તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Shubhendu Was At No. 2 In The Mamata Government At One Time; Get To Know Shubhendu Who Was In The Role Of Sculptor In Nandigram Movement

ચર્ચાનું કેન્દ્ર બનેલા શુભેન્દુ વિશે A to Z:એક સમયે મમતા સરકારમાં હતા નંબર-2; નંદીગ્રામ આંદોલનમાં શિલ્પીની ભૂમિકામાં હતા શુભેન્દુ

3 મહિનો પહેલા
  • શુભેન્દુ વર્ષ 1989માં વિદ્યાર્થી પરિષદના નેતા તારીખે ચૂંટાઈ આવ્યા હતા ભાજપમાં જોડાયેલા નેતાઓની ઘર વાપસી માટે TMCપણ કમર કસી રહ્યું

TMC છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓની ઘર વાપસી માટે તૃણમૂલ કમર કસી રહ્યું છે. પશ્ચિમ બંગાળનિ ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનરજીને પરાજિત કરનારા ભાજપના નેતા શુભેન્દુએ રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંગાળ ભાજપના 74 ધારાસભ્યોમાંથી માત્ર 50 ધારાસભ્યોએ જ હાજર રહ્યા હતા અને 24 ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યા ન હતા. હવે આ બાબતે એવી પણ અટકળો વહેતી થઈ છે કે કદાચ બંગાળ ભાજપમાં ભંગાણ નહીં પડે? જાણો ક્યારેક પશ્ચિમ બંગાળની સરકારના નંબર-2 કહેવાતા TMCના બળવાખોર નેતા અને મમતાને ઝટકો આપનાર શુભેન્દુ અધિકારી કોણ છે.

બંગાળની રાજનીતિના દિગ્ગજ નેતા શુભેન્દુ
શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના ભાજપના નેતા છે. તેઓ TMC સરકારમાં શુભેન્દુ પશ્ચિમ બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ બંગાળની મહત્વપૂર્ણ નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. શુભેન્દુ અધિકારીનો જન્મ 15 ડિસેમ્બર 1970ના રોજ પશ્ચિમ બંગાળ રાજ્યના પુરબા મેદિનીપુરમાં થયો હતો. તેમનો જન્મ ઉચ્ચ-મધ્યમ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ શિશિર કુમાર અધિકારી અને માતાનું નામ ગાયત્રી અધિકારી છે. એક સમૃદ્ધ પરિવારમાં જન્મના કારણે શુભેન્દુને જીવનમાં ઉતાર-ચઢાવથી પસાર થવું પડ્યું ન હતું. શિશિર કુમાર અધિકારી જે યુપીએ સરકારમાં ગ્રામ્ય વિકાસ મંત્રી હતા. શુભેન્દુએ રવિન્દ્ર ભરતી યુનિવર્સિટીથી અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. કોટાઈ કોલેજથી તેમને સ્નાતકની પદવી મેળવી હતી.

શુભેન્દુનું રાજકીય જીવન
શુભેન્દુ વર્ષ 1989માં વિદ્યાર્થી પરિષદના નેતા તારીખે ચૂંટાઈ આવ્યા હતા. શુભેન્દુ 36 વર્ષની વયે પ્રથમ વખત 2006માં કાંથી દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. શુભેન્દુને કોંગ્રેસ સરકારના સભ્યોનો ઘણો ટેકો મળ્યો, જેના કારણે તેઓ વર્ષ 2000 માં કાંથી દક્ષિણથી પશ્ચિમ બંગાળ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા.

ત્યાર બાદ તેજ વર્ષે કાંથી નગરપાલિકાના ચેરમેન બન્યા. શુભેન્દુ 2009 અને 2014માં તુમલૂક લોકસભા બેઠક પરથી જીતીને સાંસદ બન્યા. તેઓ 2009માં તમલુકથી લોકસભામાં ચૂંટાયા હતા. જે બાદ તેમની સ્થાયી સમિતિના ઉદ્યોગના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી. 2016માં નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી પણ જીત મેળવી હતી. જેમાં તેમને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા પરિવહન મંત્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. શુભેન્દુ 15મી અને 16મી લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.

શુભેન્દુ વર્ષ 1989માં વિદ્યાર્થી પરિષદના નેતા તારીખે ચૂંટાઈ આવ્યા હતા.
શુભેન્દુ વર્ષ 1989માં વિદ્યાર્થી પરિષદના નેતા તારીખે ચૂંટાઈ આવ્યા હતા.

નંદીગ્રામ આંદોલનમાં શુભેન્દુની શિલ્પીની ભૂમિકામાં રહ્યા હતા
શુભેન્દુના નામની સાથે જ 2007માં TMCના નંદીગ્રામ આંદોલનનો પણ ઉલ્લેખ થાય છે. મમતા બેનર્જીના નેતૃત્વમાં 2007માં થયેલા આ આંદોલને જ બંગાળમાં દાયકાઓથી ચાલી રહેલા લેફ્ટના શાસનને જડમૂળમાંથી ઉખેડીને ફેંકયું હતું. શુભેન્દુએ નંદીગ્રામ આંદોલનમાં મુખ્ય રીતે સક્રિય રહીને પોતાનું યોગદાન આપ્યું. મમતા બેનર્જીના નેતૃત્વમાં નંદીગ્રામ આંદોલનમાં શુભેન્દુ શિલ્પીની ભૂમિકામાં રહ્યા હતા. નંદીગ્રામ અને હુગલીના સિંગુરમાં થયેલા આંદોલને તૃણમૂલ કોંગ્રેસને બંગાળમાં પોતાની પકડ મજબૂત કરવાની તક આપી હતી.

