તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં મંગળવારે થયેલી બસ દુર્ઘટનામાં નહેરમાંથી બુધવારે પણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં બચેલા લોકોએ ભાસ્કર ગ્રુપને તેમની પીડા જણાવી હતી. આજે અમે તેવા ચાર લોકોની કહાની તમને જણાવી રહ્યા છીએ...
1. દરવાજા પાસે ઊભી હતી, એટલે બચી ગઈ, પરંતુ માને ના બચાવી શકી: સ્વર્ણલતા દ્વિવેદી
રામપુર નૈકિનની સ્વર્ણલતા દ્વિવેદીએ જણાવ્યું હતું કે મારી 12 વાગે સતનામાં નર્સિંગની એક્ઝામ હતી. માતા વિમલા સાથે સવારે 7 વાગે બસમાં નીકળી હતી. મા કન્ડક્ટર સીટની પાછળ બેઠી હતી અને હું બસમાં ભીડ હતી એટલે દરવાજા પાસે ઊભી હતી. બસ ઓવરલોડ હોવા છતાં ડ્રાઈવર ફુલ સ્પીડમાં બસ ચલાવતો હતો. ત્યારે જ જોરદાર ઝટકો લાગ્યો અને બસ સરદા પટના નહેરમાં પલટી ગઈ. હું દરવાજાની બહાર પાણીમાં પડી. થોડું તરતાં આવડતું હતું. હાથ-પગ ચલાવવા લાગી તો અમુક લોકોએ દોરડું પાણીમાં નાખીને મને કિનારે ખેંચી લીધી, પરંતુ મારી આંખોની સામે મારી મા ડૂબી ગઈ.
2. શિવરાનીએ મને બચાવ્યો, પરંતુ વહુ અને પૌત્ર તણાઈ ગયાં: સુરેશ ગુપ્તા
રામપુર નૈકિનના સુરેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે 24 વર્ષની વહુ પિન્કી અને 2 વર્ષનો પૌત્ર અથર્વ હવે આ દુનિયામાં નથી રહ્યાં. પિન્કીની દાદીનું થોડા દિવસ પહેલાં જ નિધન થઈ ગયું હતું. અમે ત્રણેય તેમના તેરમા પર જતાં હતાં. બસ પલટી તો અમે નહેરમાં અંદાજે 500 મીટર સુધી તણાઈ ગયા. શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. ત્યારે જ કિનારે ઊભેલી શિવરાનીએ મારી હિંમત વધારી. તેણે મને બચાવવા માટે નહેરમાં છલાંગ લગાવી અને હાથ પકડીને કિનારે લાવી.
3. અંકલનો મૃતદેહ બસમાંથી મળ્યો, તે મને પરીક્ષા અપાવવા લઈ જતા હતા: અર્ચના જયસ્વાલ
ઈટમા સિંગરૌલીમાં રહેતી અર્ચના જયસ્વાલ રામપુર નૈકિન હોસ્પિટલમાં દાખલ છે. તેણે જણાવ્યું, હું ડૉ. હરિલાલજી શર્માના ઘરે ભાડે રહેતી હતી. તેઓ નિવૃત્ત ટીચર હતા. અંકલ મને એએનએમ (ઓક્સિલરી નર્સ મિડવાઈફરી)ની પરીક્ષા અપાવવા સતના લઈ જતા હતા. હું તો બચી ગઈ, પરંતુ પછી ખબર પડી કે અંકલનો મૃતદેહ બસની અંદરથી મળ્યો હતો.
4. ભાઈ હંમેશાં માટે હાથ છોડીને જતો રહ્યો: વિભા પ્રજાપતિ
સીધીની કુસમી દુઆરીની વિભા પ્રજાપતિના ભાઈ દીપેશનું આ ઘટનામાં મોત થઈ ગયું છે. વિભાએ જણાવ્યું, બસ પલટી તો મેં દીપેશનો હાથ જોરથી પકડ્યો હતો, પરંતુ પાણીના ઝડપી વહેણને કારણે ભાઈનો હાથ છૂટી ગયો. મેં ભાઈને બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ સફળતા ના મળી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.