• Gujarati News
  • National
  • Navjot Singh Sidhu's Tumultuous Batting Against The Captain At The Punjab Ground; Captain Amarinder And Cricketer Cum Leader Sidhu's Innings So Far

અહમની લડાઈ:પંજાબના ગ્રાઉન્ડ પર કેપ્ટન સામે નવજોત સિંહ સિદ્ધુની તોફાની બેટિંગ; કેપ્ટન અમરિંદર અને ભૂતપૂર્વ ક્રિકેટર-નેતા સિદ્ધુની અત્યારસુધીની ઇનિંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમરિંદરે રાષ્ટ્રીય રક્ષા એકેડમી, ઈન્ડિયન મિલિટરી એકેડમીમાંથી સ્નાતક કર્યા બાદ 1963માં ભારતીય સેનામાં સામેલ થયા
  • નવજોત સિંહ સિદ્ધુની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર વર્ષ 1983થી લઈ 1999 સુધી રહી હતી

પંજાબમાં આગામી વર્ષે યોજાનારી ચૂંટણી અગાઉ કોંગ્રેસ પક્ષમાં જે ગજગ્રાહ ચાલી રહ્યો છે એનો અંત આવવાનું નામ લઈ રહ્યો નથી. નવજોત સિંહ સિદ્ધુની પંજાબના નવા અધ્યક્ષ તરીકે પસંદગી થવા જઈ રહી છે, ત્યારે બીજી બાજુ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહને પણ રાજ્યમાં સરકાર ચલાવવા તેમ જ મંત્રીમંડળમાં ફેરફારો કરવા સહિત તમામ રીતે છૂટો દોર આપવામાં આવ્યો છે, પણ સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર વચ્ચે હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે સિદ્ધુને મળવા માટે કેપ્ટને એક શરત રજૂ કરી છે કે સિદ્ધુ દ્વારા અગાઉ પોતાની સામે જે આરોપ મૂક્યા છે એ માટે બિનશરતી માફી માગે.

આ ઉપરાંત અમરિંદરે સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનવા બદલ અભિનંદન પણ પાઠવ્યા નથી. ઉંમર અને અનુભવ બન્નેની દૃષ્ટિએ સિદ્ધુ અમરિંદરથી ઘણા નાના છે, ત્યારે આજે આપણે આ બન્ને રાજકીય નેતાઓની કારકિર્દી અને અનુભવ અંગે વાત કરીશું.

(કેપ્ટન અમરિંદરનો ફાઈલ ફોટો)
(કેપ્ટન અમરિંદરનો ફાઈલ ફોટો)

અમરિંદર લાંબો રાજકીય અનુભવ ધરાવે છે

  • 79 વર્ષીય અમરિંદર સિંહ વર્ષ 2002થી વર્ષ 2007 દરમિયાન પંજાબના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2017થી રાજ્યના મુખ્યમંત્રી પદ પર છે.
  • કેપ્ટન અમરિંદર રાજકીય ક્ષેત્રમાં આવ્યા એ અગાઉ ભારતીય સેના સાથે જોડાયેલા હતા. રાષ્ટ્રીય રક્ષા એકેડમી અને ઈન્ડિયન મિલિટરી એકેડમીમાંથી તેમણે સ્નાતક કર્યા બાદ વર્ષ 1963માં ભારતીય સેનામાં સામેલ થયા અને વર્ષ 1965માં રાજીનામુ આપ્યું ત્યાં સુધી રહ્યા. પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ તેઓ ફરીથી ભારતીય સેનામાં સામેલ થયા અને વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં કેપ્ટન તરીકે પોતાની સેવા આપી હતી. તેઓ શીખ રેજિમેન્ટનો હિસ્સો હતા.
  • તેઓ પટિયાલા વિધાનસભાથી ચૂંટાઈ આવ્યા છે અને પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજ્ય એકમના અધ્યક્ષ પણ છે. તેમણે વર્ષ 1980માં પ્રથમ વખત લોકસભા બેઠક પર જીત મેળવી હતી.
  • રાજકીય ઉપરાંત સિંહે વર્ષ 1963થી 1966 સુધી ભારતીય સેના માટે કામ કર્યું છે. તેમનો જન્મ મહારાજા યાદવેન્દ્ર સિંહ અને પટિયાલાની મહારાણી મોહિંદર કૌરના ઘરે થયો હતો, જેઓ સિદ્ધૂ બરાડના ફૂલ્કિયા વંશ સાથે સંકળાયેલા હતા.
  • તેમનાં પત્ની પ્રણીવ કૌર વર્ષ 2009થી 2014 સુધી સાંસદ અને વિદેશ મંત્રાલયમાં રાજ્ય મંત્રી હતાં. તેમને એક દીકરો અને એક દીકરી છે.

