• Gujarati News
  • National
  • Fight The Election From Amritsar Will Know The Popularity, More Dangerous To Keep Pakistanis At Home

નવજોત કૌરની કેપ્ટનને ખુલ્લી ચેલેન્જ:અમૃતસરથી ચૂંટણી લડો, લોકપ્રિયતાની ખબર પડી જશે, પાકિસ્તાનીને ઘરમાં રાખવા વધુ ખતરનાક

જાલંધરએક મહિનો પહેલા
  • સિદ્ધુને ત્યાં મળેલું સન્માન કેપ્ટનથી સહન ન થયુંઃ નવજોત કૌર

પંજાબ કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ કેપ્ટન અમરિંદર સિંહને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું હતું કે કેપ્ટન અમૃતસર ઈસ્ટમાંથી ચૂંટણી લડે, તેમને સિદ્ધૂ અને તેમની લોકપ્રિયતાનો ખ્યાલ આવી જશે. નવજોત કૌરે એટલે સુધી કહ્યું હતું કે કેપ્ટનની ટીમની રહેવાથી લઈને તેમના જમવા સુધીની વ્યવસ્થા તેમના તરફથી હશે. નવજોત કૌરે અમરિંદર સિંહના આગામી ચૂંટણીમાં સિદ્ધુને ન જીતવા દેવાના નિવેદન પર પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે.

નવજોત કૌરે અમરિંદર સિંહના નવજોત સિદ્ધુને દેશવિરોધી કહેવા અંગેના નિવેદનનો પણ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે જો આમ જ હોત તો તે સિદ્ધુ દેશ માટે ન રમત. તે ક્રિકેટર તરીકે પાકિસ્તાન ગયો હતો અને સંયોગથી કરતારપુર કોરિડોર ખોલવાનો રસ્તો બની ગયો. સિદ્ધુને ત્યાં મળેલું સન્માન કેપ્ટનથી સહન ન થયું. પાકિસ્તાન સાથે કોઈ સંબંધ રાખવાની જગ્યાએ પાકિસ્તાનને ઘરમાં રાખવું એ ખૂબ જ ખતરનાક છે. તેમણે પાકિસ્તાની મહિલા પત્રકાર અરુસા આલમ સાથે કેપ્ટનની દોસ્તી પર સવાલ કર્યા.

અકાલી પણ સમાપ્ત કરી શકી નહોતી
નવજોત કૌરે કેપ્ટન અમરિંદરને પડકાર આપતાં કહ્યું હતું કે અકાલી દળે સિદ્ધુને સમાપ્ત કરવાની કોશિશ કરી હતી, જોકે તે સફળ થયું નહોતું. અકાલીઓએ સિદ્ધુની ટિકિટ કપાવીને અરુણ જેટલીને અમૃતસરમાંથી ચૂંટણી લડાવી હતી. અમૃતસરના લોકોએ સિદ્ધુની સાથે અન્યાયનો બદલો લીધો અને જેટલી ચૂંટણી હારી ગયા.

પંજાબ કોંગ્રેસમાં કકળાટ નહિ, માત્ર ચર્ચા
નવજોત કૌરે કહ્યું હતું કે પંજાબ કોંગ્રેસમાં સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજિત ચન્ની વચ્ચે કોઈ કકળાટ નથી, માત્ર પંજાબના ભલા માટે જ ચર્ચા થઈ રહી છે. બધાનો હેતુ પંજાબને આગળ વધારવાનો છે. બધાને સાથે લઈને ચાલવાની કોશિશ કરવામાં આવી રહી છે. એના માટે CM ચન્ની પણ મંત્રીપદ પરથી હટાવવામાં આવેલા નેતાઓને મળ્યા છે.

લેટર પંજાબના લોકો સુધી પહોંચાડવાનો રસ્તો
પંજાબના મુદ્દા પર હાઈકમાન્ડને લેટર લખવા બાબતે નવજોત કૌરે કહ્યું હતું કે આ માત્ર પંજાબના લોકો સુધી પહોંચવાનો રસ્તો છે. એ ન વિચારો કે CM બદલાયા પછી સિદ્ધુ તેમના વાયદાઓ ભૂલી ગયા. કોંગ્રેસ હાઈકમાન્ડને પણ આ અંગે ખ્યાલ આવી ગયો છે. કેપ્ટન અમરિંદર સિંહે પણ એ ભૂલ કરી કે સરકાર કોંગ્રેસની બની, જોકે જનપ્રતિનિધિઓ બધા અકાલીઓ લાગી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...