• Gujarati News
  • National
  • The Snake Raised Its Fangs To Bite, The Mother Gasped, The Shocking Scenes Of Karnataka Left Everyone Shivering.

બાળકે પગ મૂકતાં જ કોબ્રાએ ફૂંફાડો માર્યો, VIDEO:ડંખ મારવા સાપ ફેણ ચઢાવીને ઊંચો થયો, માતાના શ્વાસ અદ્ધર, કર્ણાટકનાં શૉકિંગ દૃશ્યોએ સૌ કોઈને ધ્રૂજાવી દીધાં

2 મહિનો પહેલા

કર્ણાટકના માંડ્યાનો શૉકિંગ વીડિયો સામે આવ્યો છે. અહીં ઘરની બહાર નીકળી રહેલા બાળકે કોબ્રા પર પગ મૂકી દેતાં રીતસર મોતનો ભેટો થયો. બાળકે અચાનક જ પગ મૂકતાં કોબ્રા ડઘાઈ ગયો. જો કે, સાપને જોઈને બાળક પણ ડરી ગયો. ગભરાયેલો માસૂમ દોડીને ઘરમાં જવા ગયો કે તરત જ કોબ્રાએ ફૂંફાડો માર્યો. ડંખ મારવા માટે કોબ્રા ફેણ પર ઊંચો થયો. જો કે, સતર્ક માતાએ તરત જ બાળકને ખેંચી લીધો અને માસૂમનો જીવ બચાવ્યો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ CCTV ફૂટેજ વાઇરલ થતાં સોશિયલ મીડિયા યૂઝર્સ માતાની સૂઝબુઝના વખાણ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...