શુભેન્દુએ નંદીગ્રામ આંદોલનમાં મુખ્ય રીતે સક્રિય રહીને પોતાનું યોગદાન આપ્યું હતું.
શુભેન્દુએ નંદીગ્રામ આંદોલનમાં મુખ્ય રીતે સક્રિય રહીને પોતાનું યોગદાન આપ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં કેટલો છે શુભેન્દુનો પ્રભાવ
બંગાળની મહત્વપૂર્ણ નંદીગ્રામ બેઠક પર વિધાનસભાની ચુંટણીમાં લોકોના ભારે સમર્થનથી વિજય મેળવ્યા બાદ બંગાળની રાજનીતિમાં એક નવો વળાંક લાવી દીધો હતો અને તૃણમૂલે સીપીએમ પાસેથી સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી. શુભેન્દુના પિતા શિશિર અધિકારી અને નના ભાઈ દિવ્યેન્દુ અધિકારી તામલૂક અને કાંથી બેઠક પરથી TMC સાંસદ હતા. શિશિર અધિકારી મહામહાન સરકારમાં ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રીનો પદભાર પણ સંભાળી ચૂક્યા છે. બંગાળની પૂર્વ મિદનાપુર હેઠળ 16 વિધાનસભા મત વિસ્તાર છે. આ ઉપરાંત પશ્ચિમ મિદનાપુર, બાંકુરા અને પુરૂલિયા જિલ્લાની લગભગ 5 ડઝન બેઠકો પર અધિકારી પરિવારનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે.

મમતાથી કેમ નારાજ થયા હતા શુભેન્દુ
શુભેન્દુની નારાજગીનું કારણ તે છે કે મમતા પાર્ટીના અન્ય નેતાઓની સરખામણીએ પોતાના ભત્રીજા અભિષેક બેનરજીને વધુ મહત્વ આપી રહ્યા હતા અને સાંકેતિક રીતે તેમને પોતાનો ઉત્તરાધિકારી બનાવી ચૂક્યા હતા. શુભેન્દુ જેવા દિગ્ગજ નેતા તેનો સ્વીકાર કરવા માટે તૈયાર ન હતા. શુભેન્દુએ ખુલીને ક્યારેય પર પાર્ટી અધ્યક્ષ સામે કઈ કહ્યું નથી પરણતું તૃણમૂલમાં તેઓ સતત નિશાન પરા રહેતા હતા. મમતા- શુભેન્દુ વચ્ચે વિવાદો વધતાં મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપતા તેમને જણાવ્યુ હતું કે મારી ઓળખ તે છે કે હું પશ્ચિમ બંગાળ અને ભારતનો દીકરો છું. હું હંમેશા પશ્ચિમ બંગાળના લોકો માટે લડતો રહીશ. તેમને તે જ દિવસે જાહેરાત કરી દીધી હતી કે હવે TMCમાં રહીને કામ કરવાનું શક્ય નથી.

મમતા- શુભેન્દુ વચ્ચે વિવાદો વધતાં મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું.
મમતા- શુભેન્દુ વચ્ચે વિવાદો વધતાં મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું.

બંગાળના ચૂંટણી પરિણામે પક્ષપલટુઓને મોટો ઝટકો આપ્યો
બંગાળની 294માંથી 213 સીટ TMCએ જીતી છે. 77 સીટ પર BJPને જીત મળી છે. ચૂંટણીના થોડા મહિનાઓ પહેલાં TMCના 50થી વધુ નેતાઓ BJPમાં જોડાયા હતા. એમાં 33 તો ધારાસભ્યો જ હતા, તેમને આશા હતી આ વખતે તો BJP જ જીતશે. જોકે ઘણાની આશા બીજેપીમાં જોડાયા પછી પણ પૂરી થઈ ન હતી, કારણ કે બીજેપીએ તેમને ટિકિટ પણ આપી ન હતી. જો કે પરિણામોએ પક્ષપલટુઓને મોટો ઝટકો આપ્યો છે. આ કારણે આ નેતાઓ હવે ફરીથી TMCમાં આવવા માગે છે.

મુકુલ રોયની ઘર વાપસીથી મચી હલચલ
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી દરમિયામ મોટી ભૂમિકામાં નજરે પડેલા મુકુલ રોયે હવે ભાજપનો સાથ છોડી દીધો છે. હાલમાં જ તેઓ મમતાની TMCમાં ઘર વાપસી કરી છે. ભાજપનો સાથ છોડીને ફરીથી TMCમાં સામેલ થતાં મુકુલ રોયને પાર્ટીએ ઈનામ પણ આપ્યું છે અને મુકુલ રોયને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

મુકુલ રોયે મમતાની TMCમાં ઘર વાપસી કરી છે.
મુકુલ રોયે મમતાની TMCમાં ઘર વાપસી કરી છે.

જો કે સોમવારે થયેલી બેઠકમાં ભાજપના આ 24 ધારાસભ્યોની ગેરહાજરી બાબતે પાર્ટીની ચિંતા વધી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે આ 24 ધારાસભ્યો પાછા TMCમાં ઘર વાપસી કરી શકે છે. ભાજપના ઘણા ધારાસભ્યો તૃણમૂલના સંપર્કમાં છે. માનવામાં આવી રહ્યું છે કે ઘણા ભાજપના ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે.