• Gujarati News
  • National
  • Sick Men In Every Household, Oxygen Cylinders And Death Every Year ... Risking Lives For 300 Rupees

રાજસ્થાનમાં વિધવાઓનું ગામ:દરેક ઘરમાં બીમાર પુરુષ, ઓક્સિજન સિલિન્ડર અને દર વર્ષે મૃત્યુ... 300 રૂપિયા માટે જીવ જોખમમાં ધકેલી રહ્યા છે

જયપુર25 દિવસ પહેલાલેખક: વિક્રમસિંહ સોલંકી
  • બાળકો પણ મજબૂરીમાં હોટલમાં કામ કરી રહ્યા છે

'આ ગામની મહિલાઓ બંગડીઓ પહેરવા માટે નહીં, તોડવા માટે ખરીદે છે'

1979માં રિલીઝ થયેલી ફિલ્મ 'કાલા પથ્થર'નો આ ડાયલોગ ભીલવાડાની કાછિયો કા બડિયા, ગુલાબ સાગર, ઝાલ કા બડિયા, સંગ્રામપુરા સહિત અનેક ગામોની સેંકડો મહિલાઓનું આ કડવું સત્ય છે, જેને તેઓ ઈચ્છે તોપણ બદલી શકતી નથી.

સુશીલા હોય, સુનીતા હોય કે પુષ્પા હોય... નામો જુદાં છે, પણ કહાની એક જ છે. આ ગામોમાં સદાય સુહાગનના આશીર્વાદ 8-10 વર્ષથી વધુ ચાલતા નથી. હવે તો આસપાસના લોકો પણ આ ગામોને વિધવાઓનું ગામ કહેવા લાગ્યાં છે. તેથી ડર એવો કે આ ગામડાંમાં લગ્નના નામથી પણ મહિલાઓ ડરે છે.

ઘરમાં ગેસ-સિલિન્ડર હોય કે ન હોય, આ ગામડાંમાં ઓક્સિજન-સિલિન્ડર ચોક્કસપણે મળશે. સિલિન્ડર કેટલું મહત્ત્વનું છે એનો ખ્યાલ આના પરથી અંદાજ લગાવી શકાય છે કે લોકોએ એને ખરીદવા માટે જમીન ગીરવી મૂકીને વ્યાજખોરો પાસેથી લોન લેવા મજબૂર બને છે. આ ગામડાંના માણસો એવી બીમારી સામે લડી રહ્યા છે, જેમાં દર વર્ષે 30 લોકોનાં મોત થાય છે. તેઓ માત્ર રૂ. 300 માટે પોતાનો જીવ દાવ પર લગાવે છે.

વાંચો- આ ગામડાઓનું દર્દ, જે તમને રડાવી દેશે...

સ્મશાનગૃહમાંથી ચિતાનો ધુમાડો નીકળી રહ્યો હતો
ભાસ્કર ટીમ સૌથી પહેલા ભીલવાડાથી 55 કિમી દૂર આવેલા કાછિયો કા બાડિયા ગામમાં પહોંચી હતી. ગામની બહાર 12માનો વિદ્યાર્થી સોનુ મળ્યો. તેને પૂછતાં તેણે કહ્યું - 'ચાલો, હું લઈ જઈશ.' ગાડી થોડે દૂર ગઈ કે એક સ્મશાન દેખાયું, જ્યાં ધુમાડો નીકળતો હતો. સોનુએ કહ્યું- 'સવારે જ એક વ્યક્તિના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે.' જ્યારે તેની ઉંમર પૂછવામાં આવી તો તેણે કહ્યું- 'તે યુવાન જ હતો.'

