તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Shrikrishna Janmashtami Was Celebrated At Lal Chowk In Srinagar; For The First Time Since 1989, Kashmiri Pandits Took A Morning Ferry To Handwara

કૃષ્ણમય કાશ્મીર:શ્રીનગરના લાલ ચોક પર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરાઈ; હંદવાડામાં 1989 બાદ કાશ્મીરી પંડિતોએ પ્રથમ વખત પ્રભાત ફેરી કાઢી

શ્રીનગર/હંદવાડાએક મહિનો પહેલા
  • પ્રભાત ફેરી જૈદાર મોહલ્લા, જહાંગીર ચોક, મૌલાના આઝાદ રોડથી રેસિડેન્સી રોડ સુધી પહોંચી હતી

દેશભરમાં જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, પણ આ વખતે કાશ્મીરી પંડિતો માટે જન્માષ્ટમી કંઈક વિશેષ બની ગઈ છે. ઉત્તરી કાશ્મીરના હંદવાડામાં કાશ્મીરી પંડિતોએ 32 વર્ષ બાદ પ્રભાત ફેરી કાઢી હતી. પ્રભાત ફેરી સમયે ભગવાન કૃષ્ણને કોરોનાના ખાતમા માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી. બીજી બાજુ શ્રીનગરના લાલ ચોક પર પણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થઈ. અહીં લોકો નાચતા-ગાજતા કાન્હાના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

હંદવાડામાં સૌથી પહેલા 1989માં જન્માષ્ટમીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભાત ફેરીની શરૂઆત ગણપત્યાર મંદિરથી થઈ હતી, જે જૈદાર મોહલ્લા, જહાંગીર ચોક, મૌલાના આઝાદ રોડથી રેસિડેન્સી રોડ સુધી પહોંચી હતી.

કાર્યક્રમમાં સામેલ કાશ્મીરી પંડિતોએ કહ્યું કે કાશ્મીર ભાઈચારા માટે ઓળખ ધરાવે છે. બહારથી આવતા લોકો અહીં આવી અમારી ભાઈચારાને જુઓ. તેમણે પ્રભાત ફેરી કાઢવામાં મદદ કરવા બદલ સ્થાનિક લોકોનો આભાર માન્યો હતો.

સુરક્ષા વ્યવસ્થા
શ્રીનગરમાં જન્માષ્ટમીના આ કાર્યક્રમ માટે સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોએ વિવિધ જગ્યા પર પ્રભાત ફેરીનું સ્વાગત કર્યું હતું. આ સમયે કૃષ્ણ ભક્ત માર્ગો પર નાચતા દેખાતા હતા.

કોરોનાના અંત માટે પ્રાર્થના
કાર્યક્રમમાં સામેલ લોકોએ ભગવાન કૃષ્ણને કોરોનાના ખાતમા માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું- શ્રીકૃષ્ણની કૃપાથી જલ્દીથી મહામારીનો અંત આવશે. ઘાટીમાં કોરોના સંક્રમણને લીધે ઘાટીમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા.

કાશ્મીરમાં જન્માષ્ટમીની ઉજવણીની તસવીરો