• Gujarati News
  • National
  • Railways Will Start Shri Ramayana Yatra Tour From Today, Know Fare; Schedule And Other Details

શ્રી રામ યાત્રા ટ્રેન:રેલવે આજથી શરૂ કરશે શ્રી રામાયણ યાત્રા ટૂર, જાણો ભાડું; શિડ્યૂલ અને અન્ય વિગતો

નવી દિલ્હી3 મહિનો પહેલા

ઈન્ડિયન રેલવે કેટરિંગ ટૂરિઝમ કોર્પોરેશને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે શ્રી રામાયણ યાત્રા ટૂર્સની એક સિરીઝ યોજના બનાવી છે. IRCTCએ કહ્યું હતું કે આવી જ એક સિરીઝ રવિવારથી શરૂ થઈ હતી. 7 નવેમ્બરે દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થતી પ્રથમ સિરીઝ ભગવાન રામના જીવન સાથે જોડાયેલા પ્રમુખ સ્થાનની યાત્રાને કવર કરશે.

અન્ય પેકેજમાં 12 રાત/ 13 દિવસની રામાયણ યાત્રા એક્સપ્રેસ-મદુરૈ સામેલ છે, જે 16 નવેમ્બરે શરૂ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શ્રી રામાયણ યાત્રા એક્સપ્રેસ-શ્રીગંગાનગરનું 16 રાત/17 દિવસનું પેકેજ પણ છે અને ટ્રેન 25 નવેમ્બરે રવાના થશે.

શ્રી રામાયણ યાત્રા એક્સપ્રેસનું શિડ્યૂલ અને સ્ટોપ

  • આ ટ્રેનનો પ્રથમ પડાવ અયોધ્યા હશે, અહીં પર્યટક શ્રી રામ જન્મભૂમિ મંદિર અને હનુમાન મંદિર સિવાય નંદીગ્રામમાં ભારત મંદિર પણ જશે. આગામી પડાવ બિહારનું સીતામઢી હશે અને સીતાજીના જન્મસ્થાન અને રોડ માર્ગ દ્વારા જનકપુરમાં રામ-જનક મંદિરનાં દર્શન થશે.
  • એ પછી ટ્રેન વારાણસી માટે રવાના થશે અને પર્યટક રોડ માર્ગથી વારાણસી, પ્રયાગ, શ્રૃંગવેરપુર અને ચિત્રકૂટ મંદિરનાં દર્શન કરશે.
  • એક નિવેદન મુજબ પછીથી ટ્રેનનો પડાવ નાશિક હશે, જેમાં ત્ર્યંબકેશ્વર મંદિર અને પંચવટીનાં દર્શન થશે. નાશિક પછીથી ટ્રેન હમ્પીમાં ઊભી રહેશે.
  • રામેશ્વરમ આ ટ્રેન યાત્રાનો અંતિમ પડાવ હશે. એ પછી ટ્રેન 17મા દિવસે દિલ્હી પરત ફરશે. આ યાત્રામાં લગભગ 7500 કિલોમીટરની મુસાફરી થશે.

શ્રી રામાયણ યાત્રા સ્પેશિયલ ટૂર ટ્રેનનું ભાડું
IRCTCએ ઘરેલુ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની પ્રથમ દેખો અપના દેશને અનુરૂપ 2AC માટે 82950 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને 1AC કેટેગરી માટે 1,02,095 રૂપિયાની કિંમતે આ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેનને લોન્ચ કરી છે.

પેકેજમાં શું મળશે?
પેકેજની કિંમતમાં AC ક્લાસમાં ટ્રેનની મુસાફરી, એસી હોટલમાં રહેવાની સુવિધા, તમામ ભોજન શાકાહારી, એસી વ્હીકલમાં તમામ ટ્રાન્સફર અને દર્શનીય સ્થળ જોવાની તક, ટ્રાવેલ ઈન્શ્યોરન્સ અને IRCTC ટૂર મેનેજરની સેવાઓ વગેરે સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...