સ્મશાનથી થોડે આગળ ચાલીને અમે ગામમાં પ્રવેશ્યા ત્યારે શેરીઓ નિર્જન હતી. એક ઘરની બહાર તંબુ હતો. ઘરમાં 32 વર્ષનાં યુવકનું મોત થયું હતું. ઘરની અંદરથી મહિલાઓના રડવાનો અવાજ આવી રહ્યો હતો. કેટલાક લોકો ઘરની બહાર બેઠા હતા, જેઓ બીમારી બાબતે ચિંતિત હતા. 'મને ખબર નથી કે આ સિલિકોસિસ ક્યારે ગામનો પીછો છોડશે.'

'ડોક્ટરે કહ્યું- કામ કરશો તો જલદી મરી જશો'
ભાસ્કર ટીમ ગામમાં પહોંચતાંની સાથે જ 20થી વધુ મહિલાઓ ત્યાં પહોંચી હતી, તેમની આંખોમાં દુઃખ અને હાથમાં પીડાના કાગળો હતા. બધા પોતપોતાની પીડા કહેવા લાગ્યા. કહ્યું- પ્રમાણપત્રો ઓનલાઈન કરી શકાતા નથી. 1,500 રૂપિયા મળે છે, તેમાં ઘરનો ખર્ચ કેવી રીતે ચલાવીએ, બાળકોની સંભાળ કેવી રીતે રાખીએ. ડૉક્ટરે પતિને હવે કામ ન કરવાનું કહ્યું છે. જો તમે કામ કરશો, તો તમે જલદી મૃત્યુ પામશો. અમે અમારો પરિવાર કેવી રીતે ચલાવીએ?

પતિ ગુમાવનારી 3 મહિલાએ જણાવી વ્યથા
5 વર્ષ સુધી ચાલી હતી પતિની સારવારઃ 35 વર્ષની સુશીલાએ જણાવ્યું કે તેને 4 બાળક છે. 18 વર્ષની ઉંમરે લગ્ન થયા હતા. પતિ પ્રભુ સિંહ 2016માં બીમાર પડ્યા હતા, પછી 1 લાખ રૂપિયા મળ્યા હતા. 5 વર્ષ સુધી સારવાર ચાલી. કામ પણ બંધ કરી દીધું હતુ. 7 મહિના પહેલાં તેઓ મૃત્યુ પામ્યા. હવે હું બાળકોને ઉછેરવા માટે નરેગામાં કામ કરું છું. પતિના મૃત્યુ પછી પણ ઓનલાઈન પ્રમાણપત્ર થઈ શક્યું નહીં.

500 રૂપિયા મળે છે પેન્શનઃ સુનીતાએ કહ્યું હતું કે પતિ દેવી સિંહ ત્રણ વર્ષથી બીમાર હતા. ત્રણ બાળક છે. જીવતા હતા ત્યારે 1 લાખ મળ્યા હતા. બે વર્ષ પહેલાં અવસાન થયું. તેના મૃત્યુ બાદ બે લાખ રૂપિયા મળ્યા હતા. હાલમાં પેન્શન 500 રૂપિયા મળે છે. 500 રૂપિયામાં કંઈ થતું નથી.

બીમારીના ઈલાજ પર દેવું થઈ ગયું: પુષ્પાએ જણાવ્યું હતું કે તેના લગ્ન 16 વર્ષની ઉંમરે થયા હતા. પતિના મૃત્યુને સાડાત્રણ વર્ષ થઈ ગયાં. ત્રણ છોકરી અને બે છોકરા છે. તેની સારવાર માટે લીધેલી લોન હજુ સુધી ચૂકવાઈ નથી. 500 રૂપિયા મળે છે. એટલામાં શું થાય. બાળકો પણ મજબૂરીમાં હોટલમાં કામ કરી રહ્યા છે.

