તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • SII Unvails Covishield Vaccine Price At Rs 600 In Private Hospitals, Rs 400 For States And Rs 150 For Center As Before

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિશીલ્ડ મોંઘી થઈ:સીરમે કહ્યું- પ્રાઇવેટ હોસ્પિટલમાં 250 રૂપિયાની જગ્યાએ 600 રૂપિયામાં મળશે વેક્સિન, રાજ્યો માટેનો રેટ 400 રૂપિયા

નવી દિલ્હી15 દિવસ પહેલા
સીરમ ઇન્સ્ટિટ્યૂટે બુધવારે કોવિશીલ્ડ વેક્સિનના નવા ફિક્સ રેટ જાહેર કર્યા છે.
  • સીરમ ઇન્સ્ટિટ્યૂટનો દાવો- તેમની વેક્સિન વિદેશની વેક્સિનની તુલનાએ ઘણી જ સસ્તી છે
  • ભારત સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાનું નક્કી કર્યું છે

સીરમ ઇન્સ્ટિટ્યૂટે બુધવારે કોવિશીલ્ડ વેક્સિનના નવા ફિક્સ રેટ જાહેર કર્યા છે. સીરમે કહ્યું હતું કે પ્રાઈવેટ હોસ્પિટલમાં કોવિશીલ્ડ વેક્સિન 600 રૂપિયામાં આપવામાં આવશે. આ પહેલાં આ હોસ્પિટલમાં આ વેક્સિન 250 રૂપિયામાં આપવામાં આવતી હતી. રાજ્યો માટે વેક્સિનના ભાવ 400 રૂપિયા હશે અને કેન્દ્રને પહેલાંની જેમ જ આ વેક્સિન 150 રૂપિયામાં મળતી રહેશે. આગામી બે મહિનામાં વેક્સિનનું પ્રોડક્શન વધારવામાં આવશે. હાલ જેટલી વેક્સિન પ્રોડ્યુસ થાય છે એમાં 50% વેક્સિન કેન્દ્રના વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત મોકલવામાં આવે છે, જ્યારે અન્ય 50% વેક્સિન રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.

અત્યારસુધી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ભારત સરકારને 150 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે જ વેક્સિન આપી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન નિઃશુલ્ક આપવામાં આવતી હતી, જ્યારે પ્રાઈવેટ સેન્ટર્સ પર 250 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે ભાવ નક્કી કરાયા હતા. ​​​​​​

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરેલા વેક્સિનના ભાવ

  • રાજ્ય સરકારોને 400 રૂપિયા પ્રતિ ડોઝ વેક્સિન મળશે.
  • પ્રાઈવેટ હોસ્પિટલમાં 600 રૂપિયા પ્રતિ ડોઝ વેક્સિન મળશે. ​​​​​​

સીરમ ઈન્સ્ટિટ્યૂટનો દાવો- તેમની વેક્સિન વિદેશની વેક્સિનની તુલનાએ ઘણી જ સસ્તી

  • અમેરિકી વેક્સિનઃ 1500 રૂપિયા પ્રતિ ડોઝ
  • રશિયન વેક્સિનઃ 750 રૂપિયા પ્રતિ ડોઝ
  • ચીની વેક્સિનઃ 750 રૂપિયા પ્રતિ ડોઝ

વેક્સિનના નવા તબક્કાની જાહેરાત
ભારત સરકારે હાલમાં વેક્સિનેશનના નવા તબક્કાની જાહેરાત કરી છે. આ તબક્કામાં રાજ્ય સરકાર અને પ્રાઈવેટ હોસ્પિટલ ડાયરેક્ટ વેક્સિન બનાવનારી કંપનીઓ પાસેથી વેક્સિન ખરીદી શકશે. અત્યારસુધી માત્ર કેન્દ્ર સરકાર જ વેક્સિન ખરીદી રહ્યું હતું અને અલગ અલગ રાજ્યોમાં વહેંચી રહ્યા હતા.

કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, હાલ પણ 50 ટકા વેક્સિન કેન્દ્ર સરકારને મળશે, જ્યારે બાકીની 50 ટકા રાજ્ય સરકાર સીધી જ વેક્સિન બનાવનારી કંપનીઓ પાસેથી લઈ શકશે, સાથે જ પ્રાઈવેટ સેક્ટર પણ આવું કરી શકશે. ભારત સરકારે 1લી મેથી વેક્સિનેશનના નવા તબક્કાની જાહેરાત કરી છે, જે મુજબ હવે 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો વેક્સિન લઈ શકશે. સરકારના જણાવ્યા મુજબ 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને જે રીતે વેક્સિન લગાડવામાં આવી રહી છે એ યથાવત્ જ રહેશે, એટલે કે સેન્ટર્સમાં તેમના માટે વેક્સિન નિઃશુલ્ક જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો