• Gujarati News
  • National
  • Sidhu Called Amarinder Jaichand And Asked The Captain, "Will Punjab Leave After Eliminating The Congress?"

પંજાબ કોંગ્રેસમાં કકળાટ:સિદ્ધુએ અમરિંદરને જયચંદ ગણાવ્યા, કેપ્ટને પૂછ્યું- શું પંજાબ કોંગ્રેસને ખતમ કરીને જ છોડશે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંજાબમાં કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુ અને ભૂતપુર્વ કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે ચાલી રહેલો વિખવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. સિદ્ધુએ બુધવારે અમરિંદરને ફૂટેલી કારતૂસ અને પંજાબના રાજકારણના જયચંદ ગણાવ્યા હતા. સિદ્ધુએ કહ્યું કે કેપ્ટન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા સંચાલિત ભાજપના વફાદાર મુખ્યમંત્રી છે. તેમણે પોતાના હિતોનું રક્ષણ કરવા માટે પંજાબના હિતો અમરિંદર પણ પાછળ રહ્યાં નથી. તેમણે કહ્યું કે સિદ્ધુને કંઈ જ સમજણ પડતી નથી. ગમે તે બકવાસ કરતા રહે છે. કેપ્ટને કહ્યું કે સંપૂર્ણ દિવસ મારા પર પ્રહાર કરવામાં સમય બગાડે છે.

આ રીતે ચાલી રહી છે લડાઈ
અમરિંદરની પત્રકાર પરિષદમાં જ સિદ્ધુનો હુમલો

અમરિંદર ચંડીગઢમાં પત્રકાર પરિષદ કરી રહ્યા હતા. ત્યારે સિદ્ધુએ કેપ્ટન પર આકરા પ્રહાર કર્યાં. સિદ્ધુએ કહ્યું પંજાબના 78 કોંગ્રેસી MLA ક્યારેય વિચારી પણ શકતા નથી કે તેમને શું મળ્યું. સિદ્ધુએ અમરિંદરને નકારાત્મક શક્તિ તરીકે ગણાવતા કહ્યું કે તેમણે પંજાબના વિકાસ અને ન્યાયને અટકાવ્યો છે. સિદ્ધુએ કહ્યું કે કેપ્ટન મારા માટે દરવાજા બંધ કરવા માગતા હતા, કારણ કે હું પંજાબના લોકોનો અવાજ ઉઠાવતો હતો. સત્તા સમક્ષ હકીકત અંગે રજૂઆત કરી.

અગાઉ નવો પક્ષ બનાવ્યો તો ડિપોઝીટ જપ્ત થઈ ગયેલી
​​​​​​​
સિદ્ધુએ અમરિંદરની મજાક ઉડાવતા કહ્યું કે અગાઉ તેમણે પોતાનો નવો પક્ષ બનાવેલો. ત્યારે તેમની ડિપોઝીટ જપ્ત થઈ ગયેલી. તેમને ફક્ત 856 મત મળેલા. પંજાબના લોકો તેમના હિતો સાથે બાંધછોડ કરનારા કેપ્ટનને ફરી વખત સજા આપવા માટે તૈયાર થઈ બેઠા છે.

કેપ્ટને આપ્યો જવાબઃ સિદ્ધિને કંઈ જ ખબર નથી, ફક્ત બકવાસ કરે છે
કેપ્ટને પણ સિદ્ધુ પર વળતા પ્રહાર કર્યાં. અમરિંદરે કહ્યું કે આ વ્યક્તિ (સિદ્ધુ)ને કંઈ જ ખબર નથી. તે ફક્ત મોઢાથી બકવાસ કરતો રહે છે. હું રાજ્યના મુદ્દા અંગે તમામ કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકત કરતો રહ્યો છું.

​​​​​​​