દાદા, પિતા અને પુત્રનું મૃત્યુ
ભાસ્કર ટીમ ગામના એક ઘરે પહોંચી ત્યારે પ્રેમી દેવી નામની મહિલા ખાટલા પર સૂતી હતી. દેવર લાલસિંહે જણાવ્યું, 3 વર્ષથી ખાટલામાં છે. ચાલવામાં અને બોલવામાં પણ તકલીફ પડે છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે. મોટા ભાઈ, પિતા અને દાદાને પણ આ જ રોગ હતો. ત્રણેય મૃત્યુ પામ્યા. ભાભીને પણ રોજ શ્વાસ ચઢે છે. ડૉક્ટરના ઇન્જેક્શન પછી રાહત થાય છે. ભાભીનાં ત્રણેય નાનાં બાળકો પરિવાર ચલાવવા માટે નરેગામાં કામ કરે છે.

10 વર્ષથી બીમાર છતાં કામ કરવાની મજબૂરી
25 વર્ષથી ખાણમાં કામ કરતા દેવીસિંહ 10 વર્ષથી સિલિકોસિસથી પીડિત છે. દેવીસિંહે કહ્યું- ઘૂંટણમાં દુખાવો છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ડૉક્ટરો દવા લખી આપે છે, પણ ખરીદવી કેવી રીતે? પરિવારમાં પાંચ લોકો છે. 1,500 પેન્શન મળે છે. પથ્થરો તોડીશ નહીં તો કેવી રીતે ચાલશે?

આવી જ કહાની 50 વર્ષીય શંકરની છે. તેને પણ સિલિકોસિસ થયો છે, તેના પિતાનું પણ આ રોગથી અવસાન થયું છે. તેણે કહ્યું- દીકરીના લગ્ન કર્યા હતા, જેનું દેવું હજુ ચૂકવાયું નથી. હવે બીમારીના કારણે તેણે કામ પણ છોડી દીધું છે. શું કરવું એ સમજાતું નથી?

એવો ડર ગામમાં કોઈ દીકરી આપવા તૈયાર નથી
ગામમાં સિલિકોસિસના 70થી વધુ દર્દીઓ છે. મોટા ભાગના ઘરોમાં વિધવા સ્ત્રીઓ. બીમારીનો ડર એવો હોય છે કે કોઈ પોતાની દીકરીના લગ્ન આ ગામમાં કરવા નથી માગતું. ગામની શાળાના શિક્ષકે જણાવ્યું હતું કે આ મહિને બિરમ સિંહ (35), પ્રેમ સિંહ (40), સંવર સિંહ (42), સુખદેવ સિંઘ (40)નું અવસાન થયું. નજીકના ગુલાબ સાગર કી ધાણી, ઝાલ કા બડિયા, ગુલાબ સાગર અને સંગ્રામપુરામાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

દર વર્ષે 30થી 32 લોકો આ રોગથી મૃત્યુ પામે છે. આ વર્ષે અત્યારસુધીમાં 15 લોકોનાં મોત થયાં છે. વિધવા મહિલાઓને માત્ર રૂ. 1,500 પેન્શન તરીકે મળે છે, જેમાં ઘર ચલાવવું શક્ય નથી. આ કારણોસર મહિલાઓ અને તેમનાં સગીર બાળકો બંને મજૂરીકામ કરે છે.

300 રૂપિયાના રોજના વેતન માટે તેઓ પોતાનો જીવ દાવ પર લગાવી રહ્યા છે
ગામના દેવી સિંહે જણાવ્યુંસ ખાણોમાં કામ કરવા માટે 5 રૂપિયા પ્રતિ ઘનફુટ વેતન મળે છે. એક માણસ દરરોજ 50થી 60 ઘનફુટ પથ્થર કાપે છે, જેમાંથી 300 રૂપિયા મળે છે. જ્યારે કોન્ટ્રેક્ટર 350 રૂપિયા પ્રતિ ઘનફૂટમાં કામ કરે છે. રાજ્ય સરકાર સિલિકોસિસ દર્દીને એક લાખ રૂપિયા આપે છે. જ્યારે, પેન્શન માટે 500 રૂપિયા મળે છે.

અન્ય સમાચારો પણ છે...