વર્ષ 1980થી રાજકીય ક્ષેત્ર જોડાયા

  • વર્ષ 1980માં તેમના કરિયરની શરૂઆત થઈ હતી, પણ વર્ષ 1984માં ઓપરેશન બ્લૂ સ્ટાર સમયે સ્વર્ણ મંદિરમાં સેનાએ પ્રવેશ કરતાં તેના વિરોધમાં કોંગ્રેસ તથા લોકસભામાંથી રાજીનામું આપી દીધું હતું.
  • અમરિંદરે ઓગસ્ટ,1985માં અકાલી દરમાં સામેલ થયા હતા. ત્યાર બાદ તેમણે 1995ની ચૂંટણીમાં અકાલી દળ (લોંગોવાલ)ની ટિકિટ પર પંજાબ વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેઓ સુરજિત સિંહ બરનાલાની સરકારમાં કૃષિમંત્રી હતા.
  • અમરિંદરે પાંચ મે 1986માં સ્વર્ણ મંદિરમાં અર્ધસૈન્ય દળોના પ્રવેશના વિરોધમાં કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ તેમણે પંથિક અકાલી દળની રચના કર્યા બાદ મે,1997માં કોંગ્રેસમાં વિલય થઈ ગયા.
  • વર્ષ 1998માં પટિયાલાથી કોંગ્રેસની ટિકિટ પર સંસદીય ચૂંટણી લડ્યા હતા, પણ તેમને કોઈ સફળતા મળી ન હતી. વર્ષ 1999-2002 વચ્ચે તેમણે પંજાબ કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા.
(ફાઈલ ફોટો)
(ફાઈલ ફોટો)

નવજોત સિંહ સિદ્ધુ વર્ષ 1983થી 1999 ક્રિકેટ ક્ષેત્રમાં

  • 20 ઓક્ટોબર 1963ના રોજ પંજાબના પટિયાલામાં જન્મેલા નવજોત સિંહ સિદ્ધુ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર છે અને તેમણે રાજકીય મોરચે ભાજપમાંથી તેમની ઈનિંગની શરૂઆત કરી હતી.
  • નવજોત સિંહ સિદ્ધુની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર વર્ષ 1983થી લઈ 1999 સુધી રહી હતી. તેમણે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ 1983માં વેસ્ટ ઈન્ડીઝ સામે અમદાવાદથી શરૂઆત કરી હતી, જેમાં તેમણે ફક્ત 19 રન બનાવ્યા હતા.
  • શરૂઆતની બે ટેસ્ટ મેચ રમ્યા બાદ સિદ્ધુને ટીમમાંથી બહાર બેસવું પડ્યું હતું. લગભગ 5 વર્ષ સુધી ક્રિકેટમાં સંઘર્ષ કર્યા બાદ છેવટે 1987ના વિશ્વ કપમાં તેમની પસંદગી થઈ હતી. વર્ષ 1987ના વિશ્વ કપમાં નવજોત સિંહ સિદ્ધૂએ પોતાની પ્રથમ વન-ડે મેચમાં 73 રનની ઈનિંગ રમવા છતાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
  • આ મેચ બાદ નવજોત સિંહ સિદ્ધુની ઈનિંગની ચર્ચા થવા લાગી હતી. વર્ષ 1987ના વિશ્વ કપની પાંચ પૈકી ચાર મેચમાં તેણે અડધી સદી ફટકારી હતી.

ભાજપમાં જોડાઈ રાજકીય કરિયરની શરૂઆત કરી

  • તેમણે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ ભાજપની ટિકિટ પર અમૃતસર લોકસભા બેઠક પરથી વર્ષ 2003માં ચૂંટાઈ આવ્યા હતા. તેમની પર એક વ્યક્તિની હત્યાના આરોપમાં કેસ ચાલ્યો હતો અને કોર્ટે તેમને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી.
  • ત્યાર બાદ લોકસભાના સભ્યપદ પરથી રાજીનામું આપી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. નીચલી કોર્ટે સજા પર સ્ટે આપ્યા બાદ ફરી તેઓ ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના પંજાબના નાણામંત્રી સૂરીન્દર સિંગલાને હરાવ્યા હતા. 28 એપ્રિલ 2016ના રોજ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા, પણ કેટલાક મહિના બાદ 18 જુલાઈ 2016ના રોજ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યા બાદ 18 જુલાઈ 2016ના રોજ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું.

કોમેન્ટેટર અને ટીવી કલાકાર તરીકે સિદ્ધુની ઈનિંગ

  • જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2001માં શ્રીલંકા પ્રવાસ પર ગઈ ત્યારે સિદ્ધુએ કોમેન્ટેટર તરીકે નિમ્બુજ સ્પોર્ટ્સ માટે કામ કર્યું હતું. ત્યાર બાદ તેમણે ઈ.એસ પી.એન. સ્ટાર સ્પોર્ટ્સે પોતાની ચેનલ પર સ્થાન આપ્યું અને તેઓ વન લાઈનર કોમેડી કરવા લાગ્યા.
  • ઈ.એસ.પી.એન.થી અલગ થયા બાદ તેઓ ટેન સ્પોર્ટ્સ સાથે જોડાયા અને ક્રિકેટ સમીક્ષક તરીકે જોડાયા. ત્યાર બાદ તેઓ ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં જજની ભૂમિકામાં દેખાયા હતા. આ ઉપરાંત તેમણે પંજાબી ચક દે સિરિયલમાં પણ કામ કર્યું.