તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Sick Elephant Tied To A Tree, Mahout Breaks Down, The Visitor Encounters Vandalism While Making Video

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તામિલનાડુ:બીમાર હાથણીને ઝાડ સાથે બાંધી મહાવત તૂટી પડ્યા, વિઝિટરે વીડિયો બનાવતાં બર્બરતા સામે આવી

3 દિવસ પહેલા

તામિલનાડુમા હાથણીને ઝાડ સાથે બાંધી માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટના ઠેકમપટ્ટી સ્થિત કેમ્પમાં બની છે. અહીં બે મહાવત હાથણીને સાંકળથી ઝાડ સાથે બાંધી તેના પર તૂટી પડ્યા હતા. બન્ને મહાવતે બેરહેમીપૂર્વક ડંડાવાળી કરતાં સારવાર માટે આવેલી આ હાથણી બૂમાબૂમ કરતી રહી હતી, જો કે મહાવત તેને મારતાં રહ્યા હતા. કેમ્પમાં આવેલા કોઈ વિઝિટરે આ ઘટનાનો વીડિયો બનાવી વાઇરલ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. મહત્ત્વનું છે કે, જયામાલ્યતા નામની આ હાથણી 19 વર્ષની છે, અને તે શ્રીવિલ્લિપુથુરના આંદલ મંદિરની છે. સારવાર દરમિયાન મહાવત વિનિલ કુમાર અને તેના આસિસ્ટન્ટ શિવાપ્રસાદે તેના પર ક્રૂરતા વરસાવી હતી. વીડિયો સામે આવ્યા બાદ વન્યજીવ સંરક્ષણ કાયદા મુજબ બંને મહાવતની ધરપકડ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો