તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Shri Ram Janmabhoomi Tirth Trust General Secretary Champatrai Said, "We Have Stopped Taking Dedication Funds From UPI Or Barcode. It Is Not Credible At All."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરવ્યુ:શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે કહ્યું-અમે હવે યુપીઆઇ કે બારકોડથી સમર્પણ નિધિ લેવાનું બંધ કરી દીધું છે, તે જરાપણ વિશ્વસનીય નથી

નવી દિલ્હી13 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા
  • કૉપી લિંક
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય. - Divya Bhaskar
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાય.

અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે સમર્પણ નિધિ એકત્રિત કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કામગીરી અંગે દિવ્ય ભાસ્કરના સવાલોના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે જવાબો આપ્યા હતા. વાતચીતના મુખ્ય અંશ...

સવાલ: રામ મંદિરના નામે નકલી પહોંચો, UPIને કેવી રીતે રોકશો?
ચંપતરાય: અમે હવે યુપીઆઇ કે બારકોડથી સમર્પણ નિધિ લેવાનું બંધ કરી દીધું છે, તે જરાપણ વિશ્વસનીય નથી

સવાલ: પણ લોકો અસલી-નકલી પહોંચ/કૂપન કેવી રીતે પારખશે?
ચંપતરાય: અવિશ્વાસનો કોઈ ઉપાય નથી, 10 લાખ લોકો નિધિ માગી રહ્યા છે, 10-15 જણા ગરબડ કરે એ મોટી વાત નથી

સવાલ: સરકાર કહે છે કે ડિજિટલ લેણદેણ સેફ છે?
ચંપતરાય: આપણા બેન્કવાળા કહે છે કે સેફ નથી

સવાલ: રામમંદિર માટે અત્યાર સુધી કેટલી રકમ ભેગી થઈ છે?
ચંપતરાય: કલ્પના કરતા વધુ. જ્યાંથી 10 રૂપિયાની અપેક્ષા હતી ત્યાંથી 100 રૂપિયા અને જ્યાં 100 રૂપિયાની અપેક્ષા હતી ત્યાંથી હજાર રૂપિયા મળી રહ્યા છે. બેન્કમાં જમા ચેક ક્લીયર થવામાં 8-10 દિવસ લાગી જાય છે. કુલ રકમનો જે આંકડો આવી રહ્યો છે તે અનુમાન છે. અંતિમ આંકડો 27 ફેબ્રુઆરીએ અભિયાન સમાપ્ત થયા પછી ખબર પડશે. ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરિએ અત્યાર સુધી જમા રકમ 1500 કરોડ જેટલી જણાવી છે.

સવાલ: કેટલાક લોકોએ ટ્રસ્ટ જેવી પહોંચો છપાવી છે અને ભળતા નામે વેબસાઇટ શરૂ કરીને બેન્ક ખાતા ખોલાવી દીધા છે.
ચંપતરાય: આ વાત તદ્દન સાચી છે. અયોધ્યામાં મેં પોતે ગત મે મહિનામાં 4-5 એફઆઇઆર નોંધાવી છે. હાલમાં જ 30 જાન્યુઆરીએ ટ્રસ્ટના નામમાંથી એક અક્ષર હટાવીને નકલી વેબસાઇટ બનાવનારા સામે ફરિયાદ કરી છે. અત્યાર સુધી કુલ 8-10 એફઆઇઆર થઈ છે. કેટલાક કાર્યકરોએ સ્થાનિક સ્તરે પણ પોલીસ ફરિયાદ કરી છે. હવે 8-10 કાર્યકરો ફરીને સમર્પણ નિધિ માગી રહ્યા હોય ત્યારે 10-15 લોકો ગડબડ કરે તો એ સમુદ્રના એક ટીપા સમાન છે. હું તેને ગંભીરતાથી લેતો નથી.

સવાલ: સમર્પણ નિધિ માટે યુપીઆઇ તથા બોરકોડ બન્યા હતા છતાં નકલી અકાઉન્ટ બની ગયા છે. તેના પર નિયંત્રણ કેવી રીતે થશે?
ચંપતરાય: અમે યુપીઆઇ તથા બારકોડ દ્વારા સમર્પણ નિધિ લેવાનું જ બંધ કરી દીધું છે, કારણ કે તે જરા પણ વિશ્વસનીય નથી. ટ્રસ્ટના માત્ર 3 અકાઉન્ટ છે, જે એસબીઆઇ, પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઑફ બરોડામાં છે.અમને ખુદ બેન્કોએ જણાવ્યું કે યુપીઆઇ તથા બારકોડમાં કોઈ પણ કૌભાંડ કરી શકે એમ છે.

સવાલ: મંદિર નિર્માણનું કામ કેટલે પહોંચ્યું છે?
ચંપતરાય: મકરસક્રાંતિથી કામ શરૂ કરી દેવાયું હતું. પાયા ખોદીને માટી કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે. મોટાભાગની જગ્યાએથી કાટમાળ ખસેડી દેવાયો છે. 2024ના અંત અથવા 2025ની શરૂઆતમાં મંદિરમાં રામલલાના દર્શન કરી શકાશે.

સવાલ: સરકાર યુપીઆઇ અને બારકોડને સુરક્ષિત માને છે.
ચંપતરાય: સરકારે એવી કોઈ વ્યવસ્થા કરી હશે જેમાં ગડબડ થાય નહીં. અમારા બેન્કવાળા કહે છે કે યુપીઆઇ અને બારકોડમાં ગડબડ થઈ શકે છે.

સવાલ: ભેગી થયેલી રકમનો ઉપયોગ ક્યારથી શરૂ થશે?
ચંપતરાય: તેનો ઉપયોગ તો પહેલા દિવસથી જ કરી દેવામાં આવ્યો હતો. એ પહેલા પણ ટ્રસ્ટના ખાતામાં રકમ આવતી હતી. તથા 27 ફેબ્રુઆરીએ અભિયાન પૂર્ણ થયા પછી પણ આવતી રહેશે. એલએન્ડટી અહીં ઘણા સમયથી કામ કરે છે. વડાપ્રધાન ભૂમિપૂજન કાર્યક્રમમાં આવ્યા તથા સમર્પણ નિધિ માટે કૂપનો છપાવવામાં આવી એ બધા રામમંદિર નિર્માણના જ તો કામો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો