તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Modern, If Pfizer Is Exempt, Why Not Us, Adar Poonawala Said We Should Also Be Exempted

વિદેશી વેક્સિનને છૂટ:મોડર્ના, ફાઇઝરને છૂટ તો અમને કેમ નહિ, અદાર પૂનાવાલાએ કહ્યું- અમને પણ મુક્તિ આપવામાં આવે

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માન્યતાપ્રાપ્ત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની વેક્સિનનો 170 દેશમાં સપ્લાઇ થાય છે

ફાઇઝર અને મોડર્ના પછી કોરોના વેક્સિન બનાવનારી કોવિશીલ્ડ બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII)એ પણ સરકાર પાસે કાયદાકીય સુરક્ષા માગી છે. કંપનીનું કહેવું છે કે કાયદા બધા માટે સરખા હોવા જોઈએ. જો વિદેશી વેક્સિન કંપનીઓને કાયદાકીય સુરક્ષાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે તો તેમને પણ આ સુવિધા મળવી જોઈએ.

કંપનીનાં સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં કહ્યું હતું કે SII જ નહિ, પરંતુ દેશમાં વેક્સિનનું ઉત્પાદન કરી રહેલી દરેક કંપનીને આ સુરક્ષા આપવી જોઈએ. સીરમ દેશમાં એસ્ટ્રાજેનેકા- ઓક્સફોર્ડની કોરોના વેક્સિનનું ઉત્પાદન કોવિશીલ્ડના નામથી કરી રહી છે.

આ પહેલાં બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદન આપતાં કહ્યું હતું કે ઘણા દેશોએ વેક્સિન કંપનીઓને આ સુવિધાઓ આપી છે. ભારતને પણ આ સુવિધા આપવામાં મુશ્કેલી નથી. વિદેશી કંપનીઓ ઈમર્જન્સી એપ્રૂવલ માટે અરજી કરે છે, એને આ સુવિધા મળી શકે છે.

આ સુવિધાઓ ઈચ્છે છે ફાઇઝર અને મોડર્ના
ભારત સરકાર અને ફાઇઝર અને મોડર્નાની વચ્ચે વેક્સિનની ડીલને લઈને ઘણી વખત વાતચીત થઈ ચૂકી છે. ફાઈઝરે પણ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ભારતની સાથે વેક્સિનને લઈને વાતચીત ચાલી રહી છે અને ઝડપથી એનાં પરિણામ સામે આવશે.

સ્પુતનિક-V માટે ટેસ્ટ લાઈસન્સ માગ્યું
SIIએ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે રશિયાની કોવિડ વેક્સિન સ્પુતનિક-V બનાવવા માટે ટેસ્ટ લાઇસન્સની મંજૂરી માગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગુરુવારે પુણેસ્થિત ફર્મે ટેસ્ટ એનાલિસિસ અને ટેસ્ટિંગ માટે મંજૂરી માગી છે. રશિયાની સ્પુતનિક-V વેક્સિન હાલ ભારતમાં ડો.રેડ્ડીઝ લેબોરેટરીમાં બની રહી છે.

જૂન સુધી 10 કરોડ વેક્સિન ઉત્પાદન અને સપ્લાઈ
તાજેતરમાં SIIએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે તેના કર્મચારીઓ ઘણા પડકારો છતાં 24 કલાક કામ કરી રહ્યા છે. જૂન મહિનામાં આપણે કોવિશીલ્ડ વેક્સિનના લગભગ 10 કરોડ ડોઝ બનાવવા અને સપ્લાઇ કરવા સક્ષમ બનીશુ. મેમાં અમારી ઉત્પાદન ક્ષમતા 6.5 કરોડ રસીની હતી.

સીરમ વેક્સિન બનાવનારી વિશ્વની સૌથી મોટી કંપની
સીરમ ઈન્સ્ટિટ્યૂટ વેક્સિન બનાવનારી વિશ્વની સૌથી મોટી કંપની છે. અત્યારસુધીમાં અલગ-અલગ વેક્સિનના 1.5 અબજ ડોઝ વેચી ચૂકી છે. આ એક પ્રકારનો રેકોર્ડ પણ છે. આ આંકડાના જણાવ્યા મુજબ, વિશ્વનાં 60 ટકા બાળકોને સીરમની કોઈ ને કોઈ વેક્સિન જરૂર લાગી છે.

170 દિશમાં સીરમની રસીનો સપ્લાઈ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની માન્યતાપ્રાપ્ત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની વેક્સિનનો 170 દેશમાં સપ્લાઈ થાય છે. આ કંપની પોલિયો વેક્સિનની સાથે-સાથે ડિપ્થિરિયા, ટિટનસ, પટ્યુસિસ, HIV, BCG, આર-હેપેટાઈટિસ બી, મમ્પ્સ અને રૂબેલાની રસી પણ બનાવે છે.