• Gujarati News
  • National
  • Sidhu Attacked The Channi Government, Salting The Wounds Of The Victims By Appointing DGPs And AGs; We Can't Even Show The Mouth If We Don't Remove Them

પંજાબ કોંગ્રેસમાં નથી અટકી રહ્યો વિવાદ:સિદ્ધુએ ચન્ની સરકાર પર કર્યો હુમલો, DGP અને AGની નિમણૂંક દ્વારા પીડિતોના ઘા પર મીઠું નાંખ્યું; તેમને હટાવો નહીં તો મોઢું પણ નહીં બતાવી શકીએ

જલંધર17 દિવસ પહેલા
નવજોત સિંહ સુદ્ધુએ પંજાબમાં નવી બનેલી ચન્ની સરકાર પર હુમલો કર્યો છે.
  • DGP અને AGને હટાવવાની માંગ પર સિદ્ધુ હજુ પણ મક્કમ

પંજાબ કોંગ્રેસનાં અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા પંજાબ કોંગ્રેસમાં ઘમસાણ યથાવત છે. નવજોત સિંહ સિદ્ધુએ નવી બનેલી ચન્ની સરકાર પર હુમલો કર્યો છે. આ વખતે પણ સિદ્ધુના નિશાન પર DGP ઇકબાલપ્રીત સહોતા અને એડવોકેટ જનરલ (AG) એપીએસ દેયોલ જ છે. સિદ્ધૂએ કહ્યું હતું કે તેમની નિમણૂંક કરીને પંજાબ સરકારે પીડિતોના ઘા પર મીઠું નાંખ્યું છે. સિદ્ધૂએ વધુમાં કહ્યું કે આ બંનેને કોઈપણ સંજોગોમાં બદલવા જ પડશે નહિતર અમે પંજાબના લોકોને મોઢું પણ નહીં બતાવી શકો. સિદ્ધુ સતત આ બંને અધિકારીઓને દૂર કરવા માટે મક્કમ છે. સિદ્ધુએ તેમની નિમણૂંક બાદ જ રાજીનામું આપ્યું છે.

અમરિન્દર સરકાર નિષ્ફળ રહી
નવજોત સિદ્ધુએ કહ્યું કે ડ્રગ સ્મગલિંગના મુખ્ય આરોપીની ધરપકડને લઈને 2017માં પંજાબમાં સરકાર બની હતી. આ મામલામાં સરકાર નિષ્ફળ રહી. જે કારણે પૂર્વ સીએમ (કેપ્ટન અમરિંદર સિંહ)ને દૂર કરવામાં આવ્યા હતા. સિદ્ધુ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે નવી સરકારમાં પણ આવું જ કામ કરવામાં આવી રહ્યું છે.

સિદ્ધૂએ ટ્વીટ કર્યું હતું.
સિદ્ધૂએ ટ્વીટ કર્યું હતું.

સિદ્ધુ પોતાની નારાજગી છોડી રહ્યા નથી
તે સ્પષ્ટ છે કે નવજોત સિદ્ધુ હજુ પણ સરકારથી નારાજ છે. સિદ્ધુને મનાવવા માટે CM ચરણજીત ચન્નીએ 3 દિવસ પહેલા પંજાબ ભવનમાં એક બેઠક પણ યોજી હતી. જ્યાં સંમતિની કોઈ ફોર્મ્યુલા બની નહીં. જેમાં કહેવામાં આવ્યું હતું કે તે 10 વરિષ્ઠ અધિકારીઓના નામ UPSCને મોકલી રહ્યા છે. 3 અધિકારીઓની જે પણ પેનલ આવશે તેમાંથી DGPની નિમણૂક કરવામાં આવશે. જો કે તેમાં પણ સહોતાંનું નામ છે.

જ્યારે, એડવોકેટ જનરલ એપીએસ દેયોલ પાસેથી માનહાનીના કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. આગળ નિર્ણય લેવાયો હતો કે મોટા નિર્ણયો લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. જેમાં નવજોત સિદ્ધુ, CM ચરણજીત ચન્ની અને હાઈકમાન્ડ તરફથી જનરલ સેક્રેટરી અથવા પંજાબ ઈન્ચાર્જ સભ્ય રહેશે. જો કે, ડીજીપી અને એજીને હટાવવાની માંગ પર સિદ્ધુ હજુ પણ મક્કમ છે.

સિદ્ધુએ ગઈકાલે પણ પોતાના તેવર બતાવ્યા હતા
સિદ્ધુએ શનિવારે પણ તીખા તેવર બતાવ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ પદ પર રહે કે ના રહે, પરંતુ તેઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે ઉભા રહેશે. એવું માનવામાં આવે છે કે અત્યાર સુધી કોંગ્રેસ હાઇકમાન્ડે દ્વારા સિદ્ધુ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અંગે પણ સિદ્ધુની નારાજગી યથાવત છે. જો રાજીનામું હાઈકમાન્ડ દ્વારા ફગાવી દેવામાં આવે તો સિદ્ધુએ ચાર્જ પાછો લેવાનો સંકેત છે. સિદ્ધુ જો પોતે રાજીનામું પરત લઈ લે છે તો તેમને ડર છે કે તેમની રાજકીય વિશ્વસનીયતા ઓછી ન થઈ જાય.

અન્ય સમાચારો પણ છે...