમર્થન કરીએ છે.

ગુરુનાનકના વિચારોમાં કોઈ ભેદભાવની વાત જ નથી
અમે નિહંગ દિલબાગને પુછ્યું કે કેટલાક લોકોનું કહેવું છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે દલિત હતો અને તે ગ્રંથ સાહિબને અડ્યો, એટલા માટે તેમની હત્યા કરવામાં આવી, શું આવું હોય છે? જવાબમાં તેમણે કહ્યું- ગુરુગ્રંથ સાહિબને હિન્દુ, મુસલમાન, ઈસાઈ, દલિત કોઈ પણ અડકી શકે છે. આ વાત સંપૂર્ણ રીતે ખોટી છે. નિહંગ શીખોમાં તમામ વર્ગોનું સારુ પ્રતિનિધિત્વ છે.

કુલબીર સિંહને અમે પૂછ્યું કે ઘણા લોકો એવો આરોપ લગાવી રહ્યાં છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે, તેનું કારણ તેનુ દલિત હોવુ છે. શું આ વાત સાચી છે? તેમણે જણાવ્યું કે ગુરુ નાનકની વિચારધારા મુજબ કોઈમાં કોઈ ભેદભાવ નથી. પછી તે જાટ શીખ હોય કે દલિત હોય. એ વાત સાચી છે કે આજે સમાજમાં ઘણા ભાગ છે અને લોકો જાતિના આધારે વહેંચાયેલા છે. હું એક જટ શીખ છું, જોકે હું કોઈ પણ પ્રકારના ભેદભાવમાં માનતો નથી.

મહિલા ખેડૂત પણ બોલી, જે નિહંગોએ માર્યા તેમને અમારુ સંપૂર્ણ સમર્થન

અમૃતસરમાં રેલવેના પાટા પર બેસેલી નરિંદર કૌરનું કહેવું છે કે જ્યારે કાયદો કશું કરી નથી શકતો ત્યારે કાયદો હાથમાં લેવો પડે છે
અમૃતસરમાં રેલવેના પાટા પર બેસેલી નરિંદર કૌરનું કહેવું છે કે જ્યારે કાયદો કશું કરી નથી શકતો ત્યારે કાયદો હાથમાં લેવો પડે છે

રેલ રોકો આંદોલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી હતી. હાથમાં ઝાડો લઈને રેલવે લાઈન પર બેઠલી નરિંદર કૌરનું કહેવું હતું કે સિંધુ બોર્ડર પર જે કઈ પણ થયું, તેની ખેડૂત આંદોલન પર કોઈ અસર થશે નહિ. અમારા ધાર્મિક ગ્રંથોની બદનામી કરવામાં આવી છે. નિહંગોએ જે પણ કઈ કર્યું છે તે યોગ્ય કર્યું છે, જ્યારે કાયદો કઈ કરી શકતો નથી તો આપણે પોતે કાયદો હાથમાં લેવો પડતો હોય છે. અમારુ આરોપી નિહંગોને સંપૂર્ણ સમર્થન છે.

ગુરુગ્રંથ સાહિબની બદનામી કરવાની 5 વર્ષમાં 400 ઘટનાઓ, તપાસની માંગ
શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટી(SGPC)એ તેના નિવેદનમાં કહ્યું કે સિંધુ બોર્ડર પર થયેલી લખબીર સિંહની હત્યા કાયદાના રાજની નિષ્ફળતા છે. છેલ્લા 5-6 વર્ષોમાં ગુરુગ્રંથ સાહિબની બદનામીના 400થી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. સમગ્ર મામલાની તપાસ એક સ્વતંત્ર કમિટીએ કરવી જોઈએ.

પંજાબમાં ખેડૂત આંદોલન દરમિયાન રેલવેના પાટા પર બેસેલા ખેડૂતો. મોટાભાગના ખેડૂતો શિખ છે અને તેમનું કહેવું છે કે તેમનું આંદોલન અને ધર્મ એકસાથે ચાલે છે
પંજાબમાં ખેડૂત આંદોલન દરમિયાન રેલવેના પાટા પર બેસેલા ખેડૂતો. મોટાભાગના ખેડૂતો શિખ છે અને તેમનું કહેવું છે કે તેમનું આંદોલન અને ધર્મ એકસાથે ચાલે છે
અન્ય સમાચારો પણ છે...