• Gujarati News
  • National
  • Sibal Says Country's Slogan Is Not Satyamev Jayate, Shastramev Jayate Is Done, SC Ready For Hearing

ધર્મ સંસદમાં ઉશ્કેરણીજનક નિવેદનનો મામલો:સિબ્બલે કહ્યુ- દેશનું સુત્ર સત્યમેવ જયતે નહીં શસ્ત્રમેવ જયતે થઈ ગયુ છે, સુનાવણી માટે SC તૈયાર

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

લઘુમતી સમુદાય સામે કથિત રીતે હિંસા ભડકાવવા માટે ઉત્તરાખંડનાં હરિદ્વારમાં યાજાયેલી ધર્મ સંસદના ભાષણોની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ ગઈ છે. સિનીયર વકીલ અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, સિબ્બલે સુપ્રીમને કહ્યુ કે સત્યમેવ જયતેના બદલે શસ્ત્રમેવ જયતેની વાતો થઈ રહી છે. એફઆઈઆર નોંધવામાં આવી, પરંતુ કોઈની ધરપકડ કરાઈ નથી. જ્યારે, આ તરફ ચીફ જસ્ટિસ એન વી રમનાએ આ કેસની સુનાવણી કરવાનું આશ્વાસન આપ્યુ હતુ.

હરિદ્વાર ધર્મ સંસદ પર કેમ થયો છે વિવાદ
ઉત્તરાખંડ હરિદ્વારની ધર્મ સંસદમાં ઉશ્કેરણીજનક ભાષણનો એક વીડિયો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. ખરેખરમાં આ ધર્મ સંસદમાં એક વક્તાએ વિવાદીત ભાષણ આપતા કહ્યુ હતુ કે ધર્મની રક્ષા માટે હિન્દુઓએ હથિયાર ઉઠેાવવાની જરુર છે. વક્તાએ વધુમાં કહ્યુ હતુ કે કોઈપણ સ્થિતિમાં દેશમાં મુસ્લિમ વડાપ્રધાન ન બને. વક્તાએ કહ્યુ હતુ કે મુસ્લિમોની વધતી વસ્તીને અટકાવવી પડશે.

32 પૂર્વ અધિકારીઓએ પત્ર લખ્યો હતો
હરિદ્વારમાં એક ચોક્કસ વર્ગ વિરુદ્ધ ભડકાઉ ભાષણોના સંબંધમાં પૂર્વ સૈન્ય વડાઓ સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ પગલાં લેવાની માગણી કર્યાના એક દિવસ પછી, ભારતીય વિદેશ સેવા (IFS)ના 32 પૂર્વ અધિકારીઓએ ખુલ્લો પત્ર લખ્યો હતો. સરકાર સામે સતત નિંદા ઝુંબેશ ચાલી રહી હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે આ પ્રકારની નિંદા બધા માટે હોવી જોઈએ અને અમુક પસંદગીના લોકો માટે નહીં.

અન્ય સમાચારો પણ છે...