તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Shocking Cases In Patna IGIMS, Bones Are Getting Thinner Like Biscuits; 8 Patients Underwent Major Surgery To Save Their Lives

બ્લેક ફંગસ માથાનાં હાડકાં ઓગાળી રહી છે:પટના IGIMSમાં સામે આવ્યા ચોંકાવનારા કિસ્સા, બિસ્કિટની જેમ હાડકાં પાતળાં થઈ રહ્યાં છે; 8 દર્દીના જીવ બચાવવા મોટી સર્જરી કરવી પડી

22 દિવસ પહેલા
  • શરૂઆતના તબક્કામાં યોગ્ય સારવારથી રોગ નિયંત્રણમાં આવી શકે છે

બ્લેક ફંગસ માથાનાં હાડકાં ઓગાળી રહી છે. હાડકાં બિસ્કિટની જેમ પાતળાં થઈ રહ્યાં છે. સંક્રમણની જાણ મોડી થવાને લીધે આ રોગ મોટું સ્વરૂપ લઇ રહ્યો છે. પટનાના ઇન્દિરા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થાન(IGIMS)માં આવા કેટલાય ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. બ્લેક ફંગસની સારવાર કરી રહેલા ડોક્ટરોની ટીમનું કહેવું છે કે આવા દર્દીઓનો જીવ ઓપરેશનથી બચાવી શકાય છે, પરંતુ ઇલાજમાં મોડું થવાથી આ સમસ્યા વધી રહી છે.

બ્રેનમાં હાડકાં આ રીતે ઓગળી રહ્યાં છે
બ્લેક ફંગસ પહેલા નાકમાં થાય છે અને પછી સાઇનસમાં પહોંચી જાય છે. આને ડિટેક્ટ કરવા તથા સારવારમાં મોડું કરવામાં આ સમસ્યા વધી જાય છે. ઇન્દિરા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થાનના ન્યુરો સર્જન ડો. બ્રિજેશ કુમાર અને નાકના રસ્તે બ્રેન સુધીની સર્જરી કરનાર ENTના HOD ડો.રાકેશ કુમાર સિંહનું કહેવું છે કે સંક્રમણને મોડા ડિટેક્ટ કરવામાં ફંગસ બ્રેનમાં બહુ ગંભીર બની જાય છે.

IGIMSમાં આવા કેટલાય કિસ્સા સામે આવ્યા છે, જેમાં માથાનાં હાડકાં બિસ્કિટની જેમ ઓગળી રહ્યાં છે. બ્રેનમાં ફંગસને કારણે સ્થિતિ ગંભીર થઇ જાય છે. કેટલાય આવા દર્દીઓ આવ્યા છે, જેમનાં હાડકાં ઓગળવાનાં શરૂ થઇ ગયાં છે. તેમના ઓપરેશન પછી ફંગસને કાઢવામાં આવી છે. જે કિસ્સામાં મોડું થાય એમાં સમસ્યા થાય છે.

હાડકાં સુધી ફંગસ પહોંચેલી 8 મોટી સર્જરી થઇ
ન્યુરો સર્જન ડો. બ્રિજેશનું કહેવું છે કે શરૂઆતના સમયમાં આ બીમારી ENT ડોક્ટરોની સારવારથી સાજા થઇ જાય છે. સામાન્ય ઓપરેશનથી જ આ ફંગસ કાઢવામાં આવે છે, પરંતુ મામલો વધી જતાં સમસ્યા વધી જાય છે. પછી બ્રેનની ઓપન સર્જરી કરવી પડે છે, કેમ કે ફંગસ બ્રેનના પાતળાં હાડકાંને પણ નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે, એને ખરાબ કરવા લાગે છે. અત્યારસુધી IGIMSમાં 8 મોટી સર્જરી થઇ છે, જેમાં હાડકાં સુધી ફંગસ પહોંચી હતી. ઓપન સર્જરી કરી દર્દીઓનો જીવ બચાવવામાં આવ્યો છે.

આ લક્ષણો હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો

  • સૌથી પહેલા નાક જામ થવાથી તેમજ નાકમાંથી કાળો પદાર્થ નીકળવાની અને પછી પાણી નીકળવાની સમસ્યા થાય છે.
  • કોઇક વાર નાકમાંથી લોહી પણ નીકળે છે.
  • નાકની આજુબાજુના વિસ્તારમાં થોડો દુખાવો પણ થાય છે.

મોડું થતાં સ્થિતિ ગંભીર થઇ જાય છે.
IGIMSના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.મનીષ મંડલનું કહેવું છે કે કોરોના પછી બ્લેક ફંગસની સારવારની સાથે સમયસર ઓપરેશન કરવામાં આવ્યું હતું. આને કારણે બ્લેક ફંગસ શરીરમાં ફરતી અટકી જાય છે.

બ્લેક ફંગસ વોર્ડની રચના થઈ ત્યારથી દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં ઘણા ગંભીર દર્દીઓની સારવાર કરવામાં આવી છે અને જીવન બચી ગયા છે. જે દર્દીઓને રોગ ડિટેક્ટ કરવામાં મોડું થાય છે તેમની સાથે મોટી સમસ્યા થાય છે, કારણ કે તેમની હાલત ગંભીક બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...